૫ાલિતાણામાં PGVCLનું ૩૫ જગ્યાએ ચેકીંગ કરાયુઃ લાખ્ખોની વીજચોરી પકડાઇ - Sandesh
  • Home
  • Bhavnagar
  • ૫ાલિતાણામાં PGVCLનું ૩૫ જગ્યાએ ચેકીંગ કરાયુઃ લાખ્ખોની વીજચોરી પકડાઇ

૫ાલિતાણામાં PGVCLનું ૩૫ જગ્યાએ ચેકીંગ કરાયુઃ લાખ્ખોની વીજચોરી પકડાઇ

 | 4:06 am IST
  • Share

ા પાલિતાણા ા

પાલિતાણા પીજીવીસીએલ ડીવીઝન કચેરી નીચે આવતા પાલીતાણા શહેર પાલીતાણા રૃરલ અને ધોડીઢાળ સબ ડીવીઝન સહીત તળાજા પંથકમા શુક્રવારે વહેલી સવારથી વિજ ચેકીંગ હાથ ધરાયું હતુ. ડ્રાઈવ દરમિયાન ૩૫ અલગ અલગ ટીમ દ્વારા વિજ ચેકીંગ હાથ ધરાયું હતુ.

જેમા પાલીતાણામા ૯ ટીમ દ્વારા ૧૪૦ વિજ કનેક્શન ચેક કરાયા હતા. જેમા ૨૪ કનેકશનમા રૃ. ૫,૭૩,૦૦૦ વીજચોરી તેમજ પાલિતાણા રુલર સબ ડીવીઝનના ગામોમા ૧૦ ટીમ દ્વારા ૨૦૫ વિજ કનેક્શન ચેક કરતા ૪૧ વિજ કનેક્શનમા ૬,૮૧,૦૦૦ ની વીજચોરી ઝડપાઈ હતી. ઢાળ સબ ડીવીઝનના ગામડાઓમાં ૮ ટીમ દ્વારા ૨૬૪ વિજ કનેક્શન ચેક કરાયા હતા. જેમા ૩૩ વિજ કનેક્શનમા વિજચોરી જડપાય હતી. જેનું એસ્ટીમેટ બીલ ૭,૨૩,૦૦૦ અપાયું હતું તેમજ તળાજા શહેર મા કૂલ ૮ ટીમ દ્વારા વિજ ચેકીંગ હાથ ધરાયું હત.ુ જેમા ૯૧ કનેકશન ચેક કરતા ૨૩ મા વિજ ચોરી જડપાઈ હતી. જેનુંએસ્ટીમેટ બીલ ૫,૪૨,૦૦૦ અપાયું હતું. ઁય્ફઝ્રન્ દ્વારા વહેલી સવારે નિયત સમય કરતા વહેલા ચેકીંગ હાથ ધરાતા રોષ ફેલાયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો