૨૧ માસમાં ૨૧ લાખ કોરોના ટેસ્ટ - Sandesh
 • Home
 • Jamnagar
 • ૨૧ માસમાં ૨૧ લાખ કોરોના ટેસ્ટ

૨૧ માસમાં ૨૧ લાખ કોરોના ટેસ્ટ

 | 11:59 am IST
 • Share

 • રાજકોટ શહેર-જિલ્લામાં રોજના એકાદ-બે કેસ છતા સાવચેતીરૂપે દરરોજ ૩ હજારથી વધું ટેસ્ટ થાય છે
 • રાજકોટમાં ૧૪.૨૩ લાખ કોરોના ટેસ્ટ-છેલ્લા ૧ માસમા કોરોનાના માત્ર ૧૧ કેસ
 • રાજકોટઃ એક સમયે જ્યા કોરોનાના ટેસ્ટ માટે કતારો લાગતી હતી, એ રાજકોટમાં હવે સપ્તાહમાં એકાદ-બે કેસ આવી રહયા છે આમ છતાં દરરોજ શહેરમાં સરેરાશ ર હજાર જ્યારે જિલ્લામાં ૧૫૦૦ ટેસ્ટ થઈ રહયા છે. રાજકોટમાં છેલ્લા ૧ માસમા કોરોનાના ૧૧ કેસ નોંધાયા, અત્યાર સુધીમાં ર૧ મહિનામાં શહેરમાં ૧૪,૨૩,૦૬૧ કોરોના ટેસ્ટ થયા છે જ્યારે જિલ્લામાં કોરોના ટેસ્ટનો આંક ૬,૯૭,૩૩૩ ઉપર પહોંચ્યો છે. થર્ડ વેવની ભીતિને જોતા રસીકરણની સાથે ટેસ્ટીંગ પણ સાવચેતીપૂર્વક ચાલે છે, કોરોના ટેસ્ટનો આંક ર૧ લાખને પાર થયો છે ત્યારે કોરોનાના કુલ કેસ રાજકોટમાં ૪૨,૮૨૯ અને જિલ્લામાં ૧૪,૯૨૨ થયા છે.
  રાજકોટ શહેરમા મનપા દ્વારા ટેસ્ટની કામગીરી ચાલે છે અને તેમાં મનપાના આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી પ્રેક્ટીશનરોને તાવ, શરદીના લક્ષણો ધરાવતા દરેક દર્દીની વિગતો મોકલવા જણાવાયું છે અને આ લિસ્ટને આધારે શંકા પડતા દર્દીના ટેસ્ટ થાય છે. આ ઉપરાંત સરકારી કે ખાનગી બસમા આવતા મુસાફરો, ટ્રેનથી આવતા મુસાફરોના પણ ટેમ્પરેચર વધુ જણાય તો ટેસ્ટ કરવામા આવી રહ્યાનું આરોગ્ય સુત્રોએ જણાવ્યું હતું.
  રાજકોટ સિટીમાં મનપા દ્વારા દરરોજ ૨૫૦૦થી ૩૫ ૦૦ ટેસ્ટ કરવામા આવી રહ્યા છે તો જિલ્લામાં ૧૦૦૦થી ૧૫૦૦ ટેસ્ટ થાય છે. આ માટે નેટવર્ક ગોઠવાયેલું છે અને તેનું રોજીંદુ મોનિટરીંગ કરવામા આવી રહયું છે. બહારગામથી આવેલો કોઈ મુસાફર પોઝિટીવ આવે તો તેની આસપાસ બેઠેલા મુસાફરોના ટેસ્ટ સરનામા શોધીને કરવામા આવે છે જેમાં ખાનગી બસમાં આવતા મુસાફરો ઝડપથી મળી જતા હોય છે. આવી જ રીતે ટ્રેન દ્વારા આવતા મુસાફરોને પણ ટેમ્પરેચર જણાય તો ટેસ્ટીંગ થાય છે. અત્યાર સુધીમાં સિટીમાં ૧૪,૨૩,૦૬૧ અને જિલ્લામાં ૬,૯૭,૩૩૩ ટેસ્ટ કરાયા છે. અગાઉ એન્ટીજન ટેસ્ટ (રેપીડ ) વધારે થતા હતા હવે વધુ ચોકસાઈ માટે આરટીપીસીઆર ટેસ્ટ વધારવામા આવ્યા છે. ૬૫ ટકા ટેસ્ટ આરટીપીસીઆર થતા હોવાનુ આરોગ્ય સુત્રોએ જણાવ્યું હતું.
 • કોર્પો.ની ગ્રાંટના ૫ કરોડના સાધનો ખરીદાયા
  રાજકોટઃ રાજકોટ મહાપાલિકાએ નગરસેવકોએ ગત સાલ ફાળવી દીધેલી સ્વભંડોળની ગ્રાંટમાંથી આરોગ્ય કેન્દ્રો માટે સાધનોની ખરીદારી કરવામાં આવ્યાનું સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું. મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો અપગ્રેડ થયા છે.
 • હાલ કિટની કોઈ અછત નથી
  રાજકોટઃ અગાઉ કોરોના ટેસ્ટની કિટની અછત હતી જે હવે જણાતી નથી એન્ટીજન કે આરટીપીસીઆરની પુરતા પ્રમાણમાં કિટ મળતી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું. એક સમય એવો હતો કે કિટ મળવી મુશ્કેલ હતી હવે તેની સમસ્યા નથી
 • મનપાએ ૫૦ લાખની કિટ ખરીદેલી
  રાજકોટઃ આમ તો મનપા અને જિલ્લા પંચાયતને સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કિટ ફાળવવામા આવતી હતી પણ કોરોના પીક ઉપર હતો ત્યારે મનપાએ સ્વખર્ચે ૫૦ લાખની કિટ ખરીદવી પડી હોવાની વિગતો સાંપડે છે.
 • ગ્રાંટ ફાળવી તેનો હિસાબ માંગ્યો છેઃ પૂર્વ વિપક્ષી નેતા
  રાજકોટઃ મનપાના કોંગ્રેસી નગરસેવકોએ પોતાની ગ્રાંટ મનપાને ફાળવી દીધી હતી અને તેમાંથી કોરોના માટે ખર્ચ કરવા જણાવ્યું હતું. હવે તેનો મેં હિસાબ માંગ્યો છે તેમ પૂર્વ વિપક્ષી નેતા સાગઠીયાએ જણાવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો