ન્યૂઝ ઇન બ્રિફ @ 9 AM : ટૂંકમાં જાણો આજના મહત્વના સમાચારો - Sandesh
  • Home
  • Featured
  • ન્યૂઝ ઇન બ્રિફ @ 9 AM : ટૂંકમાં જાણો આજના મહત્વના સમાચારો

ન્યૂઝ ઇન બ્રિફ @ 9 AM : ટૂંકમાં જાણો આજના મહત્વના સમાચારો

 | 9:02 am IST

ગુજરાત ભાજપના નવા અધ્યક્ષનું નામ હવે ગમે તે ઘડીએ જાહેર થશે. 22 કિ.મી.નો ડોનાલ્ડ ટ્રમ્પનો રોડ-શો, 10 હજાર પોલીસનો કાફલો ગોઠવાશે. શાહીન બાગ ધરણામાં કંઈક નવા-જુની થવાની શક્યતા, ખુદ અમિત શાહ આવ્યા મેદાને. એરફોર્સના પાયલટનું અનોખા અંદાજમાં પ્રપોઝલ, ગર્લફ્રેન્ડ થઇ આશ્ચર્યચકિત. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં, 30થી વધારે પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ધાટન. 9 મહિનામાં 18 સરકારી બેંકોમાં છેતરપિંડીના 9 હજાર કેસ, 1.17 લાખ કરોડ ડૂબ્યા. ભાગેડુ વિજય માલ્યાએ RCBની ઠેકડી ઉડાવતા આપી દીધી મોટી સલાહ, કહ્યું -વિરાટ પર છોડી દો

રાજ્યના સમાચાર

ગુજરાત ભાજપના નવા અધ્યક્ષનું નામ હવે ગમે તે ઘડીએ જાહેર થશે

ભાજપ હાઈકમાન્ડે બે દિવસમાં પાડોશમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત કૂલ ચાર રાજ્યોના પ્રદેશ સંગઠનમાં નવા અધ્યક્ષોની નિમણૂંક કરી છે. હવે ગુજરાતમાં પણ ગમે તે ઘડીએ નવા પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર થઈ શકે તેમ છે એમ ભાજપના સુત્રો જણાવી રહ્યા છે.

22 કિ.મી.નો ડોનાલ્ડ ટ્રમ્પનો રોડ-શો, 10 હજાર પોલીસનો કાફલો ગોઠવાશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફસ્ટ લેડી મેલેનિયા અને PM મોદી ૨૪મીએ શહેરની મુલાકાતે આવશે. આ વીવીઆઇપી મુલાકાત અંગે શનિવારે  અમદાવાદ કંટ્રોલ ડિસીપી વિજય પટેલે સુરક્ષા અંગેની માહિતી આપતાં જણાવ્યુ કે, 

15 વર્ષની સગીરા પર દુર્ષ્કમ ગુજારનાર રીક્ષાચાલકને સખત સજા

પેટલાદ તાલુકાના પાળજ ગામમાં રહેતી સગીરાને ગામનો જ યુવાન લલચાવી ફેસલાવી અપહરણ કરીને લઈ ગયા બાદ તેણીની મરજી વિરૂધ્ધ અવારનવાર જુદા જુદા સ્થળોએ દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાંખવાની ધમકી આ૫વાના ગુનામાં પકડાયેલા હેવાન રીક્ષાચાલક ઈસમને કોર્ટે કસુરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદ અને કૃલ રૂા.55 હજારનો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે. 

રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર

શાહીન બાગ ધરણામાં કંઈક નવા-જુની થવાની શક્યતા, ખુદ અમિત શાહ આવ્યા મેદાને

શાહીન બાગમાં CAA, NRC-NPRને લઈને આજે પ્રદર્શનકારીઓએ ગૃહમંત્રી અમિત શાહના ઘર સુધી માર્ચ કાઢવાનો નિર્ણય લીધો છે. માર્ચ કાઢવા માટેની મંજૂરી માટેનો પત્ર એસએચઓને મોકલી આપવામાં આવ્યો છે. જોકે હજી સુધી પોલીસે પ્રદર્શનકારીઓએ માર્ચ કાઢવાની મંજુરી આપી નથી.

એરફોર્સના પાયલટનું અનોખા અંદાજમાં પ્રપોઝલ, ગર્લફ્રેન્ડ થઇ આશ્ચર્યચકિત

પ્રેમનો ઇઝહાર કરવા માટે પ્રેમી અથવા પ્રેમિકા કોઇ પણ હદ પાર કરી શકે છે અને નીતનવી તરકીબો અપનાવતા રહે છે. અમેરિકન એરફોર્સના પાયલટ સ્ટુઅર્ટ શિપ્પીએ તેની ગર્લફ્રેન્ડ મેરી લિસ્મનને પ્રપોઝ કરવા માટે એક ખાસ બલૂનથી એન્ગેજમેન્ટ રિંગ આકાશમાં 90,000 ફૂટ ઉંચે મોકલી હતી.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં, 30થી વધારે પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ધાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરીએ તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીની મુલાકાતે જઇ રહ્યા છે. વડા પ્રધાન તેમની મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમોમાં સામે થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો લિંક દ્વારા આઈઆરસીટીસીની મહાકાલ એક્સપ્રેસને લીલીઝંડી બતાવશે.

બિઝનેસ સમાચાર

9 મહિનામાં 18 સરકારી બેંકોમાં છેતરપિંડીના 9 હજાર કેસ, 1.17 લાખ કરોડ ડૂબ્યા

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટર દરમિયાન જાહેર ક્ષેત્રની 18 બેંકોમાં છેતરપિંડીના કુલ 8,926 કેસ નોંધાયા છે. આ તમામ છેતરપિંડીઓમાં 18 સરકારી બેંકોને લગભગ 1.17 લાખ કરોડનું નુકસાન થયું છે. આરટીઆઈના સવાલના જવાબમાંથી આ માહિતી મેળવી છે. 

સ્પોર્ટ્સ સમાચાર

ભાગેડુ વિજય માલ્યાએ RCBની ઠેકડી ઉડાવતા આપી દીધી મોટી સલાહ, કહ્યું -વિરાટ પર છોડી દો

હવે આઈપીએલની 13 મી સીઝન શરૂ થવા માટે હજી એક મહિનાનો સમય બાકી છે અને ટીમ તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ આઈપીએલની સીઝન માટે લોગોથી લઈને જર્સી સુધી પણ ઘણા ફેરફાર કર્યા છે. જેથી ટીમમાં નવી ઉર્જા જોવા મળે.

મનોરંજનના સમાચાર

સૌથી વિવાદિત શો બિગ બોસ 13નો વિનર જાહેર, કોઈનેે આશા ન્હોતી એ લાખો લઈ ગયો!

બિગ બોસ જ્યારથી શરૂ થયો ત્યારથી હંમેશા ચર્ચામાં રહ્યો. કોઈ વખત ઘર અંદરના ઝઘડા તો કોઈ વખત અંદર અંદર સ્પર્ધકો વચ્ચે પાંગરતો પ્રેમ, ક્યારેક શોમાં સ્પર્ધકના માતા-પિતાને બોલાવીને તો પછી ક્યારેક સલમાનના ગુસ્સાના કારણે, એમ રિયાલિટી શો બિગ બોસ હંમેશા લોકોના હોઠે રહ્યો. 

જ્યોતિષ ધર્મના સમાચાર

રવિવારે 4 રાશિને મળશે સારા સમાચાર, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

વિક્રમ સંવત 2076, મહા વદ આઠમ, રવિવાર વિંછુડો, અષ્ટકા શ્રાદ્ધ, જાનકી જન્મ, બુધ વક્રી થાય છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન