16-th-October-2021-Gujarati-top-news-headlines-till-12-pm
  • Home
  • Featured
  • ભારતીય ક્રિકેટરનું હાર્ટએટેકથી નિધન સહિતના મહત્ત્વના સમાચાર

ભારતીય ક્રિકેટરનું હાર્ટએટેકથી નિધન સહિતના મહત્ત્વના સમાચાર

 | 11:49 am IST
  • Share

ભારતના પૂર્વ અંડર-19 કેપ્ટન અને 2019-20 સીઝનમાં રણજી ટ્રોફી જીતનાર ટીમના સભ્ય અવિ બારોટનું 29 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. કોંગ્રેસમાં (Congress) અંતર્કલહ સતત વધી રહ્યો છે એ તમામ વચ્ચે આજે કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક શરૂ થઇ ગઇ છે. પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ છે. હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, રાજ્યમાં અસંખ્ય સરકારી કર્મીઓ ખાનગી સ્થળે દારૂનુ સેવન કરે છે. સહિતના બપોરે 12 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર

વધુ વાંચો: 29 વર્ષના ભારતીય ક્રિકેટરનું હાર્ટએટેકથી નિધન

ભારતના પૂર્વ અંડર-19 કેપ્ટન અને 2019-20 સીઝનમાં રણજી ટ્રોફી જીતનાર ટીમના સભ્ય અવિ બારોટનું 29 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટ આવતા આ વિકેટકીપરનું નિધન થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને આ સમાચારની પુષ્ટિ કરી છે. આ સમાચારથી ક્રિકેટ વર્લ્ડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ તમામ લોકોએ દુ:ખ વ્યકત કર્યું છે.

વધુ વાંચો: સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં CWCની મહત્ત્વપૂર્ણ બેઠક

કોંગ્રેસમાં (Congress) અંતર્કલહ સતત વધી રહ્યો છે એ તમામ વચ્ચે આજે કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક શરૂ થઇ ગઇ છે. પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ છે. આ બેઠકમાં ભાગ લેવા પાર્ટીના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ (P Chidambaram) સહિત પંજાબના CM ચરણજીત ચિન્ની (Charanjit Channi) બેઠકમાં હાજર છે.

વધુ વાંચો: દારૂબંધીના અમલમાં ભલીવાર નથી, હટાવો એ જ હિતાવહ : HCમાં માગ

હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, રાજ્યમાં અસંખ્ય સરકારી કર્મીઓ ખાનગી સ્થળે દારૂનુ સેવન કરે છે. જો દર ત્રણ મહિને આ કર્મચારીઓના લોહીના રિપોર્ટ કે ટેસ્ટ લેવામાં આવે તો આ સમગ્ર વાત સ્પષ્ટ થશે. આ સાથે જ ખબર પડશે કે રાજ્યમાં દારૂ કેટલી સરળતાથી મળી રહ્યો છે અને દારૂબંધીનો કાયદો કંઈ રીતે અમલી બનેલો છે. સરકારી કર્મચારીઓના લોહીના ટેસ્ટ લેવા મુદ્દે સરકારી તંત્રને રજૂઆત પણ કરેલી છે. અરજદાર માત્ર એ જ સ્પષ્ટ કરવા માગે છે કે, રાજ્યમાં દારૂબંધીનો કાયદો કેટલી વામણી રીતે અમલી બનેલો છે.

 વધુ વાંચો: ઉદ્ધવે NCB પર સાધ્યુ નિશાન, કહ્યુ સેલિબ્રિટીને પકડી ઢોલ વગાડો છો

છેલ્લા કેટલાયે સમયથી શાહરૂખના પુત્ર આર્યન ખાન (aryan khan case) અને ડ્રગ્સ કેસ (drug-case) ચર્ચાના ચકડોળે ચડ્યો છે. સેલિબ્રિટી હોવાની કિંમત ચુકવી રહ્યો છે કે NCBની પ્રશંસનીય કામગીરી કહેવાય આવા સવાલો સૌ કોઇના મનમા ગુંજે તે સ્વાભાવિક છે. NCB પર ગાળીયો કસાતો રહ્યો છે. ગુરૂવારે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઇ તો આર્યનના જામીન ના મંજૂર થયા. આગામી સુનાવણી હવે 20 ઓક્ટોબરે થશે.

વધુ વાંચો: છેલ્લા એક દાયકામાં ટીબીથી થયેલાં મૃત્યુમાં વધારો : WHO

આખા વિશ્વમાં છેલ્લા એક દાયકામાં ટીબીને કારણે થયેલા મૃત્યુમાં વધારો થયો હોવાનો ચોંકાવનારો અહેવાલ WHO દ્વારા રજૂ કરાયો છે.  તેનાં 2021 ગ્લોબલ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, કોરોનાને કારણે ટીબીને અંકુશમાં લેવામાં અવરોધો સર્જાયા હતા. આને કારણે ગયા વર્ષે ટીબીને કારણે મોટી સંખ્યામાં દર્દીઓનાં મોત થયાં હતાં.

વધુ વાંચો: અફઘાનિસ્તાનના કંદહારની શિયા મસ્જિદમાં 3 વિસ્ફોટ, 32નાં મોત

અફઘાનિસ્તાનના કુંદુઝ શહેરમાં ગયા શુક્રવારે શિયા મસ્જિદમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા કરાયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોનાં મોત થયાં હતાં અને ડઝનો લોકો ઘાયલ થયાં હતાં. વિસ્ફોટના સમયે મસ્જિદમાં ઓછામાં ઓછા 300 લોકો હાજર હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીધી હતી. આતંકવાદી સંગઠને જણાવ્યું હતું કે, અમારા નિશાન પર શિયા મુસ્લિમો છે.

વધુ વાંચો: ભૂમિ ત્રિવેદી-રાહુલ વૈદ્યના ‘ગરબે કી રાત’ આલ્બમમાં અશ્લીલ દ્રશ્યો સામે રોષે ભરાયા ગુજરાતી કલાકારો  

કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોએ વાંધો ઉઠાવ્યો, રાજકોટમાં સાઇબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરાઈ, રાહુલને મળ્યા ધમકીભર્યા ફોન કોલ્સ

વધુ વાંચો: CSK જીતતા સાક્ષી-રીવાબા ખુશીથી ઝૂમી ઉઠ્યા, વીડિયો-તસવીરો વાયરલ

 IPL 2021ની ફાઇનલ મેચ ચેન્નઇ જીત્યું અને સ્ટેડિયમમાં જશ્નનો માહોલ શરૂ થઇ ગયો હતો. ચેન્નઇ સુપર કિંગ્સની જીતનો જશ્ન ફેન્સ તો મનાવી જ રહ્યા હતા સાથો સાથ ક્રિકેટર્સના પરિવારજનો પણ રાજીના રેડ થઇ ખુશીથી ઝૂમી ઉઠ્યાં હતાં. એમએસ ધોની, સુરેશ રૈના, ફાફ ડુપ્લેસિસ અને બીજા બધા ખેલાડીઓના પત્ની પરિવાર સાથે મેદાનના સ્ટેન્ડમાં હાજર રહ્યા હતા.

 વધુ વાંચો:  ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ જાહેર! ગાંગુલીએ કર્યો હતો ઇશારો

રવિશાસ્ત્રીના કાર્યકાળનો ખત્મ પૂરો થાય તે પહેલાં જ ટીમ ઇન્ડિયાને નવા હેડ કોચ મળી ગયા છે. પૂર્વ કેપ્ટન અને નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ રાહુલ દ્રવિડને નવા કોચ બનાવાયા છે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે. હાલ તેમનો કોન્ટ્રાક્ટ 2023 વર્લ્ડ કપ સુધીનો છે. તેમની સાથે જ સપોર્ટિંગ સ્ટાફમાં પણ ફેરફાર થયો છે. દ્રવિડને જ્યારે શ્રીલંકા પ્રવાસ પર લિમિટેડ ઓવરોની ટીમની સાથે કોચ બનાવીને મોકલ્યા હતા ત્યારબાદથી જ તેમને હેડ કોચ તરીકે સૌથી મોટા દાવેદાર મનાતા હતા.

વધુ વાંચો: પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો; ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની સંભાવના

અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યમાં શિયાળાની આલબેલ પોકારતી હોય તેમ ગુલાબી ઠંડીનું આગમન થઈ ચુક્યું છે. દિવસે ચામડી દઝાડતો તાપ અને અવનિ પર અંધકારના ઓળા ઉતરતા જ રાતરાણીની ખુશ્બોથી મહેંકતી ગુલાબી ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો