વાહન આડે કાર નાંખી શખસેે સિટી મામલતદાર પર કર્યો હુમલાનો પ્રયાસ - Sandesh
  • Home
  • Bhavnagar
  • વાહન આડે કાર નાંખી શખસેે સિટી મામલતદાર પર કર્યો હુમલાનો પ્રયાસ

વાહન આડે કાર નાંખી શખસેે સિટી મામલતદાર પર કર્યો હુમલાનો પ્રયાસ

 | 4:24 am IST

ા ભાવનગર ા

સરકારી અધિકારીઓની રેકી કરી ખનીજ માફિયાઓને પળેપળની વિગત પહોંચાડતાં એક શખસે આજે સિટી મામલતદારના સરકારી વાહનની આડે પોતાની કારને અટકાવી તેેેમની સાથે ગરવર્તન કરતાં મામલો ગરમાયો હતો. જો કે, સિટી મામલતદારે પોલીસને જાણ કરતાં પોલીસે ગણતરીના સમયમાં જ શખસની અટકાયત કરી લીધી હતી. જો કે, અધિકારી સાથેના આ બનાવને લઈ ભારે ચકચાર મચી હતી.

બનાવની વિગત એવી છે કે, ભાવનગર સિટી મામલતદાર ધવલ રવૈયા આજે સવારના સુમારે સરકારી વાહનમાં બેસી પોતાના ઘરેથી સિટી મામલતદાર કચેરી જતા હતા. જયાં વિદ્યાનગર- હનુમાનમઢી રોડ ઉપર બી.પી.ટી.આઇ.ની સામે પોતાની ફેર વ્હીલ લઇને ઉભા રહેલાં પૃથ્વીરાજ સરવૈયા નામના શખસે અધિકારીની કારને જોતાં જ પોતાની વેગન આર કારને સરકારી વાહન આડે ઉભી રાખી, એકદમ ગુસ્સામાં ઘસી આવી, અધિકારીને અપશબ્દો કહી, અભદ્ર ભાષામાં ઉંચા અવાજે વાત કરીને તેમના પર હુમલાનો પ્રયાસ કરવાની પેરવીમાં હતો. તેવામાં સ્થિતિને જાણી સિટી મામલતદાર રવૈયાએ નિલમબાગ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ગણતરીના સમયમાં જ તેને ઝડપી તેની વિરૃદ્વ અટકાયતી પગલાં લીધા હતા. આ તકે સિટી મામલતદારે પોલીસને ઉક્ત શખસ વિરૃદ્વ આપેલી અરજીમાં હકિકતમાં જણાવ્યું કે, ઉપરોકત ઇસમ ગેરકાયદે રીતે ખનીજનાં ઉત્ખનન અને વહન કરતાં ખનીજ માફ્ીયાઓને સરકારી અધિકારીની ફ્ેરણીની માહિતી પુરી પાડવાની તથા સરકારી અધિકારી કર્મચારીઓની દૈનિક અવર જવરની રેકી કરી, સરકારી ફ્રજમાં રૃકાવટ કરવાની પેરવી કરતો હોય તેની વિરૃદ્વ કાયદેસરની ઘટિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;