હવાલાકાંડમાં સલાઉદ્દીન શેખ અને મૌલાના ઉમર ગૌતમની કસ્ટડી આજે SITને સોંપાશે - Sandesh
  • Home
  • Newspaper
  • હવાલાકાંડમાં સલાઉદ્દીન શેખ અને મૌલાના ઉમર ગૌતમની કસ્ટડી આજે SITને સોંપાશે

હવાલાકાંડમાં સલાઉદ્દીન શેખ અને મૌલાના ઉમર ગૌતમની કસ્ટડી આજે SITને સોંપાશે

 | 3:54 am IST

 

યુપી પોલીસની ટીમ બંને આરોપીને લઈ વડોદરા આવવા રવાના

 

સલાઉદ્દીને કરોડો રૂપિયાનું વિદેશી ફંડ ધર્માંર્તરણ તથા અન્ય ગેરકાનૂની કામો માટે ડાઇવર્ટ કર્યું હતું

ા વડોદરા ા  

દેશના જુદા – જુદા રાજયોમાં ધર્માંતરણ પ્રવૃત્તીને વેગ આપવા, ઝ્રછછ અને ગ્દઇઝ્રનો વિરોધ કરવા, તોફાનમાં પકડાયેલા તોફાની તત્વાને છોડાવવા તથા મસ્જિદો બનાવવા કરોડો રૂપિયાના વિદેશી ફંડને વડોદરાથી ડાયવર્ર્ટ કરવાના આતંરાજ્ય હવાલા રેકેટમાં સંડોવાયેલા આરોપી સલાઉદ્દીન શેખ તથા મૌલાના ઉમર ગૌતમને લઈ યુપી પોલીસ બંદોબસ્ત હેઠળ વડોદરા આવવા નીકળી ગઈ છે. આવતીકાલે શનિવારે યુપી પોલીસ વડોદરા એસઆઈટીને બંને આરોપીઓનો કબજો સોંપશે, તેમ જાણવા મળ્યું છે.  

યુપીમાં મુકબધીર બાળકોનું ધર્માતરણ કરવાના રેકેટનો યુપી એટીએસએ ત્રણ મહિના પહેલા પર્દાફાશ કરી મૌલાના ઉમર ગૌતમ, મુફ્કિ કાઝી જહાંગીર કાસમી સહિતના કટ્ટરપંથીઓની ધરપકડ કરી હતી. એટીએસની તપાસમાં યુપી ઉપરાંત જુદા – જુદા રાજ્યોમાં ધર્મ પરિવર્તનની ગેરકાયદે પ્રવૃતિને વેગ આપવા વડોદરામાં આફમી ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવતો સલાઉદ્દીન શેખ કરોડો રૂપિયાનું ફંડીગ આપે છે, તેવી હકિકત સપાટી પર આવી હતી. જે બાદ યુપી એટીએસ દ્વારા સલાઉદ્દીન (રહે,કૃષ્ણદીપ એપાર્ટમેન્ટ, ફતેગંજ)ની ધરપકડ કરાઈ હતી.  

ત્યારબાદ વડોદરા એસઓજીએ હવાલાકાંડની તપાસ શરૂ કરી હતી. જેમાં મુસ્લિમ મેડિકલ સેન્ટર અને આફમી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સલાઉદ્દીને કરોડો રૂપિયાનું વિદેશી ફંડ મેળવી તેને હવાલાથી મૌલાના ઉમર ગૌતમ સહિતના કટ્ટરપંથીઓને ટ્રાન્સફર કર્યું હોવાની વિગતો બહાર આવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચે સલાઉદ્દીન શેખ, ધર્માતરણનું રેકેટ ચલાવતાં યુપીના મૌલાના ઉમર ગૌતમ સહિતના મળતિયાઓ વિરુદ્વ ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ કરવા પોલીસ કમિશનરે જીૈં્ની રચના કરી હતી, પરંતુ મુખ્ય આરોપી મૌલાના ઉમર અને સલાઉદ્દીન શેખ યુપી પોલીસની કસ્ટડીમાં હતા. જીૈં્ દ્વારા તેમનો ટ્રાન્સફર વૉરંટથી કબજો મેળવવા ત્રણ વાર પ્રયાસ કરાયા હતા. હવે, એસઆઈટીના ટ્રાન્સફર વૉરંટને યુપીની કોર્ટે મંજૂર કરી બંને આરોપી મૌલાના ઉમર અને સલાઉદ્દીન શેખને પોલીસ બંદોબસ્ત હેઠળ વડોદરા પોલીસને હેન્ડ ઓવર કરવાનો હુકમ કર્યો હતો. જેથી યુપી પોલીસની ટીમ બંને આરોપીને લઈ વડોદરા આવવા નીકળી ગઈ છે. આવતીકાલે સલાઉદ્દીન અને મૌલાના ઉમરનો કબજો હવાલાકાંડની તપાસ કરી રહેલા વડોદરા એસઆઈટીને સોંપશે, તેમ જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, એસઆઈટીએ અગાઉ સલાઉદ્દીનના રાઈટ હેન્ડ મોહંમદ હુસેન ગુલામરસુલ મન્સુરી (રહે, શ્યામવાલા કોમ્પલેક્સ, પાણીગેટ)ની ધરપકડ કરી હતી.  

હ્લઝ્રઇછ એકાઉન્ટમાં આવેલા ૧૯ કરોડ રૂપિયા બાબતે તપાસ  

અમેરિકા, યુ.કે., ઓસ્ટ્રેલિયા અને દુબઈ ખાતેની ૧૪ સંસ્થાઓ મારફતે આફમી ચેરીટેબલ ટ્રસ્ટના સલાઉદ્દીન શેખએ હ્લઝ્રઇછ એકાઉન્ટમાં ૧૯ કરોડ રૂપિયા મેળવ્યા હોવાની હકિકત પણ જીૈં્ની તપાસમાં બહાર આવી હતી. જેમાં અમેરિકાના અંકુર શાહ અને મિનાતી શાહે પણ રૂ. ૧૫,૧૦૨નું ફંડ સલાઉદ્દીનની સંસ્થાને આપ્યું હતું. સૌથી વધુ ફંડ અમેરિકાના ગુજરાતી મુસ્લિમ એસો. દ્વારા રૂ. ૭.૪૩ કરોડ આપવામાં આવ્યું હતું. આ ફંડ કોના દ્વારા અને કેવી રીતે મેળવ્યું હતું? તે વિશે પણ સલાઉદ્દીનની પુછપરછ કરાશે.

ઝાકીર નાઈક તથા બિલાલ ફિલીપ સાથે મૌલાના ઉમરના કનેક્શનની તપાસ કરાશે

ધર્માતરણ રેકેટ પાછળના કથિત માસ્ટરમાઈન્ડ બિલાલ ફિલીપ સાથે આરોપી ઉમર ગૌતમ નિકટના સબંધો ધરાવે છે. બિલાલ અને ઉમર ગૌતમ વચ્ચે મુલાકાત પણ થઈ હોવાનું કહેવાય છે. કઝાખસ્તાનમાં એક સંમેલન થયું હતું, તેમાં ઉમર પણ ગયો હતો. આ સંમેલનમાં બિલાલ પણ હાજર હતો. જેથી જીૈં્ દ્વારા મૌલાના ઉમર ગૌતમની ઝાકીર નાઈક તથા બિલાલ ફિલીપ સાથેના કનેક્શનની પણ તપાસ કરવામાં આવશે. નોંધનીય છે કે, ઝાકીર નાઈકના કટ્ટરપંથી સંગઠનો સાથે સબંધ છે અને છેલ્લા ઘણાં વર્ષથી તે ભારતમાંથી ભાગી મલેશિયામાં સ્થાયી થઈ ગયો છે.  

સીમી સાથે સંકળાયેલા ઈમરાન, સાદાબ, આસિફ અને અલ્તાફની પૂછપરછ થશે

એસઆઈટીએ સલાઉદ્દીન શેખ, હેલ્પીગ હેન્ડ સંસ્થાના સેક્રેટરી શાહનવાઝ પઠાણ તથા મોહંમદ મન્સુરીનું અગાઉ સીમી સાથે સંકળાયેલા કટ્ટરપંથીઓ સાથેનું કનેક્શન બહાર આવ્યું હતું. આ અંગે એસઆઈટીના અધિકારી ડી.એસ.ચૌહાણે જણાવ્યું હતું કે, ઈમરાન મોહંમદ ઘીવાલા, સાદાબ પાનવાલા, આસિફ બોડાવલા અને અલ્તાફ હુસેન મન્સુરી સીમી સાથે સંકળાયેલા હતા. આ ચારેયની સાથે સલાઉદ્દીન, મોહંમદ મન્સુરી અને શાહનવાઝ શા માટે સંપર્કમાં હતા? તેની તપાસ કરીને પુછપરછ પણ કરવામાં આવશે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;