10 Indians trapped in Iran with 3 Gujaratis including Bhavnagar youth
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ભાવનગરના યુવાન સહિત 3 ગુજરાતી સાથે 10 ભારતીય ઈરાનમાં ફસાયા, તમામ મદદ માટે આદેશ જાહેર કરાયા

ભાવનગરના યુવાન સહિત 3 ગુજરાતી સાથે 10 ભારતીય ઈરાનમાં ફસાયા, તમામ મદદ માટે આદેશ જાહેર કરાયા

 | 6:51 am IST
  • Share

ભાવનગરના એક યુવક સહિત બે વલસાડના સહિત ૩ ગુજરાતી યુવકો અને ૭ ભારતીય મળીને કુલ ૧૦ વ્યક્તિઓ ઈરાનમાં છેલ્લા ૬ માસથી ફસાયા છે.જ્યારે ભાવનગરના યુવાનના પરિવારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો સંપર્ક કરીને ફસાયેલા આ યુવાનોને ભારત લાવવાની માંગણી કરી હતી.

આ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા ઈરાન સરકાર સાથે વાટાઘાટો કરીને યુવાનો પરત લાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ભાવનગર સરકારી સર ટી હોસ્પિટલમાં જીવના જોખમે કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતા દંપતિનો યુવાન દિકરો ધ્યેય કમલભાઈ હળવદિયા છેલ્લા છ માસથી ઈરાનમાં મધ દરિયે પોતાના સાથીઓ સાથે ફ્સાયેલો છે. 

તે મરીન એન્જિનિયર છે. તે શિપમાં કામ કરી રહ્યો છે તેના ઈરાન સ્થિત શિપિંગ એજન્ટ અને ઓનર વચ્ચે નાણાંકીય માથાકૂટ થઈ અને તમામ ક્રૃ મેમ્બરના જરૂરી દસ્તાવેજો એજેન્ટ દ્વારા ગેરકાયદે જપ્ત કરી લેવાયા છે.

તમામ મદદ માટે આદેશ જારી : કેન્દ્રીય મંત્રી માંડવિયા  

આજે શિપિંગ મંત્રી મનસુખ માંડવિયા સુધી ઘટનાની વિગતો પહોંચતા તાકીદે સંબંધિત મંત્રાલયને કાર્યવાહી કરવા આદેશ જારી કર્યા છે. બન્ને દેશના દૂતાવાસ પણ આ મુદ્દે કામગીરીમાં લાગ્યા છે. માંડવિયા એ ધ્યેયના પરિવાર સાથે વાત કરી આશ્વાસન પણ આપ્યું છે કે, ચિંતાન કરતા ભારત સરકાર તમામ મદદ કરશે અને ધ્યેય સહિતના તમામ ભારતીય પોતાના વતન સુરક્ષિત પરત લવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન