વર્કઓર્ડર વગર ત્રણ સરકારી શાળામાં નવા શૌચાલય બન્યા - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • વર્કઓર્ડર વગર ત્રણ સરકારી શાળામાં નવા શૌચાલય બન્યા

વર્કઓર્ડર વગર ત્રણ સરકારી શાળામાં નવા શૌચાલય બન્યા

 | 2:00 am IST
  • Share

જિલ્લાની ભુજ ખાતેની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ તથા અબડાસાની ડુમરા સરકારી હાઈસ્કૂલમાં ભૌતિક સુવિધાના ભાગરૂપે શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સૂચનાથી બનતા શૌચાલયનાં બાંધકામ સંદર્ભે કોન્ટ્રાક્ટરે શાળાનાં જવાબદારો સમક્ષ વર્કઓર્ડર રજૂ ન કરતાં ભવિષ્યમાં વહીવટી પ્રશ્ન ઉપસ્થિત થવાની સંભાવના નજરે ઓલ્ફ્રેડ અને ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલે ચુકવણા સંબંધી કોઈ કાર્યવાહી કરી નથી જ્યારે ડુમરાની શાળા દ્વારા કોન્ટ્રાક્ટરને ચુકવણું કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યંુ છે.
કેન્દ્ર સરકારનાં અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરીને જિલ્લાની માધ્યમિક શાળાઓમાં ભૌતિક સુવિધાના બાંધકામ પેટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને ૫૦ ટકા રકમ પેટે રૂ.૧૪ લાખની ફાળવણી કરવામાં આવી છે.જે ગ્રાંટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ તથા ડુમરા સરકારી શાળાને ફાળવી છે જે ગ્રાંટમાંથી નવા શૌચાલય બનાવવા જણાવેલ, પરંતુ આ ત્રણ સરકારી શાળાના આચાર્યએ જ્યારે કોન્ટ્રાક્ટર પાસે વર્કઓર્ડર માગ્યો તો તેની પાસે કોઈ વર્કઓર્ડર હતો નહીં, માત્ર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સૂચનાથી શૌચાલય બનાવવાનું કામ હાથ ધર્યું હોવાનું જાણવા મળી રહ્યંુ છે.
શાળા પાસે શૌચાલય બનાવવા સંદર્ભે કોઈ વર્કઓર્ડર ન હોતાં ઓલ્ફ્રેડ અને ઈન્દ્રબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કોન્ટ્રાક્ટરને ચુકવણું કરવા અસમર્થતા દાખવી છે. જ્યારે ડુમરા શાળાનાં પ્રિન્સિપાલે શાળાની એસ.એમ.ડી.સી.ને મળેલી સત્તાની રૂએ ઠરાવ કરીને કોન્ટ્રાક્ટરને ચુકવણું કર્યું છે.
વહીવટી જાણકારોનાં જણાવ્યા અનુસાર જ્યારે કોઈ શાળામાં બાંધકામ કરવાનું થતું હોય ત્યારે શાળાના પ્રિન્સિપાલે અથવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કોન્ટ્રાક્ટરને કામ સબબનો વર્કઓર્ડર આપવો જરૂરી છે, પરંતુ આવી કોઈ પ્રક્રિયા હાથ ન ધરાતાં શૌચાલયનાં બાંધકામનોે વહીવટ શંકાના દાયરામાં આવી ગયો છે.
કામ સબબ કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર આપવો જરૂરી છે, પરંતુ આવી પ્રક્રિયા હાથ ધરાઈ નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો