સ્વિયાતેક - સ્વિટોલિનાના અભિયાનનો અંત, મેજર અપસેટ સર્જાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • સ્વિયાતેક – સ્વિટોલિનાના અભિયાનનો અંત, મેજર અપસેટ સર્જાયા

સ્વિયાતેક – સ્વિટોલિનાના અભિયાનનો અંત, મેજર અપસેટ સર્જાયા

 | 4:59 am IST
  • Share

શેલ્બી રોજર્સ લૈલા ફર્નાન્ડિઝને તથા ઓસ્ટાપેન્કોએ સ્વિયાતેકને હરાવી

ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન ઇગા સ્વિયાતેક સહિત કેટલાક ટોચના ખેલાડીઓએ અપસેટનો શિકાર બનીને બીએનપી પારિબાસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. બીજી ક્રમાંકિત સ્વિયાતેકને 24મી ક્રમાંકિત જેલેના ઓસ્ટાપેન્કોએ 6-4, 6-3થી પરાજય આપ્યો હતો. એક દિવસ પહેલાં મંગળવારે ટોચની ક્રમાંકિત કેરોલિના પ્લિસકોવા પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.અમેરિકાની જેસિકા પેગુલાએ પાંચમી ક્રમાંકિત ઇલિના સ્વિટોલિનાને 6-1, 6-1થી હરાવીને પ્રથમ વખત ઇન્ડિયન વેલ્સ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. યુએસ ઓપન રનર્સ-અપ લૈલા ફર્નાન્ડિઝ સામે શેલ્બી રોજર્સે પ્રથમ સેટ હાર્યા બાદ 2-6, 6-1, 7-6 (4)થી વિજય મેળવ્યો હતો.

મેન્સ સિંગલ્સમાં અમેરિકાના ટેલર ફિત્ઝે પાંચમા ક્રમાંકિત માતિયો બેરેટેનીને 6-4,6-3થી, કારેન ખાચાનોવે 12માં ક્રમાંકિત પાબ્લો કારેનો બૂસ્ટાને કોઈ પણ મુશ્કેલી વિના 6-0, 6-4થી હરાવ્યો હતો. છઠ્ઠા ક્રમાંકિત કાસ્પર રુડે કેટલાક કપરા સમયનો સામનો કર્યા બાદ લોઇડ હેરિસ સામે 6-7 (4), 6-4, 6-4થી વિજય હાંસલ કર્યો હતો. યાનિસ સિનરને અમેરિકાના જોન ઇસનરે ટૂર્નામેન્ટ પડતી મૂકતા વોકઓવર મળ્યો હતો. વિમેન્સ સિંગલ્સમાં એન્જલિક કેબરે ટોમ્લોજાનોવિચને 6-4, 6-1થી, વિક્ટોરિયા અઝારેન્કોએ સાસનોવિચને 6-3, 6-4થી હરાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો