સીતા : ધ ઈન્કાર્નેશન - Sandesh

સીતા : ધ ઈન્કાર્નેશન

 | 3:00 am IST
  • Share

 હાલ બોલિવૂડમાં રામાયણનાં મુખ્ય પાત્રોને કેન્દ્રમાં રાખીને અનેક મેગા બજેટ ફિલ્મો બનવા જઈ રહી છે. એ બધામાં સૌથી વધુ ચર્ચામાં ફિલ્મ SITA – The Encarnation છે. અલૌકિક દેસાઈ દ્વારા નિર્દેશિત થનાર આ ફિલ્મમાં સીતાના રોલ માટે પદ્મશ્રી અને ચાર વાર નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી કંગના રનૌતનું નામ ફાઈનલ કરી દેવામાં આવ્યું છે. અગાઉ કરીના કપૂરને આ રોલ ઓફર કરાયો હતો પરંતુ તેણે રૂ 12 કરોડની માગણી કરતા પડતી મુકાઈ હતી તે પ્રકારના સમાચારો આવ્યા હતા. પણ હવે કંગનાનું નામ ફાઈનલ થતા જ તમામ પ્રકારની અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. સીતાના રોલ માટે કંગનાને ફાઈનલ કર્યા પછી ડિરેક્ટરે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, સીતા આરંભ. બ્રહ્માંડ એ લોકોની મદદ કરે છે જે વિશ્વાસ સાથે સમર્પણ કરે છે. હવે સ્પષ્ટ છે. એક પવિત્ર ચરિત્રનું સપનું જે કદી નહોતું શોધાયું, તે હવે એક વાસ્તવિકતા છે. હું SITA – The Encarnationમાં કંગનાને બોર્ડ પર લાવવા માટે ઉત્સાહિત છું. આ પવિત્ર યાત્રા આપણી પૌરાણિક કથાઓને જોવાની રીતને બદલી નાખશે.’ આ મેગા બજેટ માયથોલોજિકલ ડ્રામા ફિલ્મમાં રાવણના પાત્ર માટે પદ્માવતમાં અલાઉદ્દીન ખિલજીનો પાવરપેક અભિનય કરનાર રણવીર સિંહનો સંપર્ક કરવામાં આવ્યો છે. નિર્માતાઓની તેની સાથે ચર્ચા ચાલી રહી છે અને અભિનેતાના ફાઈનલ નિર્ણયની રાહ જોવાય છે. સૂત્રોના મતે રણવીર આ રોલને લઈને ખૂબ જ ઉત્સાહી છે. આ ફિલ્મને બાહુબલીની જેમ તૈયાર કરવાનું આયોજન છે અને એના માટે નાણાકોથળી પણ ખોલી દેવામાં આવશે. ફિલ્મનાં સંવાદો અને ગીતો માટે મનોજ મુંતશિર તૈયાર છે. સલોની શર્મા અને અંશિતા દેસાઈ મળીને આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો