લંડનમાં ચેલ્સિયા ફ્લાવર-શોને ખુલ્લો મુકાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • લંડનમાં ચેલ્સિયા ફ્લાવર-શોને ખુલ્લો મુકાયો

લંડનમાં ચેલ્સિયા ફ્લાવર-શોને ખુલ્લો મુકાયો

 | 2:21 am IST
  • Share

લંડનમાં દરવર્ષે આયોજિત થતો ચેલ્સિયા ફ્લાવર શોને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ફ્લાવર શોમાં અનેકવિધ ફૂલો, ફ્રૂટ્સ અને શાકભાજીને પ્રર્દિશત કરવામાં આવ્યા હતા જેને જોવા મોટી સંખ્યામાં શહેરીજનો ઊમટી પડયા હતા. શહેરીજનો ૨૬ સપ્ટેમ્બર સુધી આ ફ્લાવર શોની મુલાકાત લઇ શકશે. સામાન્ય રીતે દરવર્ષે મે મહિનામાં આ શો આયોજિત થતો હોય છે પરંતુ કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે તેમાં વિલંબ થયો હતો. ૧૦૯ વર્ષના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે આ ફ્લાવર શોના આયોજનમાં વિલંબ થયો હોય. ક્વીન એલિઝાબેથ પણ દર વર્ષે આ ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે, પરંતુ હાલ તેઓ ઓક્ટોબર સુધી બાલમોરલમાં હોવાના કારણે તેઓ મુલાકાત લઇ શકશે નહીં.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો