હિમયુગમાં મેમથ હાથીના સર્વનાશનું કારણ શું હતું? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • હિમયુગમાં મેમથ હાથીના સર્વનાશનું કારણ શું હતું?

હિમયુગમાં મેમથ હાથીના સર્વનાશનું કારણ શું હતું?

 | 5:00 am IST
  • Share

આર્કટિકમાં બરફ ઓગળવાથી ઝરણાં, કાદવ અને જંગલો મેદાની વિસ્તારોમાં ફરી વળ્યાં  પછી મેમથનું શું થયું?

મથ હાથીના અસ્તિત્વને લઈને આપણે અનેક  આશ્ચર્યજનક વાતો સાંભળતા આવ્યા છીએ. હોલિવૂડની અનેક ફિલ્મોમાં પણ તેના વિશે અજીબોગરીબ બાબતો બતાવવામાં આવે છે. જોકે, તેઓ કેવી રીતે વિલુપ્ત થયા તેને લઈને કોઈ સ્પષ્ટ કારણ મળતું નથી ત્યારે વિખ્યાત નેચર મેગેઝિનમાં પ્રકાશિત એક સંશોધનમાં સામે આવ્યું છે કે વાતાવરણમાં ફેરફારો થવાનું કારણ મેમથ હાથીના સામૂહિક સર્વનાશનું કારણ બન્યું હતું. આજથી અંદાજે 25 હજાર વર્ષ પહેલાં પૃથ્વી પરથી અમુક એવા જીવો ખતમ થવા માંડયા હતા જેમને વાતાવરણમાં ફેરફારનો કોઈ અણસાર પણ નહોતો અને એ બીજું કોઈ નહીં, પરંતુ હાલના આપણા હાથીઓના દાદાપરદાદા જેવા મેમથ હતા. સંશોધનમાં સામે આવ્યું છે કે મેમથની સાથે વાળવાળા ગેંડા પણ મરી ગયા જે ઈબેરિયાથી પૂર્વ સાઈબેરિયા અને બેરિંગ સ્ટ્રેટ અલાસ્કાથી કેનેડા સુધી ફેલાયેલા હતા

હાલમાં વૈજ્ઞાનિકોએ પ્રાચીન જીવો અને છોડના ડીએનએ પર સંશોધન કર્યું છે. આ ડીએનએ તેમણે આર્કટિકની માટીમાંથી મેળવ્યું હતું અને તે અંદાજે 50 હજાર વર્ષ જૂનું છે. તેના પરથી ખતમ થઈ ગયેલી ઈકોસિસ્ટમનો ખ્યાલ આવે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના બાયોજિયો વૈજ્ઞાનિક માર્ક માકિયાસફૉરિયાનું કહેવું છે કે ડીએનએમાંથી આપણે પ્રાચીન જીવજંતુઓ વિશે અનેક જાણકારીઓ મેળવી શકીએ છીએ. હિમયુગમાં ક્યા અને કેવા પ્રકારના જીવો માર્યા ગયા, તેમની પ્રજાતિઓ કેવી રીતે ખતમ થઈ તેના વિશે આમાંથી ઘણું જાણવા મળી શકે છે. વૈજ્ઞાનિકોએ આ ડીએનએ ડેટા સાથે એ સમયના હવામાનનું કમ્પ્યૂટર મૉડેલ બનાવ્યું હતું. એ પછી વિવિધ જીવોને એ સમયના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા. સાથે માણસના પૂર્વજોને પણ પૃથ્વી પર માર્ક કરવામાં આવ્યા. એ પછી જ્યારે તેમાં ક્લાઈમેટ ચેન્જનું ફેક્ટર ઉમેરવામાં આવ્યું તો જોવા મળ્યું કે માણસ ધીરેધીરે ઉત્તર તરફ આગળ વધતો ગયો. જેથી પ્રાણીઓ અને છોડની પ્રજાતિઓ નષ્ટ થતી ગઈ. જે પ્રજાતિઓ માણસ સાથે તાલમેલ ન સાધી શકી તે પણ ધીમેધીમે ખતમ થવા માંડી. આર્કટિક આસપાસની લીલોતરી પણ ક્લાઈમેટ ચેન્જના કારણે ગાયબ થઈ ગઈ. કેમ્બ્રિજ યુનિવર્સિટીના પૅલિયોઈકોલોજિસ્ટ યૂચેંગ વાંગના મતે, એ સમયે જ્યારે વાતાવરણ ગરમ થઈ રહ્યું હતું ત્યારે અનેક વિસ્તારોમાં હરિયાળી સ્વયંને બદલી રહી હતી. ઉદાહરણ તરીકે, ઉત્તર એટલાન્ટિકમાં સમુદ્રી છોડ ઝડપથી વધી રહ્યાં હતાં.

વૈજ્ઞાનિકોએ જ્યારે આર્કટિકના જીવોના ડીએનએની તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે તેમાં મેમથ હાથીના ડીએનએ ગુમ હતા. મતલબ તેઓ નષ્ટ થઈ ગયા હતા અથવા તો એ વિસ્તારથી દૂર ચાલ્યા ગયા હતા. એ સમયે બરફ ઓગળવાને કારણે અનેક ઝરણાં, કાદવ અને જંગલો ઝડપથી આગળ વધીને મેદાની વિસ્તારો પર કબજો જમાવી રહ્યાં હતાં. જેના કારણે મેમથ જેવા મોટા શાકાહારી પ્રાણીને ખોરાક અને રહેઠાણ મળી રહ્યાં નહોતાં અને છેલ્લે તેઓ લુપ્ત થઈ ગયા. અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે મેમથ ક્લાઇમેટ ચેન્જને કારણે નહીં, પરંતુ વધારે શિકાર થવાને કારણે લુપ્ત થઈ ગયા હતા. તેમનો તર્ક એવો હતો કે હિમયુગમાં માણસ ટોળામાં મેમથનો શિકાર કરતો હતો, તેમના માંસને શેકીને ખાતો હતો, તેમના ચામડાનો કપડાં અને ગરમ બેડ તરીકે ઉપયોગ કરતો હતો. આૃર્યની વાત એ છે કે વૈજ્ઞાનિકોએ જમા કરેલા ડીએનએમાં માણસના ડીએનએ સામેલ નથી. મેમથ અંદાજે 4000 વર્ષ પહેલાં સુધી જીવતા હતા. એ પછી તેઓ ધરતી પર કદી જોવા મળ્યા નથી, પરંતુ સંશોધનમાં એવું કહેવાયું છે કે માણસના પૂર્વજો મેમથ સાથે રહેતા હતા. તેઓ જરૂર પડયે તેમનો શિકાર પણ કરતા હતા અને ક્યારેક મેમથના હુમલામાં તેઓ પણ મોતને ભેટતા હતા, પરંતુ માણસે કાયમ તેમનો શિકાર નહોતો કર્યો. હજારો વર્ષો સુધી બંને એકબીજાને નુકસાન પહોંચાડયાં વિના સાથે રહ્યાં હતાં અને એ દોસ્તી આજેય ચાલુ છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો