સોના-ચાંદી કોમોડિટીઝમાં સાર્વત્રિક તેજીનો માહોલ - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • સોના-ચાંદી કોમોડિટીઝમાં સાર્વત્રિક તેજીનો માહોલ

સોના-ચાંદી કોમોડિટીઝમાં સાર્વત્રિક તેજીનો માહોલ

 | 7:08 am IST
  • Share

સોનું સતત ત્રણ સપ્તાહથી સુધારો દર્શાવી રહ્યું છે. ગયા સપ્તાહે તેણે 1.14નો સુધારો દર્શાવ્યો હતો. ચાંદીમાં પણ 2.7 ટકાની નોંધપાત્ર મજબૂતી જોવા મળી રહી હતી. ક્રૂડે 5.8 ટકાનો તીવ્ર સુધારો નોંધાવ્યો હતો. જ્યારે કોપરમાં 2.89 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. નેચરલ ગેસમાં પણ 0.72 ટકાની તેજી જોવા મળી હતી. 

સોનંુ: એમસીએક્સ ગોલ્ડ ડિસેમ્બર વાયદો રૂ. 47,037 પર બંધ આવ્યો હતો. તેણે સાપ્તાહિક ધોરણે રૂ. 531નો સુધારો નોંધાવ્યો હતો. કિંમતી ધાતુએ રૂ. 47,370ની ટોચ જ્યારે રૂ. 46,341નું તળિયું દર્શાવ્યું હતું. ગોલ્ડ અમે કહ્યાં મુજબ ત્રણ સપ્તાહથી તેજીના ટ્રેન્ડમાં જોવા મળે છે. તેણે રૂ. 47,000ને પાર કરવામાં સફળતા મેળવી છે. જો તે રૂ. 47,400 ઉપર ટ્રેડ થાય તો નવી લોંગ પોઝિશન લેવી જોઈએ. જેના ટાર્ગેટ્સ રૂ. 47,900 અને રૂ. 48,500ના રહેશે. રૂ. 46,300ના ચુસ્ત સ્ટોપલોસનું પાલન કરવાનું રહેશે.  

ચાંદીઃ એમસીએક્સ ડિસેમ્બર વાયદો રૂ. 61,801 પર બંધ આવ્યો હતો. તેણે સપ્તાહ દરમિયાન રૂ. 1,251નો સુધારો દર્શાવ્યો હતો. વાયદાએ રૂ. 62,708ની ટોચ અને રૂ. 60,070નું તળિયું દર્શાવ્યું હતું. ચાંદીએ સપ્તાહ દરમિયાન રૂ. 60 હજાર નીચે ટ્રેડ નહીં થઈને મજબૂત અન્ડરટોન દર્શાવ્યો હતો. જો તે રૂ. 62,700 પર ટ્રેડ થાય તો નવી લોંગ પોઝિશન લઈ શકાય. જેના ટાર્ગેટ્સ રૂ. 63,500 અને રૂ. 64,200ના રહેશે. જ્યારે રૂ. 60 હજારનો સ્ટોપલોસ જાળવવાનો રહેશે.  

ક્રૂડઃ ઓક્ટોબર વાયદો રૂ. 5,941 પર બંધ આવ્યો હતો. સપ્તાહ દરમિયાન રૂ. 325નો તીવ્ર સુધારો દર્શાવ્યો હતો. કોમોડિટીએ રૂ. 6,013ની ટોચ અને રૂ. 5,601નું તળિયું દર્શાવ્યું હતું. જો ક્રૂડ રૂ. 6,015ની ઉપર ટકે તો ક્રૂડમાં નવી લોંગ પોઝિશન પણ બનાવી શકાય છે. જેનું ટાર્ગેટ રૂ. 6,100 અને રૂ. 6,200નું રહેશે. કોમોડિટી હવે એક વોલેટાઈલ ઝોનમાં પ્રવેશ કરી શકે છે. જેનાથી બચવા ટ્રેડર્સે રૂ. 5,800ના ચુસ્ત સ્ટોપલોસનું પાલન પણ કરવાનું રહેશે.  

કોપરઃ ઓક્ટોબર વાયદો રૂ. 728.85 પર બંધ આવ્યો હતો. તેણે રૂ. 20.50નો સુધારો નોંધાવ્યો હતો. કોપરે રૂ. 731.90 ટોચ અને રૂ. 701.10નું તળિયું દર્શાવ્યું હતું. કોપરે પણ રૂ. 701નું તળિયું દર્શાવ્યું હતું. જોકે તે રૂ. 700ની નીચે સરક્યું નહોતું. જો કોપર હવે રૂ. 732 પર ટ્રેડ કરે તો નવી લોંગ પોઝિશન બનાવી શકાય. જેના ટાર્ગેટ્સ રૂ. 738 અને રૂ. 745ના રહેશે. રૂ. 714ના ચુસ્ત સ્ટોપલોસનું પાલન કરવાનું રહેશે.  

નેચરલ ગેસઃ કોમોડિટીમાં ઓક્ટોબર વાયદો રૂ. 422.10ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે રૂ. 3નો સાધારણ સુધારો દર્શાવ્યો હતો. નેચરલ ગેસમાં રૂ. 485 ટોચ અને રૂ. 403.50નું તળિયું જોવા મળ્યું હતું. અમે કહ્યાં મુજબ કોમોડિટીમાં તમામ ટાર્ગેટ હાંસલ થયાં છે. ગયા સપ્તાહે નેચરલ ગેસમાં ટોચના ભાવથી મોટું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. જેને જોતાં ઊંચી વોલેટાલિટીની શક્યતા છે. જો નેચરલ ગેસ રૂ. 400ના સ્તર નીચે ટ્રેડ થાય તો રૂ. 392 અને રૂ. 382 સુધીના સ્તરો જોવા મળી શકે છે. ટ્રેડર્સ રૂ. 400ના સ્તર નીચે શોર્ટ પોઝિશન લઈ શકે છે. જે સ્થિતિમાં રૂ. 425નો સ્ટોપલોસ જાળવવાનો રહેશે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો