સલાયામાં મજલિસમાં ભીડ એકત્ર કરીને જાહેરનામાનો ભંગ કરાયો - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • સલાયામાં મજલિસમાં ભીડ એકત્ર કરીને જાહેરનામાનો ભંગ કરાયો

સલાયામાં મજલિસમાં ભીડ એકત્ર કરીને જાહેરનામાનો ભંગ કરાયો

 | 2:00 am IST
  • Share

સલાયામાં મખ્દુમશા પીરની દરગાહમાં મહંમદ પયગમ્બરની જન્મજયંતીને પગલે મજલિસ યોજાઇહતી, જેમાં માસ્ક પહેર્યા વિના કે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ભીડ એકત્ર કરવામાં આવતાં આયોજક સામે જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધાવાઇ હતી.
આ અંગે માંડવી પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે તા.૧૪-૧૦-૨૧નાં માંડવી પાસેના સલાયામાં આવેલી મખ્દુમશા પીરની દરગાહમાં ઇસ્લામિક માસ રબ્બી ઉલ અવ્વલ અંતર્ગત મહંમદ પયગમ્બરની જન્મજયંતીને પગલે મજલિસ યોજાઇ હતી.  સુન્ની મુસ્લિમ ભડાલા જમાતના હસન જુસબ માંડવાણી (રહે. શાલિમાર સોસાયટી, કાશી વિશ્વનાથ મંદિર પાસે, મોટા સલાયા, માંડવી) દ્વારા મામલતદાર સમક્ષ અરજી કરાઇ હતી અને મામલતદાર દ્વારા વિવિધ નિયમો અને શરતોને ધ્યાને રાખીને મંજૂરી આપવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો