હીરો પહેરતાં પહેલાં આટલું ચકાસવાનું ન ભૂલતા! - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • હીરો પહેરતાં પહેલાં આટલું ચકાસવાનું ન ભૂલતા!

હીરો પહેરતાં પહેલાં આટલું ચકાસવાનું ન ભૂલતા!

 | 12:30 am IST
  • Share

તારીખ ૧૫મી મેથી ૧૪મી જૂન સુધી જન્મેલી વ્યક્તિ હીરો પહેરે તો ઔલાભદાયી બને છે. જેમનો જન્મ કોઈ પણ મહિનાની ૬, ૧૫, ૨૪ તારીખે થયો હોય તેમનો હીરો ભાગ્યરત્ન તરીકે ખૂબ જ શુભ ફળ આપે છે

પતિ-પત્ની વચ્ચેના વિચાર-મતભેદ ઘટાડવા, શત્રુઓ પર પ્રભાવ વધારવા, ભૂતપ્રેતની બાધા અટકાવવા કે સમૃદ્ધિ મેળવવા શુક્ર રત્ન હીરો પહેરવો.

શુક્ર અતિ તેજસ્વી અને મહત્ત્વપૂર્ણ છે. દુનિયાના તમામ સૌંદર્યના ભોક્તા તરીકે શુક્ર ગ્રહની ઓળખ આપી શકાય. શુક્ર એ દાનવોના ગુરુ છે. શુક્ર ગ્રહ આસુરી સંપત્તિનો કારક હોઈ અનેક યુક્તિપ્રયુક્તિઓ કરવાની તેને આવડત છે. દુનિયાનાં સર્વ સુખો, સૌંદર્ય, કલ્પનાશક્તિ વગેરે શુક્રને લીધે મળે છે. ઉદારતા, પ્રેમ, રમૂજ જેવા ગુણો પણ શુક્ર ધરાવે છે. સ્ત્રી-પુરુષને કુદરતી આકર્ષણ પણ શુક્ર થકી નિર્માણ થાય છે.

પોતાની તેજસ્વિતાને કારણે શુક્ર વશીકરણ, આકર્ષણ, સંમોહન નિર્માણ કરી શકે છે. જે વ્યક્તિમાં વિલાસવૃત્તિ, એશઆરામની પસંદગી હોય તે શુક્ર ગ્રહના પ્રભાવ હેઠળ આવે છે. શુક્ર ગ્રહ શુભ છે, પરંતુ ગુરુ જેટલો સાત્ત્વિક નથી. તે પૃથ્વીની ખૂબ જ પાસે છે તેથી તેના શુભાશુભ ગુણોનો પ્રભાવ બીજા ગ્રહો કરતાં વધુ તીવ્રતાથી માનવજીવન પર થાય છે.

શુક્ર ગ્રહના રત્ન હીરાને અંગ્રેજીમાં ડાયમંડ કહેવાય છે. તે સૌથી કીમતી અને ચમકદાર રત્ન છે. રાસાયણિક રીતે હીરો કાર્બનનું સ્ફટિક રૃપ છે. બજારમાં ઓરિજિનલ ડાયમંડ સેન્ટ પ્રમાણે વેચાય છે. હીરાનાં ઉપરત્નોમાં હરકીમર, મોન્જોનાઈટ, જરકન તથા અમેરિકન ડાયમંડનો સમાવેશ થાય છે. હીરાની વીંટી પહેરો તો માણેક, મોતી, પરવાળુની વીંટી પહેરશો નહીં.

હીરો કોણ પહેરી શકે?      

વૃષભ લગ્ન માટે શુક્ર લગ્નેશ છે. લાંબું આયુષ્ય, જીવનરક્ષા, સ્વાસ્થ્ય, ધનસંપત્તિ માટે આ જાતકોએ હીરો ધારણ કરવો અને કાયમ પહેરવાથી જાહોજલાલીની પ્રાપ્તિમાં સહાયક બને છે.

તારીખ ૧૫મી મેથી ૧૪મી જૂન સુધી જન્મેલી વ્યક્તિ હીરો પહેરે તો લાભદાયી બને છે. જેમનો જન્મ કોઈ પણ મહિનાની ૬, ૧૫, ૨૪ તારીખે થયો હોય તેમનો હીરો ભાગ્યરત્ન તરીકે ખૂબ જ શુભ ફળ આપે છે.

જેમની કુંડળીમાં શુક્ર કન્યા રાશિમાં હોય, અસ્તનો હોય કે પાપગ્રહ સાથે હોય તેમણે હીરો ધારણ કરવો.

શુભ ભાવનો અધિપતિ શુક્ર છઠ્ઠે કે આઠમે હોય તો હીરો પહેરી શકાય.

એજન્ટ-સેલ્સમેને પોતાનું વ્યક્તિત્વ સુધારવા અનામિકા (ત્રીજી) આંગળીમાં હીરો પહેરવો.

હીરો પહેરવાથી આકર્ષણ શક્તિમાં તથા કામક્રીડામાં વૃદ્ધિ થાય છે. કામક્રીડામાં અસંતોષ હોય તો દંપતીએ હીરો પહેરવાનું રત્નશાસ્ત્રમાં સૂચન છે.

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ ઘરમાં, ફેક્ટરીમાં અથવા દુકાનમાં અગ્નિ ખૂણામાં દોષ હોય તો હીરો પહેરવો જોઈએ. આ દિશાના દોષને દૂર કરવાથી ભાગ્યોદય થાય છે.

હીરો પહેરવાની વિધિ

હીરાને અનામિકા આંગળીમાં સોનામાં અથવા પ્લેટિનમમાં એટલે કે સફેદ ગોલ્ડમાં ધારણ કરવાથી ઝડપથી ફળ મળવા લાગે છે.

જન્માક્ષર બતાવી યોગ્ય સેન્ટ નક્કી કરીને હીરો ખરીદવો જોઈએ. ૨૭ સેન્ટથી વધારે હોય તે સારું.  

ઁ શું શુક્રાય નમઃ અથવા ઁ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ મંત્રના ૧૬,૦૦૦ની સંખ્યામાં જાપ કરવા. કળિયુગમાં ૬૪,૦૦૦ જાપ કરવાનું કહેવાયું છે. રોજ સવારે વહેલા ઊઠીને જાપ કરવો.

શુક્રવારના દિવસે સવારે સૂર્યોદયના એક કલાકમાં રત્ન (વીંટી) પહેરી લેવું.

અન્ય ઉપાયો  

શુક્રનું દાન આપવું. સોનું, ચાંદી, ચોખા, સફેદ ફૂલ યોગ્ય બ્રાહ્મણને દાન આપવું.

શુક્રવારના દિવસે ચાર કિલો બટાકા શિવમંદિરમાં આપવા. ૧૫ શુક્રવાર શક્ય હોય તો એકટાણું કરવું અને ભોજનમાં પહેલાં ભાતમાં ઘી અને ખાંડ નાખીને જમવું. પછી બીજી વસ્તુઓ ખાવી. ખીર પણ ખાઈ શકાય.

પતિ-પત્નીએ સાથે બેસી દર શુક્રવારે શ્રીસૂક્તમ્ અને લક્ષ્મીનો સૂક્તમ્નો પાઠ જરૃર કરવો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો