15 February 2020 Top Headline News Till the 03 PM
  • Home
  • Gujarat
  • [email protected]: ડોનાલ્ડ ટ્રમ્પના દાવાની પોલંપોલ આવી સામે, ગુજરાતને લાંછન લાગતી ઘટના

[email protected]: ડોનાલ્ડ ટ્રમ્પના દાવાની પોલંપોલ આવી સામે, ગુજરાતને લાંછન લાગતી ઘટના

 | 2:45 pm IST

સોશિયલ મીડિયામાં નંબર વનનો બનવાનો બણગો ફુંકનાર ડોનાલ્ડ ટ્રમ્પની ખુલી ગઇ પોલ, ફેસબુકમાં પીએમ મોદી સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનાર વ્યક્તિ, ભુજ સ્વામીનારાયણ મંદિર સંચાલીત સહજાનંદ હોસ્ટેલ વિવાદ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી, ભાવનગરમાં ફરી એકવાર સ્કૂલ બસ વિદ્યાર્થીનીનાં મોતનું કારણ બની, પૂર્વ IAS ઓફિસર અને જમ્મુ એન્ડ કાશ્મીર પિપલ્સ મૂવમેન્ટના અધ્યક્ષ શાહ ફૈઝલ પર પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) લગાવવામાં આવ્યો, ઉદ્ધવ ઠાકરેએ પવારને આપ્યો 440 વોલ્ટનો ઝાટકો, કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન, કાશ્મીરને લઇ જયશંકરે કહી દીધુ ચિંતા ના કરશો. એમએસ ધોનીની વાપસીને લઇ આવ્યો મોટા સમાચાર, ટેલિકોમ કંપની પર તોળાતું સંકટ સહિતના મહત્વના સમાચાર એક ક્લિકે….

વધુ વાંચવા ક્લિક કરો-1: ટ્રમ્પે કહ્યું- FB પર હું નંબર-1 અને મોદી નંબર-2, પરંતુ પોકળ દાવાની પોલંપોલ આવી સામે

ભારતની પોતાની પહેલી યાત્રા પર 24મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવી રહેલા અમેકિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇ કરાયેલા એક દાવાથી ચર્ચાનો વિષય બન્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-2: વિદ્યાર્થિનીઓના કપડાં ઊતરાવવાની ઘટનાથી ગુજરાતને લાંછન લાગતા CM રૂપાણી મેદાને

ભુજ સ્વામીનારાયણ મંદિર સંચાલીત સહજાનંદ હોસ્ટેલ વિવાદ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું હતું કે, પીરીયડ દરમ્યાન યુવતીના કપડા ઉતારવા મામલે તપાસ સોંપી દેવામાં આવી છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: 2 વર્ષની વિદ્યાર્થિની પર સ્કૂલ બસ ફરી વળી, માથુ કચડાતા ઘટનાસ્થળે જ મોત

ભાવનગરમાં ફરી એકવાર સ્કૂલ બસ વિદ્યાર્થીનીનાં મોતનું કારણ બની છે. શહેરના ચિત્રા સ્વામિનારાયણ ગુરુકુલની સ્કૂલ બસના પાછળના વહીલમાં આવી જતા બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીનું મોત નિપજતા પરિવાજનોમાં આક્રોશ ફેલાઈ ગયો છે. અને જ્યાં સુધી શાળાના સંચાલકો તેમજ બસ ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ના થાય ત્યાં સુધી લાશ લેવા માટે ઇન્કાર કરી દીધો છે પરિવારજનો હોસ્પિટલનાં પી.એમ રૂમ બહાર બેસી શાળા સંચાલકો વિરૂદ્ધ કઠોર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-4: કોંગ્રેસના નેતાનું વિવાદાસ્પદ નિવેદન: 2024 સુધીમાં ફરીથી પુલવામા જેવો હુમલો થવાની આશંકા

પુલવામા હુમલાને લઇ રાહુલ ગાંધીના નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટીના નેતા ઉદિત રાજે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રાહુલ ગાંધીના નિવેદનનું સમર્થન કરતાં કહ્યું છે કે 2024મા ચૂંટણી પહેલાં બીજો પુલવામા એટેક થઇ શકે છે. તેમણે એવી પણ આશંકા વ્યકત કરી છે કે સત્તામાં બની રહેવા માટે મોદી સરકારે 40 જવાનોના જીવનો સોદો કર્યો.

વધુ વાંચવા ક્લિક કરો-5: મહેબૂબા-ઉમર બાદ કાશ્મીરમાં વધુ એક નેતા પર PSA લાગૂ, રહેશે નજરકેદમાં!

પૂર્વ IAS ઓફિસર અને જમ્મુ એન્ડ કાશ્મીર પિપલ્સ મૂવમેન્ટના અધ્યક્ષ શાહ ફૈઝલ પર પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં શાહ સહિત અત્યાર સુધીમાં 8 નેતાઓ પર પીએસએ લગાવવામાં આવ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: ઉદ્ધવ ઠાકરેએ પવારને આપ્યો 440 વોલ્ટનો ઝાટકો, મહાવિકાસ અઘાડીમાં ભંગાણના એંધાણ

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારમાં ખેંચતાણ સતત વધતી રહી છે. શિવસેનાએ NCP-કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સરકાર તો બનાવી છે પરંતુ આ સરકારમાં ગાંઠો પડતી દેખાય રહી છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: કાશ્મીરને લઇ જયશંકરે અમેરિકાને જાહેરમાં કહી દીધું- ચિંતા ના કરશો, તમને ખબર જ છે કે…

જર્મનીમાં યોજાયેલા મ્યૂનિક સુરક્ષા સંમેલનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાને વળતો જવાબ આપ્યો છે. અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રાહે કાશ્મીરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી જેના માટે જયશંકરે કહ્યું કે ચિંતા ન કરશો. એક લોકતંત્ર (ભારત) આનો નીવેડો લાવી દેશે અને તમે જાણો છો કે એ દેશ કયો છે? આ પહેલા ગ્રાહમે કહ્યું હતું કે કાશ્મીરથી પાછા આવ્યા બાદ હું એ સમજી શક્યો નથી કે લોકડાઉન ખત્મ ક્યારે થશે.

વધુ વાંચવા ક્લિક કરો-8: ‘કેપ્ટન કુલ’ ધોનીની વાપસીને લઇને આવ્યા મોટા સમાચાર, જલદી જોવા મળશે મેદાનમાં

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ ભવિષ્યને લઇને અટકળોનો ખતમ થઇ શકે છે. 38 વર્ષના આ દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન ક્રિકેટના મેદાન પર વાપસી કરવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તો ધોની આઇપીએલ 2020 માટે તેનો પ્લાન તૈયાર કરી લીધો છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: ટેલિકોમ કંપનીઓ પર તોળાતું સંકટ, વોડાફોન-આઈડિયા-એરટેલ પાસે આ છેલ્લો રસ્તો

Adjusted Gross Revenues મામલે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને હવે કોઈ પણ પ્રકારની રાહત આપવાથી ઇન્કાર કરી દીધો છે. કોર્ટે આ તમામ કંપનીઓ વિરૂદ્ધ કડક વલણ અપનાવી 16 જાન્યુઆરીએ જસ્ટીસ અરૂણ મિશ્રાવાળી ખંડપીઠે દુરસંચાર કંપનીઓને સરકારને AGR ચુકવવાનો આદેશ આપ્યો હતો.

વધુ વાંચવા ક્લિક કરો-10: જોરદાર કેમેરા વાળો Oppo A31 થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Oppoએ તેના મિડ રેન્જની A સીરીઝ લાઇનમાં નવો સ્માર્ટફોન Oppo A31 લોન્ચ કર્યો છે. આ ફોન A31જે 2015માં લોન્ચ થયો હતો તે ફોનથી બીલ્કુલ અલગ છે. હાલ આ સ્માર્ટફોન ફક્ત ઇન્ડોનેશિયામાં હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. Oppoએ A31 2020 સ્માર્ટફોનમાં MediaTek Helio P35 પ્રોસેસર આપવામાં આવેલ છે.

વધુ વાંચવા ક્લિક કરો-11: OMG! નેહા સાથે મંડપમાં ફેરા ફરીને લગ્ન વિશે આદિત્ય આ શું બોલ્યો? ઘમાસાણ મચી ગયું!

નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન