સ્મૃતિ મંધાનાએ વિશ્વકક્ષાએે ક્રિકેટપ્રેમીઓનાં દિલ જીત્યાં - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • સ્મૃતિ મંધાનાએ વિશ્વકક્ષાએે ક્રિકેટપ્રેમીઓનાં દિલ જીત્યાં

સ્મૃતિ મંધાનાએ વિશ્વકક્ષાએે ક્રિકેટપ્રેમીઓનાં દિલ જીત્યાં

 | 3:00 am IST
  • Share

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં બેસ્ટ પ્લેયર તરીકે સ્થાન જમાવનાર સ્મૃતિ મંધાના આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારીને સ્મૃતિએ ઇતિહાસ રચ્યો છે. ટેસ્ટ મેચમાં સદી કરનારી તે પહેલી ભારતીય મહિલા ક્રિકેટર છે. સ્મૃતિ મંધાનાએ મેળવેલી આ સફળતા પછી તે દેશના દિગ્ગજ ખેલાડીઓના લિસ્ટમાં અંકિત થઇ ગઇ છે.  

મહિલા ક્રિકેટ ટીમને એક ઊંચાઇએ લઇ જનાર સ્મૃતિ આજે ક્રિકેટપ્રેમીઓનાં દિલમાં ભલે રાજ કરતી હોય પરંતુ તે નાની હતી ત્યારે ક્રિકેટના ક્ષેત્રમાં કરિયર બનાવવાનું ક્યારેય વિચાર્યું નહોતું. ભાઇ શ્રવણ મંધાના મહારાષ્ટ્રમાં અંડર 15 ટીમમાં રમતો હતો. ક્રિકેટમાં ભાઈની લગન અને તેને મળી રહેલી ઓળખને જોઇને સ્મૃતિ મંધાનાને ક્રિકેટ પ્રત્યે આકર્ષણ જાગ્યું. તેણે ક્રિકેટમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. ભાઇ પહેલેથી ક્રિકેટમાં હતો અને પિતા ડિસ્ટ્રિક્ટ લેવલે ક્રિકેટ રમી ચૂક્યા હતા તેથી તેને ખાસ મુશ્કેલી ન પડી. ભાઇએ અને પરિવારના સભ્યોએ ભેગા મળીને સ્મૃતિનું મનોબળ વધાર્યું અને તેને કરિયરમાં આગળ વધવા પ્રોત્સાહિત કરી.  

દોડવું હોય અને ઢાળ મળે પછી શું જોઈએ. ફક્ત 11 વર્ષની ઉંમરે સ્મૃતિનું અંડર 19 ટીમમાં સિલેક્શન થઇ ગયું. પોતાના શાનદાર પ્રદર્શન માટે તે ચર્ચામાં આવી. એ દરમિયાન સ્મૃતિએ ગુજરાતની સામે 150 બોલમાં 224 રન કર્યાં. આ મેચ પછી વન ડેમાં ડબલ સેન્ચ્યુરી બનાવનાર પહેલી મહિલા ખેલાડી બની ગઇ. 2016માં સ્મૃતિ મંધાના ઇન્ડિયાના રેડ તરફથી વુમન ચેલેન્જર ટ્રોફી જબરદસ્ત રમી અને ત્રણ અર્ધશતક બનાવ્યા.  

મુંબઇમાં 1996માં જન્મેલી સ્મૃતિ નેશનલ લેવલે ધમાકેદાર એન્ટ્રી કરીને અટકી ન ગઇ તે 2013માં આંતરરાષ્ટ્રીય લેવલે બાંગ્લાદેશની સામે વન ડે રમી. 2014માં ઈંગ્લેન્ડ સામે અને 2017માં સ્મૃતિ ફરી ઇંગ્લેન્ડ સામે મેદાનમાં ઊતરી અને 90 રન બનાવ્યા. મંધાનાની જોરદાર બેટિંગથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વિશ્વકપ ફાઇનલ સુધી પહોંચી ગઈ હતી. 

 જમણા હાથથી બેટિંગ કરવામાં મહારથ હાંસલ કરનાર સ્મૃતિ ભણવામાં જેટલી હોશિયાર હતી એટલું જ કાઠું તેણે ક્રિકેટમાં કાઢયું. તેણે નવ વર્ષની ઉંમરથી રમવાનું શરૂ કર્યું અને ત્રણેય ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એક ઊંચાઈ સુધી પહોંચાડનાર સ્મૃતિ હજુ સિંગલ છે, તે દસ વર્ષની હતી ત્યારથી રિતિક રોશન તેનો ક્રશ છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો