સોના-ચાંદીમાં સુધારાની શક્યતા, કોપરમાં નરમાઇ - Sandesh

સોના-ચાંદીમાં સુધારાની શક્યતા, કોપરમાં નરમાઇ

 | 1:09 am IST
  • Share

સોનું બીજા સપ્તાહે પોઝિટિવ રહી ૧.૧૧ ટકા સુધા સાથે બંધ જોવા મળ્યં હતું. ચાંદીમાં ૦.૯૯ ટકાની મજબૂતી જોવા મળી હતી. ક્રૂડે સતત ચોથા સપ્તાહે ૨.૭૩ ટકાનો મજબૂત સુધારો નોંધાવ્યો હતો. કોપરમાં ૧.૩૭ ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો. જ્યારે નેચરલ ગેસ ૧૧.૧૪ ટકાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો.  

સોનંુઃ એમસીએક્સ ગોલ્ડ ડિસેમ્બર વાયદો રૃ. ૪૬,૫૦૬ પર બંધ આવ્યો હતો. તેણે સાપ્તાહિક ધોરણે રૃ. ૫૧૧નો સુધારો નોંધાવ્યો હતો. કિંમતી ધાતુએ રૃ ૪૬,૬૮૭ની ટોચ જ્યારે રૃ. ૪૫,૫૧૧નું તળિયું દર્શાવ્યું હતું. અમે જણાવ્યું હતું તે મુજબ સોનું રૃ. ૪૫,૫૦૦નો સપોર્ટ લઈને ફ્રી ગયું હતું. જો તે રૃ. ૪૭,૦૦૦ના સ્તરને પાર કરે તો નવી તેજી જોવા મળી શકે. ટ્રેડર્સ રૃ. ૪૫,૫૦૦ના સ્ટોપલોસે ખરીદી કરી શકે છે. જેના ટાર્ગેટ્સ રૃ. ૪૭,૮૦૦ અને રૃ. ૪૮,૪૦૦નો રહેશે.  

ચાંદીઃ એમસીએક્સ ડિસેમ્બર વાયદો રૃ. ૬૦,૫૫૦ પર બંધ આવ્યો હતો. તેણે સપ્તાહ દરમિયાન રૃ. ૫૯૫નો સુધારો દર્શાવ્યો હતો. વાયદાએ રૃ. ૬૧,૧૨૬ની ટોચ અને રૃ. ૫૮,૧૫૦નું તળિયું દર્શાવ્યું હતું. ચાંદીમાં સપ્તાહની શરૃમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે તળિયા પરથી સારંુ બાઉન્સ જોવા મળ્યું હતું અને ચાંદી રૃ. ૬૦ હજાર પર બંધ આપવામાં સફળ રહી હતી. જ્યાં સુધી તે ૬૦ હજાર પર ટ્રેડ થાય ત્યાં સુધી લોંગ જ રહેવું જોઈએ. ટ્રેડર્સ રૃ. ૫૮,૧૦૦ના સ્ટોપલોસ સાથે રૃ. ૬૧,૨૦૦ અને રૃ. ૬૨,૦૦૦ના ટાર્ગેટ્સથી ખરીદી કરી શકે.  

ક્રૂડઃ ઓક્ટોબર વાયદો રૃ. ૫,૬૧૬ પર બંધ આવ્યો હતો. સપ્તાહ દરમિયાન રૃ. ૧૪૯નો સુધારો દર્શાવ્યો હતો. કોમોડિટીએ રૃ. ૫,૬૭૫ની ટોચ અને રૃ. ૫,૪૩૨નું તળિયું દર્શાવ્યું હતું. ક્રૂડમાં રૃ. ૫,૭૪૦નો મોટો અવરોધ છે. જો આ સ્તર પાર થશે તો તેજી આગળ વધી શકે. રિસ્ક ધરાવતાં ટ્રેડર્સે રૃ. ૫,૭૪૦ ઉપર નવી લોંગ પોઝિશન બનાવી શકે. જેના ટાર્ગેટ્સ રૃ. ૫,૮૨૦ અને રૃ. ૫,૮૯૦ના રહેશે. રૃ. ૫,૪૪૦નો એસએલ રાખવાનો રહેશે. 

કોપરઃ ઓક્ટોબર વાયદો રૃ. ૭૦૮.૩૫ પર બંધ આવ્યો હતો. તેણે રૃ. ૯.૮૫નો ઘટાડો નોંધાવ્યો હતો. કોપરે રૃ. ૭૨૪.૨૦ ટોચ અને રૃ. ૬૯૧.૪૦ તળિયું દર્શાવ્યું હતું. છેલ્લાં ઘણા સપ્તાહથી કોન્સોલિડેશન દર્શાવી રહ્યું છે. જ્યાં સુધી તે રૃ. ૭૪૫ ઉપર બંધ ના દર્શાવે ત્યાં સુધી બ્રેકઆઉટની શક્યતા ઓછી છે. નીચેની બાજુ રૃ. ૬૭૨નો મહત્ત્વનો સપોર્ટ છે. ટ્રેડર્સે ટ્રેડથી દૂર રહેવું.  

નેચરલ ગેસઃ કોમોડિટીમાં ઓક્ટોબર વાયદો રૃ. ૪૧૯.૧૦ સ્તરે બંધ રહ્યો હતો. તેણે રૃ. ૪૨નો તીવ્ર સુધારો દર્શાવ્યો હતો. નેચરલ ગેસમાં રૃ. ૪૬૭.૮૦ની ટોચ અને રૃ. ૩૮૦નું તળિયું જોવા મળ્યું હતું. અમારા કહ્યાં મુજબ રૃ. ૪૧૫ પર બાયની સલાહ હતી. જેના ટાર્ગેટ્સ હાંસલ થયાં છે. કોમોડિટીમાં તેજી આગળ વધુ શકે છે. જોકે ઊંચી વોલેટિલિટીને જોતાં રૃ. ૩૮૦ના ચુસ્ત સ્ટોપલોસનું પાલન કરી લોંગ રહી શકે છે. ટ્રેડર્સે ખરીદી માટે ઘટાડાની રાહ જોવી જોઈએ. ટાર્ગેટ્સ રૃ. ૪૩૨ અને રૃ. ૪૪૦ના રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો