સીતાફ્ળ બાસુંદી - Sandesh
1.6M
1M
1.7M
APPS

સીતાફ્ળ બાસુંદી

 | 3:00 am IST
  • Share

સામગ્રી : 3 મધ્યમ કદના સીતાફ્ળનો પલ્પ, 11/2 કપ ફ્ુલ ક્રીમ દૂધ, 5-6 ચમચી ખાંડ, 2 ચમચી પલાળેલા ચોખા (3-4 કલાક પલાળી રાખો, મિક્સર જારમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવો), થોડી બદામ-પિસ્તાંની કતરણ, 1/2 ચમચી ઈલાયચી પાઉડર

રીત : જાડા તળિયાંવાળી તપેલીમાં દૂધ ઉકાળો, ગેસ ધીમો રાખો. ચોખાની પેસ્ટ ઉમેરો અને તેને ઉકળવા દો. તપેલીની કિનારે દૂધની મલાઈ ભેગી થાય તેમ તેને હલાવતાં રહો.

જ્યારે દૂધ લગભગ અડધું થઈ જાય અને ઘટ્ટ થાય ત્યારે તેમાં ખાંડ, બદામ અને પિસ્તાંની કતરણ ઉમેરો. ચપટી ઈલાયચી પાઉડર ઉમેરો. સીતાફ્ળનો પલ્પ ઉમેરો. સારી રીતે મિક્સ કરી ગેસ પરથી ઉતારી લો. તેને કેટલાંક વધુ ડ્રાય ફ્રૂટ્સ સાથે ઠંડી કરીને સર્વ કરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો