સ્વપ્નમાં અજગર દેખાય તો વિદેશયાત્રા થાય - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • સ્વપ્નમાં અજગર દેખાય તો વિદેશયાત્રા થાય

સ્વપ્નમાં અજગર દેખાય તો વિદેશયાત્રા થાય

 | 12:30 am IST
  • Share

જ્યારે ફરવા કે ધંધા-રોજગાર અર્થે યાત્રા પર જવાનું હોય તેના આગળના દિવસે બરાબર ઊંઘ પણ નથી આવતી, પરંતુ ઘણીવાર અમુક પ્રકારનાં સ્વપ્નો જોવા મળે તો યાત્રા પર ન જવાનું હોય તો પણ યાત્રા કરવી પડે છે. કેટલાંક યાત્રાસૂચક સ્વપ્નો આ પ્રમાણે છે. 

સ્વપ્નમાં પોતાને સ્નાન કરતાં જોવાથી યાત્રા પર જવાનો સંયોગ બને છે.

સ્વપ્નમાં પોતાને એકલા ઊભેલા જોવાથી અનાયાસે લાંબી યાત્રાનો યોગ બને છે.

સ્વપ્નમાં પોતાને ફરતાં-ટહેલતાં જોવાથી લાંબી યાત્રા કરવી પડી શકે છે.

પોતાને કોઈ ખેલકૂદમાં ભાગ લેતા જોવું અને ભાગ્યોન્નતિનો સૂચક છે.

કોઈ ખેલકૂદમાં ભાગ લેતા જોવું એ વિદેશયાત્રાના યોગની શક્યતા છે. 

સ્વપ્નમાં રોટલી ફેંકવી અથવા રોટલી જોવી એ પરદેશયાત્રાનો સૂચક છે. 

સ્વપ્નમાં અજગર જોવા મળે તો તે વિદેશયાત્રા અથવા પદોન્નતિનો સંકેત કરે છે. 

પક્ષીઓને દાણા નાખવા, તેમને ચણ ચણતાં જોવાં એ શુભ-સ્વપ્ન છે. તેના ફળસ્વરૃપે વિદેશયાત્રા અથવા વ્યાપારમાં લાભ સૂચવે છે. 

કોઈપણ પક્ષીની પાંખ જોવી તે લાંબી યાત્રાનો સંકેત છે. 

વીંછી દ્વારા પગમાં ડંખ મારવાનું દૃશ્ય યાત્રાએ જતાં રોકવાને મજબૂર કરે છે. 

સ્વપ્નમાં પોતાને આવેદન કરતા જોવું એ લાંબી યાત્રાનો સૂચક યોગ છે. 

સ્વપ્નમાં ઉજ્જડ સ્થાન જોવું તે કોઈ શહેરની યાત્રાનો સંકેત છે. 

સ્વપ્નમાં અપરિણીત કન્યાને ચુંદડી ઓઢતાં જોવી તે યાત્રા પર જવાનો શુભ સંકેત છે. 

તોપને ચાલતી જોવી એ લાંબી યાત્રા પર જવાનું સ્વપ્નફળ છે. 

સ્વપ્નમાં કોઈ પણ રૃપમાં ધોતિયું જોવું એ યાત્રાનું સૂચક છે. 

સ્વપ્નમાં નદી, નહેર, તળાવ, વાવ જોવાં એ તીર્થયાત્રા પર જવાનો સંકેત છે. 

પૂરમાં પડી જતાં મકાનો, લોકોને ડૂબતાં જોવા, અવાજ કરતાં જોવા-સાંભળવા સ્થાનાંતર અને લાંબી યાત્રાના યોગના સૂચક છે. 

જો કોઈ વ્યાપારી પોતાના સ્વપ્નમાં ઘડિયાળ જુએ તો તેને કોઈ કારણસર યાત્રાએ જવાનો પ્રસંગ અવશ્ય ઉપસ્થિત થાય છે. 

સ્વપ્નમાં પગપાળા યાત્રા જોવી તે વાસ્તવિક યાત્રામાં અનેક સંકટોનો સામનો કરવાનો સૂચક સંકેત છે. 

યાત્રા દરમિયાન સ્વપ્નમાં કોઈ શેકેલી રોટલી જોવા મળે તો તેની યાત્રા સુખ-સંપન્ન અને સરળતાપૂર્વક સમાપ્ત થશે. 

યાત્રા દરમિયાન યાત્રિક પોતાને કવિતાનો પાઠ કરતાં જુએ તો તે ખુશીપૂર્વક યાત્રા સંપૂર્ણ કરશે. 

યાત્રાની પહેલાં સ્વપ્નમાં જે પણ કોઈ વરસાદ થવાનું દૃશ્ય જોશે તે સ્વપ્નાનુસાર પોતાની યાત્રા સફળતાપૂર્વક પૂરી કરશે. 

સ્વપ્નમાં એડી જોવી, તેને મસળવી એ કોઈ પર્યટન સ્થળની યાત્રાનો સંયોગ સૂચવે છે. 

સ્વપ્નમાં ભોજન કરવાથી લાઈનમાં પોતાને બેઠેલા જોવું એ શબયાત્રામાં જવાનો સૂચક છે. 

સ્વપ્નાવસ્થામાં છાપરું જોવું એ યાત્રા પર જતી વખતે કોઈ નિર્જન સ્થાનમાંથી પસાર થવાનો સંકેત છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો