16 turned out to be HIV positive in the health check-up of prisoners
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ જેલમાં આરોગ્ય તપાસણી દરમિયાન 16 કેદીઓ HIV પોઝિટિવ નિકળતા હડકંપ

આ જેલમાં આરોગ્ય તપાસણી દરમિયાન 16 કેદીઓ HIV પોઝિટિવ નિકળતા હડકંપ

 | 10:38 pm IST
  • Share

ઉત્તરાખંડની હ્લદવાની જેલમાં બંધ 16 કેદીઓ એચ.આઈ.વી પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જે કેદીઓમાં એચ.આય.વી.ની પુષ્ટિ કરવામાં આવી છે તેમાં 15 પુરુષ અને એક મહિલા કેદીનો સમાવેશ થાય છે. આ મામલો સામે આવ્યા બાદ જેલના વહીવટીતંત્ર અને જેલમાં બંધ કેદીઓ વચ્ચે હંગામો મચી ગયો છે. જ્યારે સુશીલા તિવારી હોસ્પિટલમાં કેદીઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી ત્યારે તેમને એચ.આય.વી. હોવાનું નિદાન થયું હતું. જો કે, આ 8 કેદીઓને પહેલાથી જ ખબર હતી કે તેઓ એચ.આય.વી પોઝિટિવ છે અને તેમની સારવાર પણ ચાલી રહી છે. પરંતુ બાકીના 8 કેદીઓએ 6 જુલાઇએ કરેલી તપાસમાં પોતાને એચ.આય.વી પોઝિટિવ હોવાનું જણાયું હતું.

હલ્દવાની સબ જેલના જેલ સુપ્રિટેન્ડન્ટ એસ.કે.સુખિજાના જણાવ્યા મુજબ, હાલમાં અન્ય કેદીઓની સાથે એચ.આય.વી.થી પીડિત કેદીઓને રાખવામાં આવ્યા છે.પરંતુ તેમની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. આ સાથે તબીબી સલાહ મુજબ વધુ પૌષ્ટિક ખોરાક ખાવા માટે આપવામાં આવી રહ્યો છે. જેલ અધિક્ષકના જણાવ્યા મુજબ, એચઆઇવી પોઝિટિવ મળી આવેલા તમામ કેદીઓની સુનાવણી ચાલી રહી છે અને બધા એનડીપીએસ એક્ટ હેઠળ જેલમાં બંધ છે. તેથી અનુમાન કરવામાં આવી રહ્યું છે કે નશાના ઇન્જેક્શનથી કેદીઓને એઈડ્સ થઈ ગયો છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

જેલમાં ત્રણ ગણા વધુ કેદીઓ

હલ્દવાની જેલની ક્ષમતા 535 કેદીઓને રાખવાની છે, પરંતુ અહીં લગભગ ત્રણ ગણા વધુ કેદીઓ કેદ છે. હલ્દવાની ઉપકરામાં હાલમાં 1558 કેદીઓ કેદ છે, જેમાં 1517 પુરુષ કેદીઓ અને 41 મહિલા કેદીઓ અને વિદેશીઓનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં કેદીઓને આવી ભરેલી જેલમાં એક બીજાના સંપર્કમાં આવતા રહે છે. જેલ અધિક્ષક એસ.કે.સુખિજાના જણાવ્યા મુજબ કેદીઓને અન્ય જેલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન