સૂર્યનું પરિવર્તન તમને ફાયદો કરાવશે કે નુકસાન? - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • સૂર્યનું પરિવર્તન તમને ફાયદો કરાવશે કે નુકસાન?

સૂર્યનું પરિવર્તન તમને ફાયદો કરાવશે કે નુકસાન?

 | 12:30 am IST
  • Share

તારીખ ૧૭ સપ્ટેમ્બરના રોજ બ્રહ્માંડના રાજા એવા સૂર્યદેવ પોતાની સ્વરાશિ સિંહમાંથી નીકળીને મિત્ર બુધની કન્યા રાશિમાં પ્રવેશ કરે છે અને તારીખ ૧૭ ઓક્ટોબર સુધી તે મિત્રના ઘરમાં જ રહેશે. આ ઉપરાંત તે ૬ સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં જ બિરાજેલા મિત્ર મંગળ દેવ સાથે યુતિ કરશે અને અંગારક યોગનું નિર્માણ કરશે. આ એક મહિના દરમિયાન સૂર્ય-મંગળનું પૃથ્વી તત્ત્વની રાશિમાં ભ્રમણ દરેક રાશિ પર કેવું રહેશે તે વિશે વધુ જાણીએ ઃ

મેષ રાશિ : આ રાશિના જાતકોને સૂર્ય-મંગળનું ભ્રમણ છઠ્ઠા રોગ/ઋણ/શત્રુના સ્થાને થવાથી ખાસ કરીને એસિડિટી કે ગરમીને લગતી કોઈ બીમારી ન થાય તેનું અવશ્ય ધ્યાન રાખવું. અંગારક યોગ આપના રોગસ્થાનમાં બનવાથી આપના શરીરમાં પિત્ત વધારે તેવી કોઈ પણ વાનગી સાવચેતીપૂર્વક આરોગવી. નોકરી ક્ષેત્રે આ જ અંગારક યોગ આપના શત્રુઓને પરાજિત કરશે તથા સરકારી કામોના દરેક વિઘ્નો દૂર કરશે.

વૃષભ રાશિ : આ જાતકોને સૂર્ય-મંગળનો અંગારક યોગ પાંચમા સ્થાનમાં બની રહ્યો છે જે આપનાં સંતાનોને ખૂબ જ મદદકારક સાબિત થાય. વિદ્યાર્થીવર્ગ માટે ઉત્તમ સમય. પ્રેમી-પ્રેમિકાની સાથે વાતનું વતેસર ન થાય તેનું ધ્યાન રાખવું. ન બોલવામાં નવ ગુણસૂત્રનું પાલન કરવું.

મિથુન રાશિ : મિથુનના જાતકો માટે સૂર્ય-મંગળનો અંગારક યોગ ચોથા સ્થાનમાં ભ્રમણ કરે છે જે આપને જમીન-મિલકતનાં રોકાણોમાં ધાર્યો લાભ અપાવે. આ ભ્રમણ આપના હૃદયસ્થાનમાં થતું હોવાથી સ્ટ્રેસ લેવાનું ટાળવું. બ્લડ પ્રેશર ન વધે તેનું ધ્યાન રાખવું. મેડિટેશન કરવાથી લાભ થાય.

કર્ક રાશિ : આપની રાશિથી ત્રીજે પરાક્રમ ભાવમાં બે અગ્રેસિવ ગ્રહોનું ભ્રમણ આપને રિસ્ક લેવા માટે પ્રેરે. ત્યાંથી તેઓ ભાગ્યસ્થાનમાં દૃષ્ટિ કરે છે જે આપના ભાગ્યમાં અવશ્યપણે વૃદ્ધિ કરશે. નવી તકોનું નિર્માણ થાય. વિદેશમાં ભણવા માંગતા વિદ્યાર્થીઓ માટે નવા રસ્તા ખૂલે.

સિંહ રાશિ : સૂર્ય-મંગળ આપની રાશિથી બીજે ભ્રમણ કરે છે જે આપને વાણી પર નિયંત્રણ રાખવાનું સૂચવે છે. આ અંગારક યોગ આપની વાણીને અંગારક ન બનાવે તેનું ધ્યાન રાખવું. આ યોગ આપને કર્મ્ફ્ટ ઝોનની બહાર લાવશે જેનો ઉપયોગ આપ પોતાની કાબેલિયત સાબિત કરવા કરી શકશો.

કન્યા રાશિ : આપના દેહસ્થાનમાં બે અગ્નિતત્ત્વ ગ્રહોની યુતિ આપને જરૃરથી બોલ્ડ, કોન્ફ્ડિન્ટ અને ડિસિઝનમેકર બનાવશે. આ એક મહિના દરમિયાન બની શકે તો યાત્રા ટાળવી. પતિ-પત્નીએ એકબીજા સાથે વાદવિવાદ ન કરવો. શરીરમાં ગરમીનું પ્રમાણ ન વધે તેનું ધ્યાન રાખવું.

તુલા રાશિ : સૂર્ય-મંગળનું બારમે ભ્રમણ આપના ખર્ચાઓ અવશ્ય વધારે. વિદેશગમનની તકો ઊભી કરે. ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ કરતા લોકોને જરૃર લાભ કરાવે. જરૃર વિનાના ખર્ચાઓથી દૂર રહેવું. વોરન બફ્ેટનું સૂત્ર યાદ રાખવુંઃ જો તમે ન જોઈતી વસ્તુઓ ખરીદશો તો જલદીથી તમરી જરૃરી ચીજો વેચવી પડશે.

વૃિૃક રાશિ : વૃિૃકના જાતકોને સૂર્ય-મંગળ અગિયારમા સ્થાનમાં ભ્રમણ કરે છે. આ સ્થાન લાભસ્થાન અથવા ઇચ્છાર્પૂિતનું સ્થાન પણ કહેવાય છે. આ સ્થાનમાં બે શુભ ગ્રહોની યુતિ આપને જરૃર કોઈ નવો લાભ અપાવશે. આપનું સન્માન થાય, કોઈ નવી આવક થાય અથવા કોઈ આર્િથક ફયદો થવાના યોગ બને છે.

ધન રાશિ : સૂર્ય-મંગળ આપના દસમા સ્થાનમાં ભ્રમણ કરે છે જે આપને ચોક્કસપણે કાર્યક્ષેત્રે ઉન્નતિ અપાવશે. દસમા ભાવમાં સૂર્ય દિગ્બળ (ડિરેક્શનલ સ્ટ્રેન્થ) પ્રાપ્ત કરે છે જે અવશ્યપણે આપને નોકરી-વ્યવસાયમાં ખૂબ ફયદો કરાવશે. જો આપ નેતા હોવ તો આપની મહેનત રંગ લાવશે. નવી નોકરી, બઢતી, ઉચ્ચ અભ્યાસના યોગનિર્માણ થઈ રહ્યાં છે.

મકર રાશિ : સૂર્ય-મંગળ આપની રાશિથી નવમે એટલે કે ભાગ્યસ્થાનમાં ભ્રમણ કરવાથી આપને પાંચે આંગળીઓ ઘીમાં હોવાનો અનુભવ થાય. ભાગ્યનો દરેક જગ્યાએ સાથ મળે. સામાજિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થવાથી લાભ. ર્ધાિમક પ્રવૃત્તિઓ તથા યાત્રાથી લાભ.

કુંભ રાશિ : આપની રાશિથી આઠમે આ યોગ આપની જિજ્ઞાાસાવૃત્તિ જગાડે જે નવા રિસર્ચ અથવા નવી શોધ કરવા પ્રેરે. આધ્યાત્મિક લાભના યોગ. સૂર્ય-મંગળ આપના આઠમા સ્થાને અંગારક યોગ બનાવતા હોવાથી આપે આગ સાથે તથા વાહન હંકારતી વખતે સાવચેતી અવશ્ય રાખવી. જૂનો હરસ-મસાનો રોગ ફ્રી ઊથલો ન મારે તેનું ખાસ ધ્યાન રાખવું.

મીન રાશિ : મીન રાશિના જાતકોને સૂર્ય-મંગળનું સાતમા સ્થાનમાં ભ્રમણ પબ્લિક ઇમેજમાં જબરદસ્ત વધારો કરાવે. આપને સામાજિક માન-સન્માન મળે તથા બધે આપનાં વખાણ જરૃર થાય, પરંતુ ઘરમાં જરાક સંયમ રાખવાની જરૃર છે. લાઈફ્ પાર્ટનર સાથે દલીલ ન થાય તેનું ધ્યાન રાખવું.

ખાસ ટીપઃ સંધ્યાકાળે ઊગતા ચંદ્રને અર્ધ્ય આપવાથી અંગારક યોગની નકારાત્મક અસરોમાંથી બચી શકાય.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો