હવે, ગ્રામ પંચાયતોમાં બાયો મેટ્રિક હાજરી સિસ્ટમ લગાવાશે - Sandesh
  • Home
  • Newspaper
  • હવે, ગ્રામ પંચાયતોમાં બાયો મેટ્રિક હાજરી સિસ્ટમ લગાવાશે

હવે, ગ્રામ પંચાયતોમાં બાયો મેટ્રિક હાજરી સિસ્ટમ લગાવાશે

 | 3:54 am IST

 

વડોદરા ઃ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં તલાટીઓ ગેરહાજર રહેવાની સતત ફરિયાદો ઉઠતી હતી. જેના પગલે ગ્રામ્ય વિસ્તારના અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતી. ત્યારે અરજદારોને મુશ્કેલી ન પડે અને તલાટીઓ સમયસર હાજર રહે તે માટે સરકાર દ્વારા અગત્યનો નિર્ણય લેવાયો છે. જે હેઠળ હવે, ગ્રામ પંચાયતોમાં બાયોમેટ્રીક હાજરી સિસ્ટમ લગાવવા નિર્ણય લેવાયો છે. જેથી તલાટીઓએ બાયોમેટ્રિક હાજરી પૂરવાની હોય પંચાયતમાં ફ્રજિયાત પણે હાજર રહેવુ પડશે.   રાજ્યભરમાં એક તરફ ગ્રામ પંચાયતોમાં તલાટીઓની કેટલીય જગ્યાઓ ખાલી પડી છે. બીજી તરફ તલાટીઓ કામના ભારણના બહાના ધરી પંચાયતોમાં હાજર રહેતા નથી. જેના કારણે લોકોના રોજીંદા કામો કરાવવા માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. હવે જયારે નવી સરકારે ગાંધીનગરમાં સત્તાના સુકાન સંભાળ્યા છે ત્યારે પંચાયત વિભાગને મોટાભાગે અરજદારોએ એવી ફ્રિયાદો કરી છેકે, તલાટીઓ પંચાયતોમાં હાજર રહેતાં જ નથી.

તલાટીઓની સતત ગેરહાજરીની ફ્રિયાદોને આધારે પંચાયત વિભાગે ગુલ્લેબાજ તલાટીઓ સામે લાલ આંખ કરી છે. ગ્રામ પંચાયતોમાં હવે બાયો મેટ્રિક સિસ્ટમ લાગુ કરવા પંચાયત વિભાગ નક્કી કર્યુ છે. તલાટીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફ્રજિયાત કરવામાં આવનાર છે.  

ઉલ્લેખનીય છેકે, થોડાક વખત અગાઉ પણ બાયોમેટ્રિક હાજરી સિસ્ટમના મુદ્દે રાજ્યભરના તલાટીઓએ સરકાર સામે બાંયો ચડાવી વિરોધ નોંધાવ્યો હતો. જેથી સરકારને પીછેહટ કરવાની ફરજ પડી હતી. નવી સરકારે બાયો મેટ્રિક સિસ્ટમ લગાવી તલાટીઓ પંચાયતમાં ફ્રજિયાત હાજર રહે તે માટે આયોજન કર્યુ છે. આ ઉપરાંત ગેરહાજર રહેતાં તલાટીઓ માટે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ નક્કી કર્યુ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;