હળવા વિમાનથી મહિલા પાઇલોટે ભુજથી મુંબઈની ભરી ઉડાન - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • હળવા વિમાનથી મહિલા પાઇલોટે ભુજથી મુંબઈની ભરી ઉડાન

હળવા વિમાનથી મહિલા પાઇલોટે ભુજથી મુંબઈની ભરી ઉડાન

 | 2:00 am IST
  • Share

ભુજનું એરપોર્ટ ૧૫મી ઓક્ટોબરે એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યંુ હતંુ. એટલાન્ટિક અને પેસેફ્કિ મહાસાગરોને લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટથી પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઇલોટ આરોહી પંડિતે આજે ભુજથી મુંબઇ માટેની ઉડાન ભરી હતી. આજના દિવસે જ ભારતમાં ડોમેસ્ટિક એરક્રાફ્ટના જનક જેઆરડી ટાટાએ કરાંચીથી મુંબઇ માટેની પહેલી ઉડાન ભરી હતી.
૧૯૩૨ એટલે કે ૮૯ વર્ષ પહેલાં ભારતમાં પ્રથમ ડોમેસ્ટિક એરક્રાફ્ટની ઉડાન જહાંગીર રતનજી દાદાભોય તાતા (જેઆરડી તાતા) એ કરાંચીથી ભરી હતી. જેનંુ પુનરાવર્તન ૧૫મી ઓક્ટોબરે લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટથી એટલાન્ટિક અને પેસેફ્કિ મહાસાગર પાર કરનારી આરોહી પંડિતે કયંર્ુ હતું.
ટાટા ગ્રૂપે તાજેતરમાં જ એર ઇન્ડિયા પાછી હસ્તગત કરી છે, ત્યારે જમશેદજી ટાટાના આ સાહસને માણવા માટે જ આરોહી પંડિતે આ દિવસ પસંદ કર્યો હતો.
ટાટા ગ્રૂપના વડા સ્વ. જેઆરડી ટાટાને શ્રાદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ સાથે આરોહીએ આ સાહસી ઉડાન ભરી હતી.
ગુરુવારે ભુજ એરપોર્ટથી ઉડાન ભરી આરોહી અમદાવાદ અને ત્યાર બાદ જુહુ એરપોર્ટ પર પહોંચશે કોઇ નેવીગેશન વગર આરોહી આ સાહસી ઉડાન ભરી છે, જેને લઇને મહિલા પાઇલોટ ભારે રોમાંચક હતી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો