સંસદમાં સૂચિત વિધેયક પાસ થાય તો ગ્રાહકને વીજખરીદીનો વિકલ્પ મળે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સંસદમાં સૂચિત વિધેયક પાસ થાય તો ગ્રાહકને વીજખરીદીનો વિકલ્પ મળે

સંસદમાં સૂચિત વિધેયક પાસ થાય તો ગ્રાહકને વીજખરીદીનો વિકલ્પ મળે

 | 8:16 am IST
  • Share

સંસદના ચોમાસું સત્રમાં કેન્દ્રીય વીજળી ધારામાં સુધારા કરતું વિધેયક આવ્યું છે, એ જો મંજૂર થાય તો વીજવિતરણ વ્યવસ્થામાં લાઇસન્સ રાજ ખતમ થઈ જાય અને ગ્રાહકોને વીજળી ખરીદી માટે પસંદગી મળી રહે. જો કે આવા સુધારાની વાતો છેલ્લા ૧૦ વર્ષથી ચાલે છે, પણ એમાં અત્યાર સુધી કશું થયું નથી.

અત્યારે બોપલ-શીલજમાં વીજળી પૂરી પાડતી ઉત્તરગુજરાત વીજ કંપનીના ધાંધિયાને કારણે સ્થાનિક પ્રજા ત્રાસી ગઈ છે, જો ઉપરોક્ત સુધારા વિધેયક પાસ થાય તો ટોરન્ટ કંપનીની વીજળી ખરીદવાનો વિકલ્પ સ્થાનિક લોકોને ઉપલબ્ધ થાય તેમ છે.

વીજવિતરણ વ્યવસ્થામાં ડીલાઇસન્સિંગ સાથે બીજા પણ કેટલાક ફાયદા આ સૂચિત બિલ મંજૂર થાય તો મળે તેમ છે, જેમ કે વીજવિતરણ કંપનીના ધાંધિયાને કારણે ગ્રાહકોને વળતર મળી રહે. આ સુધારા વિધેયકને કારણે જૂના મીટરને બદલે સ્માર્ટ મીટર લાગી શકે, જેને લીધે પ્રત્યેક કલાકમાં કેટલો વીજ વપરાશ થયો તેની ખબર પડે અને તે આધારે વીજબિલની ચુકવણી થાય. આ સુધારા બિલને કારણે ખેડૂતોને નામે અત્યારે જે વીજ સબસિડી વિતરણ કંપનીને ચૂકવાય છે, તેને બદલે સીધેસીધે ખેડૂત ખાતેદારના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ શકે. અત્યારે એપેલેટ ટ્રિબ્યૂનલ ફોર ઇલેક્ટ્રિસિટી યાને એપટેલમાં સુનાવણી માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે છે, આ સુધારા બિલને કારણે વીજ ઉત્પાદક કંપની, વિતરણ કંપની, વીજ પ્રવાહન કંપનીઓ વચ્ચેના ઝઘડા નીપટાવવા અલગ જ્યુડિશિયલ તંત્રનું નિર્માણ પણ થઈ શકે તેમ છે. જો કે વીજળીતંત્રના ખાનગીકરણ સામે કર્મચારી યુનિયનો વિરોધ કરી રહ્યાં છે, તેથી સુધારાવિધેયક ૧૦ વર્ષથી લટકી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન