The people of Spain made the taste of Zocoletada fun!
  • Home
  • Supplements
  • Kids World
  • સ્પેનના લોકોએ ઝોકોલેટાડાનો સ્વાદ મજેદાર બનાવ્યો!

સ્પેનના લોકોએ ઝોકોલેટાડાનો સ્વાદ મજેદાર બનાવ્યો!

 | 1:00 am IST
  • Share

આપણે ગયા અઠવાડિયે જોયું કે પાંચસો વર્ષ સુધી ચોકલેટ એઝટેક લોકોનું ઝોકોટ્લ માત્ર એમની પાસે જ હતું. અન્ય કોઈને ખબર પણ નહોતી, કારણ કે એ જમાનામાં લોકો એક શહેરથી બીજા શહેર ભાગ્યે જ જતા હતા

ગયા અઠવાડિયે આપણે અમદાવાદ-ગાંધીનગરના ઉદાહરણથી સમજ્યા કે વસતી વધતી ગઈ તેમ તેમ બંને શહેર 40 વર્ષમાં એકબીજાની અડોઅડ આવી ગયાં છે. વચ્ચેનો વેરાન વગડો અને ખેતરો હવે નથી રહ્યાં. જો 40 વર્ષમાં આટલો તફવત હોય, તો વિચાર કરો, 3900 વર્ષ પહેલાં ગામ અને શહેર કેટલાં દૂર દૂર હશે. જ્યારે આખી દુનિયાના માણસોની કુલ વસતી આજના આપણા ગુજરાત-મહારાષ્ટ્રના સરવાળા જેટલી જ હતી!  

એવું બનતું કે એક જગ્યાએ વિશાળ શહેર ધમધમતુું હોય તેની બાજુવાળા શહેરને ખબર પણ ન હોય, કારણ કે બાજુવાળું શહેર દોઢેક હજાર કિલોમીટર દૂર હોય અને વચ્ચે વેરાન વગડો તથા જંગલો હોય!  

આવી સ્થિતિના કારણે એ જમાનામાં એક રાજ્યના લોકો બીજા રાજ્ય સુધી કદી જતા જ નહોતા. ત્યારે કોઈ વાહનો નહોતાં. જ્યાં જવું હોય ત્યાં પગપાળા જ જવું પડતુંં. એવામાં હજાર-દોઢ હજાર કિલોમીટર દૂર સુધી જવાનું સાહસ કોણ કરે. ત્યારે ઘોડેસવારીની શરૂઆત થઈ હતી, પરંતુ મહેનત ઓછી કરવા માટે જ ઘોડો વપરાતો હતો. 3400 વર્ષ પહેલાં સાહસિક લોકોનાં ટોળાં ઘોડા પર દૂર દૂર સુધીના વિસ્તાર ખૂંદવા લાગ્યા. એમ કરતાં આજના સ્પેનના આવા સાહસિક લોકો પહેલી વખત એઝટેક સામ્રાજ્ય સુધી પહોંચ્યા. તેમણે જોયું કે મયા અને એઝટેક લોકો એક જાતના બીજને ખૂબ કીમતી માને છે. તેમણે પૂછયું, આ શું વસ્તુ છે? તો મયા લોકોએ કહ્યું, આ દેવતાઓનો ખોરાક છે.  

મયા લોકો તેને દેવતાઓનો ખોરાક માનતા એટલે દિવ્ય લોકો જ તેનું પીણું પી શકતા હતા. મયા લોકો પ્રકૃતિના કોપથી ડરતા એટલે પ્રકૃતિને ખુશ કરવા વખતોવખત માનવ બલિદાન આપતા રહેતા. જેને બલિ બનાવવાનો હોય એને પણ પવિત્ર બનાવવા કાકાઓનું પીણું પિવડાવવામાં આવતું.  

સ્પેનિશ લોકો ખૂબ ખુશ કરીને, ખૂબ માલમતા આપીને મયા લોકોની જેમ કાકાઓનાં થોડાં બીજ પોતાની સાથે લઈ ગયા. પછી સ્પેનમાં કાકાઓ વૃક્ષ ઉગાડયાં. અહીં તેમણે કાકાઓનાં બીજ પર નવા પ્રયોગ કર્યા. બીજને આથો ચઢાવ્યો. પછી શેક્યાં અને પછી દળીને તેની રબડી બનાવી. પછી તેને પાણીમાં નાંખીને મધ, વેનિલા, તજ વગેરે બીજા પવિત્ર પદાર્થો નાંખીને ઉકાળ્યા. આ પીણું એઝટેક લોકોના ઝોકોટ્લથી સાવ જુદું હતું. તેનું નામ પણ નવું હતું. નામ હતું, ઝોકોલેટાડા! તેમાં ગળપણ અને સોડમ ઉમેરેલાં હતાં. તેનો સ્વાદ અદ્ભુત બની ગયો હતો. એમ કહી શકાય કે સ્પેન ચોકલેટ બનવાની દિશામાં આગળ વધી રહ્યું હતું. હજી તેને ચોકલેટ તરીકે કોઈ ઓળખતું નહોતું.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો