15 inmates at Deesa sub-jail in Banaskantha district tested positive
  • Home
  • Corona
  • ડીસાની સબજેલમાં કોરોના ફાટયો, 15 કેદી સંક્રમિત

ડીસાની સબજેલમાં કોરોના ફાટયો, 15 કેદી સંક્રમિત

 | 2:38 pm IST
  • Share

 – ભાનુપ્રસાદ જોષી (પાલનપુર), દૈવત બારોટ (ડીસા)

  • ડીસા સબજેલમાં કેદીઓને તાવ શરદી હોવાથી ટેસ્ટ કરાયો

  • રેપીડ ટેસ્ટમાં જેલના કેદીઓમાં સંક્રમણ આવ્યું

  • કોરોના પોઝિટિવ આવતા બીજા કેદીઓમાં ડર ફેલાયો

ડીસા સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ડીસામાં પણ રોજ બરોજ બે-ત્રણ કેસ પોઝેટિવ સામે આવતા હોય છે પરંતુ ગુરૂવારે સબજેલમાં કોરોના કેસ દરમિયાન એક સાથે 15 કેદીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં મામલતદાર કચેરી સામે આવેલ સબજેલમાં કાચા કામના કેદીઓને રાખવામાં આવે છે જોકે છેલ્લા બે-ત્રણ દિવસ થી કેટલાક કેદીઓને શરદી, ખાસી અને તાવના લક્ષણો હોવાથી જેલના અધિકારીયો દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરાવતા ગુરૂવારે ડીસા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડીસા સબજેલના તમામ કેદીઓનું કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા એક સાથે સબ જેલના 15 કેદીયો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડ ધામ મચી ગઈ છે અત્યાર સુધીમાં ડીસા પંથકમાં 40 કોરોના પોઝેટિવના એકટીવ કેસ હતા અને ગુરૂવારે 15 કેસ વધુ આવતા એકટીવ કેસનો આંકડો 55 ઉપર પહોંચ્યો છે

15 કેદીયો પોઝિટિવ

આ અંગે ડીસા તાલુકા આરોગ્ય વિભાગમાં સૂત્રોએ જણાવ્યુ હતુ કે ડીસાની સબજેલમાં રહેલા કેદીઓનું કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં 15 કેદીયો પોઝિટિવ સામે આવતા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે

15 પોઝેટિવ કેસને લઈ આરોગ્ય અધિકારીઓએ ખોખો આપ્યો

ડીસા શહેરની સબજેલમાં ગુરૂવારે એક સાથે 15 કેદીઓ નો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડ ધામ મચી ગઈ છે જ્યારે આ મામલે વિગત જાણવા માટે આરોગ્ય અધિકારોઓનો સંપર્ક કરાતા તેમને સત્તાવાર વિગત આપવાના બદલે એક બીજા ઉપર ખોખો જેવી રમત આપવાનો પ્રયાસ કર્યો હતો

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો