સમગ્ર વિશ્વમાં સૌથી હોશિયાર પક્ષી ન્યૂઝીલેન્ડનો પોપટ કી છે - Sandesh
  • Home
  • Supplements
  • Kids World
  • સમગ્ર વિશ્વમાં સૌથી હોશિયાર પક્ષી ન્યૂઝીલેન્ડનો પોપટ કી છે

સમગ્ર વિશ્વમાં સૌથી હોશિયાર પક્ષી ન્યૂઝીલેન્ડનો પોપટ કી છે

 | 3:00 am IST
  • Share

નૈસર્ગિક પર્યાવરણમાં પ્રાણીઓએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બુદ્ધિશાળી હોવું આવશ્યક છે. જોકે અમુક પ્રાણીઓ આૃર્યજનક રીતે આપણે ધારીએ તેના કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે. તો ચાલો, આજે આપણે પ્રાણીઓની વિકસિત મંત્રમુગ્ધ કરનારી અને લુચ્ચાઈભરી તરકીબોમાં ડોકિયું કરીશું.  

  મીરકટ્સ- ધ પ્રોફેસર્સો 

માનવીઓ સ્કૂલો અને કોલેજમાં શિક્ષણ લે છે. જોકે પ્રાણીઓની દુનિયામાં શિક્ષકોનું નાનકડું જૂથ છે અને મીરકટ્સ હિંસક દુનિયામાં સૌથી ઉત્તમ શિક્ષક છે. મીરકટ્સ જોખમ ઉઠાવવા માટે ઓળખાય છે. આશ્ચર્યની વાત એ છે કે જેનો એક ડંખ પણ માનવીનો જીવ લઈ શકે તે વીંછી મીરકટ્સનો મનગમતો આહાર છે. પુખ્ત મીરકટ્સ ચાર સપ્તાહની ઉંમરથી જ તેમનાં બચ્ચાંને શિકારની કળા શીખવવાનું શરૃ કરે છે અને તેમના પાઠ વિવિધ તબક્કાઓમાં વિભાજિત હોય છે. તેઓ મૂળભૂત બાબતોથી શરૃઆત કરે છે, જેમ કે, મૃત વીંછીથી તેમને કોઈ હાનિ હોતી નથી. આ પછી ધીમેધીમે દરેક પાઠ સાથે વધુ જોખમી મુદ્દાઓને પણ આવરી લેવામાં આવે છે. બચ્ચું ડંખરહિત બનાવેલા જીવંત શિકારને હાથ ધરવામાં નિપુણતા મેળવે તે પછી ધીમેધીમે તેઓ જીવંત ડંખવાળા શિકાર તરફ્ વળે છે. 

  હોશિયાર પક્ષી કી 

સૌથી અતુલનીય બુદ્ધિશાળી ન્યૂઝીલેન્ડનો પોપટ કી છે. જે દુનિયામાં સૌથી હોશિયાર પક્ષી તરીકે ઓળખાય છે. કી ખાદ્ય ક્યાં મળી શકે તેના પર નિર્ણય લીધા પછી શારીરિક અને સામાજિક માહિતીને જોડવાની ક્ષમતા ધરાવે છે. આ કુશળતામાં ક્ષમતાઓનો વૈવિધ્યપૂર્ણ સંચય જરૃર હોય છે, જે પક્ષીઓમાં તમે ધારી નહીં શકો. આ માનવીઓ પત્તાં રમતા હોય તેવું છે, જ્યાં તમે ઉપલબ્ધ પત્તાં વિશે વિચારવા સાથે તમારા હરીફ્ પાસે કયાં પત્તાં હશે તેનો અંદાજ લગાવવા સાથે તેઓ વિચલિત તો નથી કરી રહ્યાને તે જાણવા માટે તેમના ચહેરાના હાવભાવ પણ જુઓ છો તેવું  આ પક્ષીઓમાં પણ જોવા મળે છે. 

 સુંદર સફેદ પાંખના ચુઘ 

સફેદ પાંખના ચુઘ સામાજિક પક્ષી છે, જેઓ ૨૦ની સંખ્યા સુધી ઉત્કૃષ્ટ સામાજિક પરિવારના જૂથમાં રહે છે. નિસર્ગમાં તેઓ સૌથી છેતરામણા કલાકાર છે અને ઓસ્ટ્રેલિયન ઝાડીઓમાં તેમનાં બચ્ચાંને ઉછેરે છે, જે આસાન કામ હોતું નથી. આવી ખૂબી ધરાવતા ચુઘ તેમની જરૃરિયાતમાં મદદરૃપ થઇ શકે એમને પોતાની ટીમમાં જોડવા સતત તલાશમાં રહે છે. તેઓ વિંગ વેવ ટેઈલ વેગ નામે નૃત્ય કરીને આવું કરે છે, જે અન્ય પરિવારના જૂથનાં યુવા પક્ષીઓને તેમની સાથે જોડાવા માટે આર્કિષત કરે છે. વિજ્ઞાાનીઓ અનુસાર એક ચુઘ બચ્ચાને સફ્ળતાથી પોષવા માટે સાત પુખ્ત ચુઘની મહેનત કામે લાગે છે. 

આપણે માનવીઓ પોતાને સૌથી બુદ્ધિશાળી જીવ તરીકે માનીએ છીએ, પરંતુ આપણે જોયું તેમ ઘણા બધાં બુદ્ધિશાળી જનાવરો પશુઓની દુનિયામાં છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો