11-year-old murder in Panas at Surat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુરત: 11 વર્ષીય સાળાના હત્યારા બનેવીએ ક્રૂરતાની હદ વટાવી, હત્યાની ખાતરી કરવા ડેડબોડીની છાતી પર કૂદકા માર્યા

સુરત: 11 વર્ષીય સાળાના હત્યારા બનેવીએ ક્રૂરતાની હદ વટાવી, હત્યાની ખાતરી કરવા ડેડબોડીની છાતી પર કૂદકા માર્યા

 | 10:10 am IST
  • Share

પનાસ ખાતે 14 વર્ષની સાળી પર બળાત્કાર કરવાના ગુનામાં 20 વર્ષની સજા થયા બાદ પેરોલ રજા ઉપર આવવા દરમિયાન 11 વર્ષના સાળાનું અપહરણ બાદ કરપીણ હત્યા કરી દીધાની ચકચારી ઘટનામાં બનેવીએ ક્રૂરતાની તમામ હદો વટાવી હતી. માથા ઉપર બોથડ પદાર્થ વડે ઇજા પહોંચાડવાની સાથે ગળે ટૂંપો આપી મારી નાંખ્યો હતો. તેનું મૃત્યુ થયું છે કે નહિ તેની ચકાસણી કરવા હત્યારાએ ડેડબોડીની છાતી ઉપર કૂદકા માર્યા હતા. બાળકની બંને તરફની પાંસળીઓ પણ તૂટી ગઇ હતી.

ગઇ 22મીએ બપોરે દોઢ વાગ્યાના અરસામાં પનાસમાં રહેતા 11 વર્ષીય બાળક તેના બનેવી ડબલુસિંહ સુરેન્દ્રિસંહ રાજપૂત સાથે ગયા બાદ બંને રહસ્યમય રીતે ગાયબ થઇ ગયા હતા. તે જ રાત્રે 11 વર્ષીય મોટા ભાઇએ બનેવી વિરુદ્ધ અપહરણની ફરિયાદ ખટોદરા પોલીસ મથકે નોંધાવી હતી. મોટી બહેનને પરણેલો અને ઘરજમાઇ તરીકે રહેતા ડબલુસિંહે 2018માં સગીર સાળીને યૌનશોષણનો ભોગ બનાવી ગર્ભવતી બનાવી દેતા 20 વર્ષની સજા થઇ હતી. આ સજામાં જ તે કલેક્ટર પાસે રજૂઆત કરી 16મીએ પેરોલ લઇને બહાર આવ્યો હતો અને સમાધાન માટે દબાણ કરતો હોઇ દબાણ લાવવા સગીર સાળાનું અપહરણ કરી ગયો હોવાની શંકા વચ્ચે શનિવારે આ બાળકની હત્યા કરાયેલી ડેડબોડી ડુમસ રોડ સાયલન્ટ ઝોનમાંથી મળી આવી હતી. હત્યારાએ આ માસૂમની હત્યા કરતી વખતે ક્રૂરતાની હદ વટાવી હતી. માથામાં બોથડ પદાર્થની ઇજા ઉપરાંત ગળે ફાંસો અને છાતીની પાંસળીઓ પણ તૂટેલી જોવા મળી હતી. ટૂંપો આપી હત્યા બાદ બાળક મૃત્યુ પામ્યો છે કે નહિ તેની ખાતરી કરવા આ ક્રૂર શખ્સે બાળકની ડેડબોડીની છાતી ઉપર કૂદકા માર્યા હોય શકે.

20 રૂપિયા આપી સિટીલાઇટ બતાવવાના બહાને બી.આર.ટી.એસ.માં લઇ ગયો

બપોરે આ બાળક તેના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે ડબલુસિંહ આવ્યો હતો. 20 રૂપિયા આપ્યા બાદ સિટીલાઇટ બતાવવાના બહાને તેને બી.આર.ટી.એસ. સ્ટેન્ડ ઉપર લઇ ગયો હતો. અહીંથી બસમાં એસ.કે.નગર ચોકડી અને ત્યાંથી રિક્ષામાં સાયલન્ટ ઝોન લઇ ગયા બાદ બાળકની હત્યા કરી નાંખી હતી.

ફાંસીની જોગવાઇને લગતી કલમ 303નો ઉમેરો

જો કોઇ ગુનામાં આજીવન કેદ કે 20 વર્ષની સજા થઇ હોય તે સંજોગોમાં જો તે હત્યા જેવો ગંભીર ગુનો કરે તો ફાંસીની સજાની જોગવાઇ છે. આ ગુનો પણ રેર ઓફ ધી રેર કક્ષાનો છે. જેથી પોલીસે આઇ.પી.સી. 302ની સાથે 303ની કલમ પણ લગાવી છે. આ સંજોગોમાં જો ગુનો સાબિત થાય તો ફાંસીની સજા થઇ શકે: પન્ના મોમાયા (ડી.સી.પી., સુરત શહેર)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન