11 kg of silver will be sent from Surat for the foundation stone of Ram temple in Ayodhya
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ayodhya Live
  • અયોધ્યામાં રામમંદિર શિલાન્યાસ માટે સુરતથી 11 કિલો રજતદ્રવ્ય મોકલાશે

અયોધ્યામાં રામમંદિર શિલાન્યાસ માટે સુરતથી 11 કિલો રજતદ્રવ્ય મોકલાશે

 | 10:01 pm IST

આગામી 5 ઓગસ્ટના રોજ રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિર ભૂમિપૂજન અને શિલાયન્સને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રામમંદિર સમારોહને લઇને દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. રામભક્તો, હિન્દુ સમુદાયમાં મંદિર ભૂમિપૂજન અને શિલાયન્સને મુદ્દે અવનવા અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. એવામાં હવે અયોધ્યામાં રામમંદિર શિલાયન્સ માટે સુરતથી 11 કિલો રજતદ્રવ્ય અર્પણ કરાયું છે. શનિવારે પાલ ગુરુરામપાવનભૂમિ ખાતે જૈન ગચ્છાધિપતિ અભયદેવસૂરીશ્વરની હાજરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદને ચાંદીની ઇંટ અર્પણ કરવામાં આવી હતી.

જૈન સમાજના 92 વર્ષીય તપાગચ્છાધિપતિ મનોહરકીર્તિસાગરસૂરીશ્વર તથા તપાગચ્છીય પ્રવર સમિતિના કાર્યવાહક ગચ્છાધિપતિ અભયદેવસૂરીશ્વરના આશીર્વાદથી જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરી જૈન સમાધિ મંદિર ટ્રસ્ટ-વીજાપુર અને શુભમંગલ ફાઉન્ડેશન-ગુરુરામપાવનભૂમિના ટ્રસ્ટીગણના શુભહસ્તે શનિવારે 11 કિલો રજતદ્રવ્ય અર્પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાત કાર્યવાહક યશવંતભાઇ ચૌધરી અને સુરત શહેર કાર્યવાહ સુરેશભાઇ માસ્ટર તથા વિશ્વહિન્દુ પરિષદના સુરત શહેર ઉપાધ્યક્ષ વિક્રમજી શેખાવતને કરાયું હતંુ. ૫ ઓગસ્ટે થનારા રામમંદિરના શિલાયન્સ અવસરે શિલાન્યસકર્તાના વરદ્હસ્તે જૈનસમાજના ઉપક્રમે જૈનાચાર્યના આશીર્વાદથી 11 કિલો રજતદ્રવ્ય અયોધ્યા ખાતે મુકાશે. આ એક સમન્વય કાર્યની ઐતિહાસિક ઘટના બનશે.

શનિવારે રજતદ્રવ્ય અર્પણ સમારોહ નિમિત્તે ગચ્છાધિપતિ અભયદેવસૂરીશ્વરે જણાવ્યું હતું કે, જૈન ધર્મના પ્રથમ તીથંર્કર ઋષભદેવ, દ્વિતીય અજીતનાથ ભગવાન, ચતુર્થી તીથંર્કર અભિનંદનસ્વામી, પાંચમા સુમતિનાથ ભગવાન, 14મા તીથંર્કર અનંતનાથપ્રભુ જન્મકલ્યાણકભૂમિ અયોધ્યાનગરીમાં 500 વર્ષના સંઘર્ષ પછી કરોડો ભારતીયોની શ્રાદ્ધાના ફળસ્વરૂપે રામમંદિરનું ભૂમિપૂજન, શિલાન્યાસ ૫ ઓગસ્ટે થઇ રહ્યું છે. તે માટે ગુરુરામપાવનભૂમિ-સુરત સહિતના જૈન પવિત્ર તીર્થોના રજકણો તથા અભિષેક જળ અયોધ્યા ખાતે લઇ જવાયા હતા. જ્યારે આચાર્ય મોક્ષરત્નસૂરીશ્વરે જણાવ્યું હતું કે, તપાગચ્છીય પ્રવર સમિતિની પ્રેરણાથી શિલાન્યાસ માટે રજતદ્રવ્ય અર્પણ કરાયું છે. સાથે જ મંદિર નિર્માણકાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે જૈન સમાજમાં વધુ ને વધુ નવકાર મહામંત્રનો જાપ, માંગલિક આયંબિલનો તપ, જિનાલયમાં પ્રભુભક્તિસ્વરૂપ સ્નાત્ર મહોત્સવ, અંગરચના, સાંજે આરતી-મંગળદીવો દ્વારા દીપોત્સવ કરી સદ્ભાવના પ્રગટ કરવા પ્રેરિત કરાશે. રાષ્ટ્રના દરેક સમાજે ઐતિહાસિક રામમંદિર નિર્માણમાં ભાગ લેવો જોઇએ.

આ વીડિયો પણ જુઓ: અયોધ્યામાં રામમંદિરની તડામાર તૈયારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન