સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત પોકળ સાબિત થઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત પોકળ સાબિત થઈ

સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત પોકળ સાબિત થઈ

 | 2:45 am IST

સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત પોકળ સાબિત થઈ

સરકારના પરિપત્રનો અમલ થતો નથી ઃ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

। ભરૃચ ।

આયુષ્યમાન અને મા કાર્ડ ધરાવતા કોરોના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર અંગે હોસ્પિટલના કર્તાહર્તા ધરાર ઈન્કાર કરી રહ્યા છે.

જેથી સરકાર દ્વારા કરાયેલ જાહેરાત પોકળ સાબિત થઈ રહી છે. આ અંગે કોંગ્રેસના આગેવાન મગનભાઈ પટેલે ભરૃચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. આવેદનમાં જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલમાં મફતમાં સારવાર થશે તેવી સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાતનો અમલ ખાનગી હોસ્પિટલમાં થઈ રહ્યો નથી.

રાજય સરકારે તા.૧૮-૪-૨૧ ના રોજ આ જાહેરાત કરી હતી અને જણાવ્યુ હતુ કે, આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ ધરાવતા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં પણ મફતમાં કોરોનાની સારવાર થશે. આ બાબતે સરકાર તરફથી ૨૨ દિવસ અગાઉ હાઈકોર્ટમાં એફીડેવીટમાં પણ જણાવ્યુ હતુ કે, આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ ધરાવતા કોરોના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મફતમાં સારવાર મળશે. પરંતુ મળતી માહિતી મુજબ હજી કોઈપણ ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ કે મા કાર્ડ ધરાવતા કોરોના દર્દીઓને સારવાર અપાતી નથી અને સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબનો કોઈ પરિપત્ર કે કોઈ ગાઈડલાઈન ન હોવાથી કોરોના દર્દીઓને ખાનગી હોસ્પિટલના કર્તાહર્તાઓ મફત સારવાર કરતા નથી અને સારવાર અર્થે દાખલ પણ કરતા નથી.

આમ સરકાર તરફથી કોઈ પરિપત્ર કે ગાઈડલાઈન હોય તો તેનો અમલ ભરૃચ જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં કેમ થતો નથી તે તપાસનો વિષય છે.

આયુષ્યમાન કાર્ડ કે માં કાર્ડ ધરાવતા કોરોના દર્દીઓને સારવાર મળી રહે અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર અર્થે થતો મોટો ખર્ચ બચી જાય તે માટે યોગ્ય કરવા આવેદનપત્રમાં કલેકટરને વિનંતી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;