2 held in Online Shopping Fraud at ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં ઑનલાઈન શૉપિંગ કૌભાંડનો પર્દાફાશ, 2 ગઠીયા ઝડપાયા

અમદાવાદમાં ઑનલાઈન શૉપિંગ કૌભાંડનો પર્દાફાશ, 2 ગઠીયા ઝડપાયા

 | 9:51 pm IST
  • Share

  • ઈ-કૉમર્સ સાઈટનો ડેટા હેક કરીને ઑનલાઈન ઑર્ડરની બારોબાર ડિલિવરી
  • 20 લાખ જેટલા યુઝર્સના ડેટા લીક થયાની આશંકા
  • ઑનલાઈન ઑર્ડરની ડિલિવરી ઘરની જગ્યાએ રસ્તા પર મેળવતા

અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઇન શોપિંગ કૌભાંડનો પર્દાફાશ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાયબર ક્રાઇમની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી લાખો લોકોના ડેટા લીક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ બન્ને આરોપીઓ ઑનલાઇન શોપિંગ કરનાર ગ્રાહકોના ઓર્ડર બારોબાર મેળવી લેતા હતા. હાલ સાયબર ક્રાઈમ 20 લાખ યુઝરના ડેટા લીક થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગૌતમ ઉર્ફે પૃથ્વી બારડ અને નિલેશ બાબરિયા પબજી ગેમ રમવા દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બન્ને આરોપીઓ ટેલિગ્રામમાંથી લોકોના ડેટા મેળવીને એકાઉન્ટ હેક કરીને છેતરપીંડી આચરતા હતા.

ગૌતમ અને નિલેશ ફ્લિપકાર્ટ, મંત્રાય બ્રાન્ડ ફેક્ટરી અને ટાટા ક્લિક જેવી અનેક ઈ-કોમર્સ વેબસાઈટના ગ્રાહકોના ઓનલાઈન ડિલિવરી કરેલા ઑર્ડરને હેક કરીને સરનામું બદલીને મેળવી લેતા હતા. તેઓએ ટેલિગ્રામમાંથી આ તમામ ડેટા મેળવીને ભોગ બનનારાના યુઝર દ્વારા તેને હેક કરીને આ સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓ હેકિંગ કરવા માટે પ્રોક્સી IP એડ્રેસનો ઉપયોગ કરતાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આટલું જ નહીં, આરોપીઓ OTT પ્લેટફોર્મનાં પણ ડેટા હેક કરી વગર ખર્ચે ઓનલાઈન પ્લેટફોર્મનો લાભ લેતા હતા. તપાસ માં સામે આવ્યું છે કે, આરોપીઓ ટેલિગ્રામ એપ્લિકેશન પરથી એક હેકિંગ ટૂલ ડાઉનલોડ કરતા હતા અને તેના આધારે ગ્રાહકોના IP બ્લોકના થાય તેનું ધ્યાન રાખીને કૌભાંડ કરતાં હતા.

પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ માત્ર ગુજરાતમાં જ નહી, પરંતુ સમગ્ર દેશના ગ્રાહકોના ઓર્ડર મેળવી લઈ કૌભાંડ આચરતા હતાં અને છેલ્લા એક વર્ષમાં અનેક લોકોના ડેટા હેક કરી તેઓના એકાઉન્ટને ટાર્ગેટ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આરોપીઓ ઓર્ડર કોઈ ઘરે કે ઓફિસની જગ્યા પર નહીં, પરંતુ રોડ પર જ ઓર્ડરની ડિલિવરી મેળવવા હતા. અત્યાર સુધીમાં બંને આરોપીઓએ 1 હજારથી વધુ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. જોકે સાયબર ક્રાઈમેં આરોપીઓ પાસેથી 92 વસ્તુ કબ્જે કરી છે. આરોપીઓની મોડેસ ઑપરેન્ડીની વાત કરીએ તો, તેઓ પશ્ચિમ બંગાળથી એક ડમી સિમકાર્ડ લાવ્યા હતા. જે સીમ કાર્ડ માત્ર ઓર્ડરની ડિલિવરી માટે અડધો કલાક ચાલુ રાખી બંધ કરી દેતા હતા. જેથી પોલીસ તેમને ટ્રેકના કરી શકે. આરોપી ખાસ કરીને જે એડવાન્સ પેમેન્ટ કરીને ઓર્ડર કરતા હતા, તેવા ગ્રાહકો ને ટાર્ગેટ કરતા હતા.

હાલ પોલીસે આ ગેંગમાં અન્ય લોકો સામેલ હોવાની આશંકાને જોતા અન્ય લોકોને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આરોપીઓ કોને-કોને માલ વેચ્યો છે? તેની પણ પોલીસ તપાસ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો