લખોટી એક ભારતીય લોકપ્રિય રમત છે - Sandesh

લખોટી એક ભારતીય લોકપ્રિય રમત છે

 | 3:00 am IST
  • Share

બાળપણમાં દરેક વ્યક્તિ પહેલાં લખોટી રમતી હતી. અત્યારનાં બાળકો આ રમત અંગે અપરિચિત છે. તેથી લખોટી રમતાં બાળકો હવે જોવા મળતાં નથી. આમ જોવા જઇએ તો લખોટી એ ભારતની એક લોકપ્રિય રમત છે. આ ગેમને વિવિધ રીતે રમવામાં આવે છે. એમાંથી એક રીતની વાત કરીશું. ગેમ રમવા માટે સૌથી પહેલાં સપાટ જમીન ઉપર ગોળ રાઉન્ડ દોરી લો. એ ગોળાકારની અંદર જેટલાં બાળકો રમતાં હોય એ પોતપોતાની લખોટીને મૂકશે. દરેક બાળક ત્રણ-ત્રણ અથવા પાંચ પાંચ લખોટી પણ મૂકી શકે છે. એમાં કોઈ ચોક્કસ સંખ્યા નક્કી કરેલી નથી. લખોટીને ગોળ કૂંડાળામાં મૂક્યા બાદ એક પછી એક ખેલાડી દાવ દેશે. બેથી વધારે વ્યક્તિ લખોટી રમતી હોય તો પકાવીને નંબર આપી દો.  

સૌથી પહેલા નંબરવાળી વ્યક્તિ પોતાની પાસે રહેલી એક લખોટી લેશે. તે અંગૂઠો જમીનને ટેકવી વેંત લઇએ એ રીતે સેટ કરીને બીજી આંગળીની મદદથી નિશાન તાકીને ગોળ કૂંડાળામાં પડેલી લખોટીને નિશાન બનાવીને ફેંકો. જો કૂંડાળામાં પડેલી એક પણ લખોટીને ટચ થાય તો જે લખોટીને ટચ થઇ હોય એ લખોટી ખેલાડી જીતી ગયો ગણાય અને તે બીજી વખત દાવ લઇ શકે. એવી રીતે વારાફરતી વારા ખેલાડી દાવ લે છે. ગેમ રમતાં રમતાં જે ખેલાડી વધારે લખોટી જીતે એ ખેલાડી ગેમ જીતી ગયો કહેવાય. તમે બીજી અનેક રીતે લખોટીની ગેમ રમી શકો છો. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો