12-year-old student made the World Cup kit for Scottish cricketers
  • Home
  • Sports
  • Cricket
  • 12 વર્ષની વિદ્યાર્થિનીએ બનાવી પોતાના દેશના ક્રિકેટરો માટે વર્લ્ડકપની કિટ

12 વર્ષની વિદ્યાર્થિનીએ બનાવી પોતાના દેશના ક્રિકેટરો માટે વર્લ્ડકપની કિટ

 | 10:28 pm IST
  • Share

  • ટી-20 વર્લ્ડકપમાં સ્કોટલેન્ડની જર્સી ચર્ચામાં
  • 12 વર્ષની વિદ્યાર્થિનીએ ડિઝાઇન કરી સ્કોટલેન્ડની કિટ
  •  લોકોએ સ્કોટલેન્ડની કિટને વર્લ્ડકપની સૌથી બેસ્ટ કિટ ગણાવી

 

 

ટી-20 વર્લ્ડકપમાં સ્કોટલેન્ડની ટીમે પોતાના પ્રથમ મુકાબલામાં જ બાંગ્લાદેશને હરાવી તમામ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે. આ વખતે સ્કોટલેન્ડ એ જે કિટ પહેરી છે, તેના ખુબ જ વખાણ થઇ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ કિટને એક 12 વર્ષની છોકરીએ ડિઝાઇન કરી છે. જે હવે ક્રિકેટ વર્લ્ડમાં ચર્ચામાં છે.

12 વર્ષની Rebecca Downie સ્કોટલેન્ડની આ જર્સીને ડિઝાઇન કરી છે. જ્યારે આખી દુનિયામાં આ કિટના વખાણ થયા ત્યારે સ્કોટલેન્ડ ક્રિકેટ તરફથી ટ્વીટ કરીને Rebecca Downie નો આભાર માનવામાં આવ્યો. Rebecca Downie પણ સ્કોટલેન્ડનો પ્રથમ મુકાબલો ટીવી પર જોઇ રહી હતી.

ખરેખર વર્લ્ડકપ શરૂ થાય તે પહેલા સ્કોટલેન્ડ ક્રિકેટએ એક કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. જેમા શાળાના લગભગ 200 વિદ્યાર્થીઓ પાસેથી અલગ-અલગ ડિઝાઇન મંગાવવામાં આવ્યા હતા. આમાંથી જ Rebecca Downieની ડિઝાઇન સિલેક્ટ થઇ હતી.

પર્પલ કલરની સાથે શાઇન કરી રહેલ સ્કોટલેન્ડની કિટ ટ્વીટર યૂઝર્સને પણ પસંદ આવી રહી છે. દરેક વ્યક્તિ આ કિટને વર્લ્ડકપની સૌથી બેસ્ટ કિટ ગણાવી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો