હાંસોટમાં રમઝાન માસમાં જ પાંચ દિવસથી પાણીની મોંકાણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • હાંસોટમાં રમઝાન માસમાં જ પાંચ દિવસથી પાણીની મોંકાણ

હાંસોટમાં રમઝાન માસમાં જ પાંચ દિવસથી પાણીની મોંકાણ

 | 2:45 am IST

ગ્રામપંચાયત પર ગ્રામજનોનો હલ્લો

છાશવારે મોટર બગડી જતા મુશ્કેલી સર્જાય છે

। હાંસોટ ।

હાંસોટ માં છેલ્લા પાંચ દિવસથી પાણી નો ફેર્સ એકદમ ઓછો આવતા મુસ્લિમો ના પવિત્ર તહેવાર ઈદ ટાંણે જ મુસ્લિમો ને ભારે તકલીફ્ નો સામનો કરવો પડી રહ્યો છે. હાંસોટ ખાતે આવેલ પાણી નો કુવો કે જેમાં ક્યારેય પાણી ખૂટતું જ નથી પણ મોટર છાસવારે બગડી જતાં ગ્રામજનો ને ભારે તકલીફ્ પડી રહી છે

આ અંગે તલાટી કમ મંત્રી ની સાથે ટેલીફેનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે મારા ફ્ળીયા માં જ પાણી નથી આવતુ અને મારા ફ્ળીયા વાળા જ ટોળુ લઈ આ અંગે ફ્રિયાદ કરવા આવ્યા હતા. તેઓએ વઘુમાં જણાવ્યુ હતું કે આજે મોટર રીપેર કરવા માટે બોલાવવામાં આવ્યા છે. જો મોટર રીપેર થઈ જશે તો સાંજ સુઘી માં પાણી પુરા ફેર્સ થી મળવાનું શરૃ થઈ જશે. પણ જો નહીં થાય તો આવતી કાલે મુસ્લિમો ના પવિત્ર તહેવાર ના ટાંકણે જ મોંકાણ ઉભી થશે.

પંચાયત ના સદસ્યો તથા સરપંચ પાંચ દિવસ થવા છતાં અને મુસ્લિમો નો રમઝાન માસ ચાલતો હોવા છતાં મોટર રીપેરીંગ માટે કોની રાહ જોતા હતા તેવી લોકચર્ચા નગર માં સંભળાય રહી છે. હાલ તો સત્વરે મોટર રીપેરીંગ થઈ જાય તે ઈચ્છનીય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;