વિશ્વની 38 ટકા સંપત્તિ દુનિયાના 1 ટકા અબજોપતિઓના કબજામાં - Sandesh
  • Home
  • Business
  • વિશ્વની 38 ટકા સંપત્તિ દુનિયાના 1 ટકા અબજોપતિઓના કબજામાં

વિશ્વની 38 ટકા સંપત્તિ દુનિયાના 1 ટકા અબજોપતિઓના કબજામાં

 | 4:47 am IST
  • Share

  • સંપત્તિની અસમાનતા દૂર કરવા ટેેક્સ સિસ્ટમને આધુનિક બનાવવા અનુરોધ

  • મોટી અસમાનતા : 50 ટકાથી વધુ ગરીબો વિશ્વની ફક્ત પાંચ ટકા સંપત્તિ જ ધરાવે છે

  • જેની સંપત્તિ વધારે તેની પાસેથી વધુ ટેક્સ વસૂલ કરો

 

રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે સંપત્તિની અસમાનતા દૂર કરવા સંપત્તિ વેરાની સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર છે. અબજોપતિઓ પાસેથી વૃદ્ધિગત દરે ટેક્સ વસૂલવા તેમાં સૂચન કરાયું છે. જેની સંપત્તિ વધારે તેની પાસેથી વધુ ટેક્સ વસૂલવા અનુરોધ કરાયો છે. વિશ્વનાં અબજોપતિઓ કે જેઓ 1 મિલિયન ડૉલરથી વધુ સંપત્તિ ધરાવે છે તેમની પાસેથી 1 ટકાથી લઈને 3 ટકા ટેક્સ વસૂલ કરીને વૈશ્વિક આવકના 1.6 ટકા રકમ મેળવી શકાય છે.  

એક રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા દર્શાવવામાં આવ્યા છે જે એવો નિર્દેશ કરે છે કે વિશ્વની 38 ટકા સંપત્તિ દુનિયાના 1 ટકા અબજોપતિઓના હાથમાં છે. સંપત્તિની અસમાનતા દૂર કરવા ટેક્સ સિસ્ટમને વધારે આધુનિક બનાવવા અને ધનિકો પાસેથી વધારે ટેક્સ વસૂલ કરવા સૂચવવામાં આવ્યું છે. વિશ્વના 10 ટકા ધનિકો દુનિયાની 60થી 80 સંપત્તિના માલિક છે જ્યારે 50 ટકાથી વધુ ગરીબો વિશ્વની ફક્ત 5 ટકા સંપત્તિ જ ધરાવે છે.

હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા 7મીએ પ્રસિદ્ધ થનારા વર્લ્ડ ઈનઇક્વાલિટી રિપોર્ટ 2022માં આ વિગતો જાહેર કરાઈ છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ 15 ટકાનો લઘુતમ કોર્પોરેટ ટેક્સ ઘણો ઓછો છે. જેનાથી ઈેંમાં 83.3 અબજ યૂરોની, ેંજીમાં 57 અબજ યૂરોની. ચીનમાં 6.1 અબજ યૂરોની અને ભારતમાં 0.5 બિલિયન યૂરોની આવક મેળવી શકાય છે. આથી જે લોકો ખૂબ જ અબજોપતિઓ છે તેમની પાસેથી વધુ સંપત્તિ વેરા વસૂલ કરવો જોઈએ તેમ વર્લ્ડ ઈનઇક્વાલિટી લેબના કો-ડિરેકટર લુકાસ ચાન્સેલે જણાવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો