14 Year Teen boy in Patan killed by Chinese thread
  • Home
  • Gujarat
  • પાટણમાં ચાઈનીઝ દોરીને કારણે માસુમ બાળકે ગુમાવ્યો જીવ

પાટણમાં ચાઈનીઝ દોરીને કારણે માસુમ બાળકે ગુમાવ્યો જીવ

 | 7:05 pm IST
  • Share

  • પાટણમાં ચાઈનીઝ દોરીએ લીધો બાળકનો ભોગ

  • નીલમ સિનેમા વિસ્તારમાં 14 વર્ષીય બાળકનું મોત

  • ઈલેક્ટ્રિક ડીપી પર લટકેલો પતંગ લેવા જતા લાગ્યો કરંટ

 

દેશમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પરંતુ આજે પણ કેટલાંક લેભાગુ તત્વો એનકેન પ્રકારે ઉત્તરાયણ દરમિયાન ચાઈનીઝ દોરીનું વેચાણ કરી લેતા હોય છે. જોકે, ચાઈનીઝ દોરી દરવર્ષે અનેક લોકોના ભોગ લેતી આવી છે. ત્યારે, આજે પણ ચાઈનીઝ દોરીને કારણે એક માસુમ બલકે જીવ ગુમાવ્યો છે. ઘટના છે પાટણની જ્યાં ચાઈનીઝ દોરીને કારણે એક 14 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી મુજબ પાટણમાં નીલમ સિનેમા વિસ્તારમાં એક 14 વર્ષીય બાળકને ઇલેક્ટ્રિક કારણે લગતા મોતને ભેટ્યો છે. 14 વર્ષનો માસુમ ઇલેક્ટ્રિક ડીપી પર લટકેલ પતંગ લેવા ગયો હતો. પરંતુ, દુર્ભાગ્યવશ પતંગની દોરી ચાઈનીઝ દોરી હતી અને તે વીજળીના જીવંત તાર સાથે સંપર્કમાં હતી. જેને કારણે બાળકને વીજ કરંટ લાગ્યો અને તે ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો