16th February 2020 Top Headline News Til the 12 PM
  • Home
  • Gujarat
  • [email protected]: કાશ્મીર પર અમેરિકી સેનેટરે ઉઠાવ્યા સવાલ, હાર્દિકની ગમે તે ઘડીએ ધરપકડ થશે

[email protected]: કાશ્મીર પર અમેરિકી સેનેટરે ઉઠાવ્યા સવાલ, હાર્દિકની ગમે તે ઘડીએ ધરપકડ થશે

 | 11:39 am IST

કાશ્મીર પર અમેરિકી સેનેટરે સવાલ ઉઠાવ્યો, કોર્ટની વારંવાર અવગણના કરનાર હાર્દિક પટેલની ગમે તે ઘડીએ ધરપકડ થશે,  ’65મો એમેઝોન ફિલ્મફેર એવોર્ડ [email protected]ઓસમ આસામ’ની ઘોષણા, ગુજરાતમાં પણ ગમે તે ઘડીએ નવા પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર થઈ શકે તેમ છે, હનીમૂન પર ગયેલા પતિએ પત્નીને માર્યો ઢોર માર, અમેરિકાની મહિલા રાજકોટની 1 વર્ષની બાળકને દત્તક લેશે, ઈરાકમાં ફરી અમેરિકાના દૂતાવાસ પર રોકેટ હુમલા, કેજરીવાલનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ, સૌથી વિવાદિત શો બિગ બોસ 13નો વિનર જાહેર સહિતના મહત્વના સમાચાર માત્ર એક ક્લિકે…

વધુ વાંચવા ક્લિક કરો-1: કાશ્મીર પર અમેરિકી સેનેટરે ઉઠાવ્યા સવાલ તો વિદેશમંત્રી જયશંકરે આપ્યો સણસણતો જવાબ

કાશ્મીરને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દુનિયાના જુદા જુદા દેશોમાં જઈને ભારત વિરૂદ્ધ ફરિયાદ કરી ચુક્યું છે પણ ક્યાંય તેની દાળ ગળી નથી. આ ઉપરાંત જુદા જુદા દેશોના રાજદ્વારીઓના સમુહો પણ કાશ્મીરની મુલાકાત લઈ ચુક્યા છે. આ બધા પણ કાશ્મીરમાં કંઈ જ અયોગ્ય ના હોવાનું જણાવી ચુક્યા છે ત્યારે અમેરિકીના એક સેનેટરે સવાલ ખડા કર્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-2: કોર્ટની અવગણના કરનાર હાર્દિક પટેલની ગમે તે ઘડીએ થઇ શકે છે ધરપકડ

વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન બાદ અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહના કેસના આરોપી હાર્દિક પટેલ વધુ એક વખત ગેરહાજર રહેતા, સેશન્સ કોર્ટે તેની સામે ભૂતકાળમાં ઈસ્યુ કરેલુ બિનજામીન પાત્ર વોરંટ યથાવત રાખ્યું છે. આ કેસની વધુ સુનાવણી 29 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

વધુ વાંચવા ક્લિક કરો-3: ફિલ્મફેર 2020: ‘ગલી બોય’ ફિલ્મએ ઈતિહાસ સર્જી નાંખ્યો, 12 એવોર્ડોની વણઝાર લગાવી દીધી

શનિવારે ’65મો એમેઝોન ફિલ્મફેર એવોર્ડ [email protected]ઓસમ આસામ’ની ઘોષણા કરવામાં આવી હતી. આ પ્રસંગે બોલિવૂડ સ્ટાર્સ જોડાયા હતા. આ બધામાં ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’નું વર્ચસ્વ રહ્યું. આ ફિલ્મએ 12 એવોર્ડ જીત્યા હતા. ‘ગલી બોય’ ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો જ્યારે રણવીર સિંહ અને આલિયા ભટ્ટને એક જ ફિલ્મ માટે ‘બેસ્ટ એક્ટર ઇન લીડિંગ રોલ’ એવોર્ડ મળ્યો.

વધુ વાંચવા ક્લિક કરો-4: ગુજરાત ભાજપના નવા અધ્યક્ષનું નામ હવે ગમે તે ઘડીએ જાહેર થશે

ભાજપ હાઈકમાન્ડે બે દિવસમાં પાડોશમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત કૂલ ચાર રાજ્યોના પ્રદેશ સંગઠનમાં નવા અધ્યક્ષોની નિમણૂંક કરી છે. હવે ગુજરાતમાં પણ ગમે તે ઘડીએ નવા પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર થઈ શકે તેમ છે એમ ભાજપના સુત્રો જણાવી રહ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: આબૂ હનીમૂન માટે ગયેલ પત્નીએ બીયર પીવાની ના પાડતા પતિએ હદ વટાવી અને…

આઠ દિવસના લગ્જીવનમાં પોરબંદરની એક યુવતીને વેદના મળી છે. આબુ ખાતે હનીમૂનમાં બીયર પીવાની ના પાડતા પતિએ માર મારતા ચકચાર જાગી છે. યુવતીએ પતિ સામે મહિલા પોલીસમા ફરિયાદ નોંધાવી છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: જન્મદાત્રીએ તરછોડી દીધી પરંતુ અમેરિકાથી તેના માટે ઈશ્વરે માતાને મોકલી

બાલાશ્રામમાં ઉછરતી સ્તુતિને આંચકી આવે છે, આમ છતાં અમેરિકાના સિનિયર એનાલિસ્ટ એન્દ્રીડ મિશેલ તેના માતા બન્યા છે. તે સિંગલ વૂમન છે અને આ બાળકી તેને પ્રાણથી પ્યારી છે. રાજકોટમાં જન્મદાત્રીએ તરછોડી દીધી પરંતુ અમેરિકાથી તેના માટે ઈશ્વરે માતાને મોકલી છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: કેજરીવાલનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ, આ 6 નેતાઓ પર રહેશે સૌકોઈની નજર

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સતત ત્રીજી વાર દિલ્હીના મુખ્યમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કરશે. રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સમારોહમાં 1 લાખ લોકો શામેલ થાય તેવુ માનવામાં આવી રહ્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: ઈરાકમાં ફરી અમેરિકાના દૂતાવાસ પર રોકેટ હુમલા, મહાશક્તિને છંછેડવી પડી શકી છે ભારે

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ હજી ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો ત્યાં ફરી એકવાર ઈરાકના બગદાદ ખાતે આવેલા અમેરિકી દૂતાવાસ પર રોકેટ દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. અમેરિકાના સૂત્રોએ આ બાબતની પુષ્ટિ કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: 17 ફેબ્રુઆરીએ બુધ થશે વક્રી, કુંભ રાશિમાં ફરશે પરત, આ 6 રાશિઓને થઇ શકે છે ફાયદો

હાલમાં બુધ કુંભ રાશિમાં છે અને 7 મી એપ્રિલ સુધી આ રાશિમાં રહેશે. જ્યોતિષમાં બુધને વાણી, બુદ્ધિ, વ્યવસાય અને વ્યવહારનો કારક ગ્રહ માનવામાં આવે છે. સોમવાર, 17 ફેબ્રુઆરીથી બુધ કુંભ રાશિમાં પાછો ફરવા ગતિ શરૂ કરશે, અને 10 માર્ચે માર્ગી થઈ જશે.

વધુ વાંચવા ક્લિક કરો-10: સૌથી વિવાદિત શો બિગ બોસ 13નો વિનર જાહેર, કોઈનેે આશા ન્હોતી એ લાખો લઈ ગયો!

બિગ બોસ જ્યારથી શરૂ થયો ત્યારથી હંમેશા ચર્ચામાં રહ્યો. કોઈ વખત ઘર અંદરના ઝઘડા તો કોઈ વખત અંદર અંદર સ્પર્ધકો વચ્ચે પાંગરતો પ્રેમ, ક્યારેક શોમાં સ્પર્ધકના માતા-પિતાને બોલાવીને તો પછી ક્યારેક સલમાનના ગુસ્સાના કારણે, એમ રિયાલિટી શો બિગ બોસ હંમેશા લોકોના હોઠે રહ્યો. પરંતુ હવે બિગબોસ સિઝન 13ના વિજેતા જાહેર થઇ ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન