શું ફેસબુક તેની વિશ્વસનીયતા ખોઈ રહ્યું છે? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • શું ફેસબુક તેની વિશ્વસનીયતા ખોઈ રહ્યું છે?

શું ફેસબુક તેની વિશ્વસનીયતા ખોઈ રહ્યું છે?

 | 1:00 am IST
  • Share

અમેરિકા અને ઝકરબર્ગ આમને સામને : શું ઝકરબર્ગની કંપની ઈરાદાપૂર્વક નફ, ગેરમાન્યતાઓ અથવા પ્રોપેગેન્ડાને વધારે મહત્ત્વ આપી રહી છે ?

યા સપ્તાહે ફ્ેસબુક લગભગ સાતેક કલાક સુધી બંધ રહ્યું અને દુનિયાભરમાં હોહા થઈ ગઈ. ફેસબુકની ર્સિવસ બંધ રહી ત્યાં સુધી ટ્વિટર પર વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને ટાર્ગેટ કરીને અવનવા મીમ્સ અને જોક્સ બન્યાં. તો ફ્ેસબુકની ર્સિવસ શરૃ થઈ પછી લોકો ફેસબુક અને વોટ્સએપ પર મંડી પડયા. આંકડા તો એમ પણ કહી રહ્યા છે કે ફ્ેસબુકની આ રીતે બત્તી ગૂલ થઈ જવાને કારણે અમેરિકામાં ફેસબુકના શેર મોટાપાયે ગગડયા, જેને કારણે કંપનીની સાથોસાથ માર્ક ઝકરબર્ગને અંગત રીતે પણ ઘણું આર્થિક નુકસાન થયું અને દર કલાકે 8700 કરોડ જેટલા પૈસા તેણે ગુમાવ્યા. એટલે વળી ઝકરબર્ગે પૈસા ગુમાવ્યા અને વિશ્વના ધનિકોમાં પાછળના સ્થાને ખસ્યા એટલે એ બાબતને લઈને મિમ્સ બન્યા અને લોકોએ મજા લીધી.  

જોકે આ કંઈ પહેલી વખતનું નહોતું. અગાઉ પણ અનેક વાર ફેસબુક અને તેની વિવિધ સાઈટ્સ બંધ રહી હતી. પાછલી વખત પણ જ્યારે ફેસબુક બંધ થયું હતું ત્યારે લગભગ પોણો કલાક સુધી બધું ઠપ થઈ ગયું હતું અને ફેસબુક કરોડો રૃપિયાનું નુકસાન અને આબરૃ ગુમાવી પડી હતી, પરંતુ આ તો એક ટેક્નિકલ મુદ્દો થયો. ટેક્નિકલ ક્ષતિ કંઈ ફેસબુકના હાથમાં ન હોય, એ તો ઓચિંતા આવી પડે, પરંતુ પાછલા સમયમાં ફેસબુક તેની કેટલીક નીતિઓને કારણે પણ વિવાદોમાં આવતું રહ્યું છે, જેને આધારે અનેક સરવે એવું કહી રહ્યા છે અમેરિકામાં ફેસબુકની લોકપ્રિયતામાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે. આ સરવેમાં એક કારણ પણ જાણવા મળી રહ્યું છે કે કોરોના વેક્સિનેશન બાબતે ફેસબુક ખોટી માહિતી આપી હતી, જેને કારણે લોકો ગેરમાર્ગે દોરાયા હતા. તો એક બોડી ઇમેજનો મુદ્દો પણ ત્યાંના જાગ્રત યુઝર્સમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે, જેને પગલે અમેરિકાના યંગસ્ટર્સ ફેસબુકને ટાટા બાયબાય કરી ઔરહ્યા છે.  

અધૂરામાં પૂરું ફેસબુક ઠપ થયું એના એક દિવસ પહેલાં એટલે કે ગયા રવિવારે ફેસબુક પર કંપનીની જ એક પૂર્વ એક્ઝિક્યુટિવે ગંભીર આક્ષેપો મૂક્યા છે, જે આક્ષેપોને લઈને ફ્ેસબુકની વિશ્વસનીયતા વિશે દુનિયાભરમાં સવાલો ઊઠી રહ્યા છે. બન્યું એમ કે અત્યાર સુધી શોનના નામે પડદાની પાછળ રહીને ફેસબુકની અનીતિઓ વિશે લખતી રહેલી ફેસબુકની પૂર્વ એક્ઝિક્યુટિવ ફ્રાન્સિસ હાઉગન ગયા રવિવારે સત્તાવાર રીતે બહાર આવી છે અને તેણે ધડાકો કર્યો છે કે ફેસબુક લોકોની સુરક્ષા અને તેમની પ્રાઇવસી કરતાં પોતાના નફને વધુ મહત્ત્વ આપે છે. જેને કારણે સામાજિક સમરસતા જોખમમાં મુકાય છે અને લોકો ખોટી માહિતી મેળવી રહ્યા છે.  

ફ્રાન્સિસ હાઉગને તો અમેરિકન સરકારને ત્યાં સુધી ફ્રિયાદ કરી છે કે ફેસબુક સરકારી કામગીરી અને રાજકીય ગતિવિધિઓમાં પણ નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે, જેમાં નૈતિક મૂલ્યોનું હનન થઈ રહ્યું છે, જેથી ફેસબુક પર તાત્કાલિકપણે નિયંત્રણો લાદવામાં આવે અને તેની કેટલીક અનીતિઓ પર પ્રતિબંધ આણવામાં આવે. ફ્રાન્સિસ હાઉગનના આવા આક્ષેપો પછી અમેરિકન સરકાર હરકતમાં આવી ગઈ છે અને સરકારે ફેસબુક પાસે વિવિધ મુદ્દે ખુલાસા માગ્યા છે. સાથે જ ફેસબુકને ટકોર પણ કરી છે કે હાલમાં લોકપ્રિય સોશિયલ નેટર્વિંકગ સાઈટ્સમાં સેલ્ફ્ રેગ્યુલેશન જેવી કોઈ બાબત અસ્તિત્વ ધરાવતી નથી. તેમજ કિશોરવયના યુઝર્સ પર કંપનીની વિવિધ પોલિસીએ નકારાત્મક અસરો પણ ઊભી કરી છે.  

આ રેલો આવ્યા પછી માર્ક ઝકરબર્ગ પણ સક્રિય થયા છે અને તેમણે કંપનીના કર્મચારીઓને એક લેટર લખ્યો છે કે એ આક્ષેપમાં કોઈ તર્ક નથી કે આપણે ઈરાદાપૂર્વક નફને વધુ મહત્ત્વ આપીએ છીએ અને ગેરમાન્યતાઓ અથવા પ્રોપેગેન્ડાને મહત્ત્વ આપીએ છીએ.સાથે જ ઝકરબર્ગે એ બાબતને પણ નકારી દીધી છે કે કંપનીની કન્ટેન્ટ પોલિસીથી કિશોરોના મન પર પણ કોઈ ખરાબ અસર પડતી હોય. જોકે કિશોરવયના યુઝર્સ બાબતનો આક્ષેપ ઝકરબર્ગે પુરાવા સાથે કાયદાકીય રીતે પ્રૂવ કરવો પડશે, કારણ કે ઝકરબર્ગ પાસે આ બાબતે અમેરિકાની સંસદમાંથી જવાબ મગાવાયો છે.  

આમ તો અમેરિકામાં આ પહેલાં પણ ફેસબુક પર અનેક આક્ષેપો થતા રહ્યા છે અને અમુક કિસ્સામાં તો ફેસબુક પર મસમોટા દંડ પણ ફ્ટકારવામાં આવ્યા છે, પરંતુ આ વખતે વાઈટહાઉસ સુધી હોહા એટલે મચી છે કે આ વખતે રાષ્ટ્રીય સુરક્ષાના બાબતે પણ ફેસબુક પર ગંભીર આક્ષેપો થયા છે અને એ આક્ષેપો બીજા કોઈએ નહીં, પરંતુ વર્ષ 2019માં ફેસબુકના સિવિક ઈન્ટિગ્રિટી ગ્રૂપમાં એક્ઝિક્યુટિવ રહી ચૂકેલી કર્મચારીએ કર્યા છે, જે સોય ઝાટકીને કહી રહી છે કે તેણે અનેક બાબતોમાં ફેસબુકને ચેતવ્યું હતું કે આ રીતે ખોટી માહિતી પ્રમોટ કરવી યોગ્ય નથી, પરંતુ ફેસબુક સામાજિક હિંસા અને નફમાં હંમેશાં નફને પસંદ કર્યો છે!  

હાઉગને તો આ સિવાય પણ એક આખું પુસ્તક થાય એટલા ડોક્યુમેન્ટ યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન સમક્ષ રજૂ કર્યું છે, જેમાં ભારતમાં કઈ રીતે ફેસબુક રાજકીય રીતે પ્રભાવિત છે અને અબજો રૃપિયાનો નફે કરે છે એ વિશેની વાતોનો પુરાવા સહિત ઉલ્લેખ કર્યો છે. એટલે હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં જો યોગ્ય રીતે તપાસ થઈ અને જો ફેસબુકઆ બધા આક્ષેપોમાં સંડોવાયેલું હશે તો ફેસબુકનું તો થશે એ થશે, પરંતુ ભારતના રાજકારણમાં પણ મોટો ભૂકંપ આવશે, કારણ કે ફ્રાન્સિસ હાઉગને ડોક્યુમેન્ટમાં રજૂ કરેલી વાતો કંઈ ગુપ્ત રહેવાની નથી. એ વાતો વહેલી-મોડી બહાર આવવાની જ છે. અને જ્યારે એ વાતો બહાર આવશે ત્યારે આપણે ત્યાંય રાજકીય ગરમાગરમી તેની ચરમસીમાએ પહોંચવાની છે એ વાત નક્કી.    

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો