ઈરાનમાં એક જ દિવસમાં 20 આંતકીઓને અપાઈ ફાંસી - Sandesh
  • Home
  • World
  • ઈરાનમાં એક જ દિવસમાં 20 આંતકીઓને અપાઈ ફાંસી

ઈરાનમાં એક જ દિવસમાં 20 આંતકીઓને અપાઈ ફાંસી

 | 5:03 pm IST
  • Share

ઇરાનમાં એક જ દિવસમાં 20 સુન્ની આતંકવાદીઓને ફાંસીના માચડે લટકાવી દેવાયા છે. આ લોકોને હત્યાઓ અને દેશની સુરક્ષા નબળી કરવા માટે મોતની સજા ફટકારવામાં આવી હતી. આ આતંકવાદી સંગઠન તૌહીદના સભ્ય હતાં.

આઇઆરઆઇબી ટેલિવિઝનના મુખ્ય ઉદ્ઘોષક મોહમ્મદ જાવેદ મોંતાજરીએ જણાવ્યું હતું કે, આ લોકોએ મહિલા અને બાળકોની હત્યા કરી હતીં. દેશની સુરક્ષા વિરુદ્ધ કામ કર્યું હતું. આ દરેકને મંગળવારે ફાંસી પર લટાકાવીને મોતની સજા આપવામાં આવી હતી.

આ પહેલા ઈરાનની સરકારે જારી કરેલા નિવેદનમાં 2009થી 2011ની વચ્ચે થયેલા 24 સશસ્ત્ર હુમલાની વિગતો દર્શાવવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આતંકવાદી જૂથ તોહીદ અને જિહાદ ત્રણ પશ્વિમી પ્રાંતોમાં 21 લોકોના મોત માટે જવાબદાર હતાં. આના 102 સભ્યો અને સમર્થકોની ઓળખ કરાઈ હતી. આ પૈકી કેટલાક આતંકીઓ પોલીસ કાર્યવાહીમાં મોતને ભેટયા હતાં અને કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો