2 dead in Rajkot Building Collapsed
  • Home
  • Featured
  • રાજકોટ: રિનોવેશન વખતે બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, 2 શ્રમિકોના મોત

રાજકોટ: રિનોવેશન વખતે બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, 2 શ્રમિકોના મોત

 | 3:12 pm IST
  • Share

રાજકોટના નવામવા રોડ પર રિનોવેશન થઈ રહેલી એક બિલ્ડિંગનો સ્લેબ થતા 2 શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે એક શ્રમિક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નવામવા રોડ પર આવેલા જીવરાજપાર્કમાં મહાદેવ મંદિર નજીક રિનોવેશન થઈ રહેલી બિલ્ડિંગનો સ્લેબ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ બિલ્ડિંગના કાટમાળ હેઠળ દટાઈ જવાના કારણે 2 શ્રમિકોના મોત નીપજ્યાં છે.  આ ઘટનામાં મૃતકોની ઓળખ શિવાનંદ અને રાજુભાઈ સાગઠીયા તરીકે થઈ છે. જ્યારે એક શ્રમિક રાજુભાઈ ઘાયલ થતાંતેઓને  સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

જણાવી દઈએ કે, 5 દિવસ અગાઉ જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)એ બાંધકામ અટકાવવા માટે નોટિસ આપી હતી. આમ છતાં કોન્ટ્રાક્ટરે કામ ચાલુ રાખ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો