હા, મને બોડી ડિસમોર્ફિઆ છે મેગન ફોક્ષ - Sandesh

હા, મને બોડી ડિસમોર્ફિઆ છે મેગન ફોક્ષ

 | 3:00 am IST
  • Share

 મેગન ફોક્ષે તેના બોયફ્રેન્ડ મિકેન કેલી સાથે બ્રિટિશ મેગેઝિનને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, આ ઇન્ટરવ્યૂમાં તેણે પોતાને લઈને મોટો ખુલાસો કર્યો હતો. આ કપલ ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યું છે. મેગને તાજેતરમાં જ જણાવ્યું હતું કે મને બોડી ડિસમોર્ફિઆ છે. હા, હું તેનાથી પીડાઉં છંુ. મને આ રોગ ઘણાં સમયથી છે. એવું નથી કે તે રોગ મારી ઉપર હાવી થઇ ગયો હોય, હું આ રોગ માટે ટ્રીટમેન્ટ લઇ રહી છું, પણ હા, હું તેના સિમટમ્સમાંથી પસાર થાઉં છું, તેનાથી મને અસર તો થાય જ છે, કારણ કે બોડી ડિસમોર્ફિઆમાં સમસ્યા એ હોય છે કે પેશન્ટને પોતાના દેખાવ બાબતે, પોતાની બોડી બાબતે સતત અભાવ વર્તાયા કરે છે. બીજાની બોડી ખૂબ સરસ છે, બીજા દેખાવે ખૂબ જ સુંદર લાગે છે, તેની દરેક વસ્તુ સારી છે, તેનું જીવન પણ સરળ હશે આવા અનેક વિચારો મનમાં ભમ્યા કરે, અને આ વિચારો તમને સ્ટ્રેસ આપે છે. આવા સમયે જો તેની સારવાર કરવામાં ન આવે તો તે મારી ઉપર હાવી થઇ શકે છે. હું તેને હાવી થવા દેવા નથી માંગતી. મારે આ બીમારીથી પીછો છોડાવવો છે, પણ હું નથી જાણતી કે તે ક્યારે થશે. અલબત્ત, હું નસીબદાર છું કે મારો પાર્ટનર મને ખૂબ સપોર્ટ કરી રહ્યો છે, કદાચ હું અત્યારે સંબંધમાં ન હોત તો હું સાવ તૂટી ગઇ હોત. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો