સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મેટલ, આઈટીનો દેખાવ શ્રેષ્ઠ રહેશે - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મેટલ, આઈટીનો દેખાવ શ્રેષ્ઠ રહેશે

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મેટલ, આઈટીનો દેખાવ શ્રેષ્ઠ રહેશે

 | 6:57 am IST
  • Share

જોકે પરિણામોની જાહેરાત બાદ શેર્સમાં ખરીદી માટે દોટ ના મૂકતાં. હાલના ભાવે સારા પરિણામો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે 

જોકે પરિણામોની જાહેરાત બાદ શેર્સમાં ખરીદી માટે દોટ ના મૂકતાં. હાલના ભાવે સારા પરિણામો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે 

બીજા ક્વાર્ટર માટેની અર્નિંગ્સ સિઝન શરૂ થઈ ચૂકી છે. પ્રથમ ક્વાર્ટરના અપેક્ષિત પરિણામો બાદ બીજા ક્વાર્ટરમાં કયું ક્ષેત્ર કેવો દેખાવ કરશે તેના પર એક નજર નાખીએ. મારી દૃષ્ટિએ બીજા ક્વાર્ટરમાં મેટલ કંપનીઓ અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન દર્શાવશે. મોટા ભાગની મેટલ કંપનીઓના નફમાં 5થી 6 ગણી વૃદ્ધિ જોવા મળશે. આ સેક્ટરના નફાને કારણે નિફ્ટીના અર્નિંગ્સમાં સૌથી સારો વધારો જોવા મળશે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નિફ્ટીની નફા વૃદ્ધિમાં અડધાથી વધારે નફો મેટલ શેર્સના કારણે જ હશે. જોકે સાથે એ વાત પણ નોંધવી રહી કે મેટલ કંપનીઓના શેર્સ મોટાભાગની નફા વૃદ્ધિને વર્તમાન બજારભાવે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યાં છે. એટલે આગામી દિવસોમાં જ્યારે પણ મેટલ કંપનીઓ પરિણામ જાહેર થાય કરે ત્યારબાદ શેર્સને લેવા માટે દોટ ના મૂકતાં. પરિણામ જો બજારની અપેક્ષા પ્રમાણે આવશે તો પરિણામની જાહેરાત પછી નફા વસૂલી જોવા મળી શકે છે. 

નિફ્ટીની અર્નિંગ્સમાં બીજી મોટી વૃદ્ધિ ૈં્ શેર્સને કારણે મળશે. ઇર્ન્ફ્મેશન ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓના નફા પેહેલેથી ઘણા સારા છે. આ સારા નફા ઉપર બીજા 10થી 15 ટકા જેટલી વૃદ્ધિ જોવા મળશે. જેને કારણે ટેક્નોલોજી ક્ષેત્ર તરફ્થી નફાનું યોગદાન નિફ્ટીના કુલ અર્નિંગ્સમાં વધતું જોવા મળશે. આ સેક્ટરની કંપનીઓના શેર્સ પણ ઊંચી નફા વૃદ્ધિને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યાં છે. એટલે અહીંયાં પણ સારા પરિણામ પછી નફા વસૂલી આવી શકે છે. જોકે કરેક્શન બાદ આઈટી શેર ખરીદવાની સારી તક ઊભી થઈ શકે છે કારણ કે, આ ક્ષેત્રની બધી કંપની પાસે મોટી ઓર્ડરબુક છે. હજુ 2થી 3 વર્ષ સુધી ધીરે-ધીરે આ સેક્ટરમાં દેખાવ સારો રહી શકે છે. 

ત્રીજું સેક્ટર જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સારો દેખાવ કરશે તે છે ફાઇનાન્શિયલ્સ. તેમાં પણ ખાસ કરીને ગ્દમ્હ્લઝ્રનો દેખાવ વધુ સારો જળવાશે. જીસ્ઈ અને રિટેઇલ ગ્રાહકોને લોન વિતરણમાં વૃદ્ધિ મારફ્તે આ ક્ષેત્રે સારી નફા વૃદ્ધિ જોવા મળશે. કોર્પોરેટ બેંકિંગ ક્ષેત્ર હજુ એસએમઈ અને રિટેલ ક્ષેત્રે સારી લોન વૃદ્ધિ દર્શાવી શક્યું નથી એટલે ત્યાં નફા વૃદ્ધિમાં નોંધપાત્ર સુધારાની શક્યતાં નથી. જો કે જે રીતે ઇકોનોમીમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે તેને જોતાં આગામી સમયગાળામાં સારો કોર્પોરેટ ક્રેડિટ ગ્રોથ જોવા મળી શકે છે. બેંકિંગ ક્ષેત્રે ઘટાડે સરકારી બેંક અને ગ્દમ્હ્લઝ્ર શેર્સમાં ખરીદી કરવાની તક છે. આ સેક્ટરમાં પરિણામો જાહેર થયા પછી વેલ્યુએશનની ચકાસણી કરી , સારી ગ્દમ્હ્લઝ્ર અને સરકારી બેંક્સના શેર્સ ખરીદજો. 

નવી અર્નિંગ્સ સિઝનમાં સૌથી ખરાબ દેખાવ ટેલિકોમ સેક્ટરનો રહેશે. મારી ગણતરી પ્રમાણે આ એક જ સેક્ટર છે કે, જે હજી પણ મોટી ખોટ દેખાડશે. આ સેક્ટરમાં હજુ 5ય્ ટેક્નોલોજી માટે ઘણું મોટું રોકાણ કરવાનું છે. એટલે આ સેક્ટરની કંપનીઓ બજારમાંથી નાણાં ઉઘરાવશે. જેની પાછળ શેર કેપિટલમાં હાજુ મોટો વધારો થશે અને જે નવી લોન લેવામાં આવશે તેના વ્યાજના ભારને કારણે આવતા 6 મહિનામાં નફામાં ઊંચો વધારો જોવા મળશે નહીં. જ્યાં સુધી તમામ ટેલિકોમ ઓપરેટર્સ તેમના ર્સિવસ દરોમાં નોંધપાત્ર વધારો નહીં કરે ત્યાં સુધી આ સેક્ટરમાં સારો નફો જોવા નહીં મળે. આ સેક્ટરમાં ઉછાળે શેરોમાંથી રોકાણ ઓછું કરજો. 

સપ્ટેમ્બર અર્નિંગ્સ સિઝન પછી નિફ્ટીમાં સમાવિષ્ટ શેર્સનો સરેરાશ નફો સારો જોવા મળશે. મારી ગણતરી પ્રમાણે બીજા ક્વાર્ટરમાં નિફ્ટી કંપનીઓનો કુલ વેચાણનો આંકડો રૂ. 11 લાખ કરોડ અને પ્રોફ્ટિ આશરે રૂ. 1.3 લાખ કરોડ પર પહોંચશે. એટલે આમ આ વખતે સેલ્સમાં અને નફામાં અંદાજે 25 ટકા જેટલો ઉછાળો જોવા મળશે. નિફ્ટીની ર્વાિષક ઈઁજીના આંકડામાં સારો વધારો જોવા મળશે. મારી અપેક્ષા મુજબ સમગ્ર નાણાં વર્ષ 2021-22માં નિફ્ટીની ઈપીએસ લગભગ રૂ. 730 પર જોવા મળશે. હ્લરૂ22ના આ અર્નિંગ્સ પર અત્યારના બજારભાવ મુજબ નિફ્ટી 24.5ના પીઈ પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. આ નફા ઉપર આવતા વર્ષે બીજો 20 ટકા જેટલો ઉછાળો જોવા મળે તેવી અપેક્ષા છે. બજારમાં વેલ્યુએશન થોડા ઊંચા છે. વૈશ્વિક બજારોમાં કોઈપણ કારણોસર ઘટાડો આવે તો તેની અસર ભારતના બજાર પર પડશે. એટલે અહીંયાંથી દરેક ઉછાળે રોકાણમાં નફો બુક કરી કેશમાં આવો. પછી જયારે બજારમાં કરેશન આવે ત્યારે આ મૂડીનો ઉપયોગ સારા શેર્સની ખરીદીમાં કરીશું. શોર્ટ ટર્મ ટ્રેડર્સ તેમની સિસ્ટમને ફોલો કરો અને તમારી તેજીની પોઝિશનમાં સ્ટોપ લોસ રાખવાનું ચૂકશો નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો