2000 વર્ષ પહેલાં આજની ચોકલેટ તૈયાર થઈ - Sandesh

2000 વર્ષ પહેલાં આજની ચોકલેટ તૈયાર થઈ

 | 3:00 am IST
  • Share

ગયા અઠવાડિયે આપણે જોયું કે સ્પેનના લોકો ઝોકોટ્લ પોતાની સાથે લઈ આવ્યા. તેમણે તેમાં મધ, વેનિલા, તજ વગેરે પદાર્થો નાંખી ઝોકોલેટાડા નામની રબડી તૈયાર કરી જે આખરે ચોકલેટ બનવાની હતી 

આપણે જોયું કે સ્પેનિશ લોકો ખૂબ માલમતા આપીને કાકાઓનાં થોડાં બીજ પોતાની સાથે લઈ ગયા. પછી સ્પેનમાં કાકાઓ વૃક્ષ ઉગાડયાં. અહીં તેમણે કાકાઓનાં બીજને આથો ચઢાવ્યો, શેક્યાં અને દળીને તેની રબડી બનાવી. રબડી પાણીમાં નાંખીને મધ, વેનિલા, તજ જેવા પવિત્ર પદાર્થો નાંખીને ઉકાળ્યા. આ પીણું સ્વાદિષ્ટ બની ગયું. તેમાં ગળપણ અને સોડમ ઉમેરેલાં હતાં. થોડાક વધારે પ્રયોગ કર્યા પછી તેનો સ્વાદ અદ્ભુત બની ગયો. એમ કહી શકાય કે સ્પેનમાં ઝોકોટ્લ ચોકલેટ બનવાની દિશામાં આગળ વધી રહ્યું હતું. ત્યારે જોકે તેને ચોકલેટ તરીકે કોઈ ઓળખતું નહોતું. 

એઝટેક લોકોએ કહ્યું હતું કે આ દેવતાઓનો ખોરાક છે. તેથી સ્પેનના લોકો પણ માનતા હતા કે આ પીણામાં દિવ્ય આત્માઓ વાસ કરે છે. તેને ઉગાડવાનું અને પછી તેમાંથી પીણું બનાવવાની વિધિ ખૂબ પવિત્ર હતી. તેથી સામાન્ય લોકો તેનો સ્વાદ કદી ચાખી શકતા નહોતા. માત્ર એની વાતો સાંભળતા રહેતા અને પછી અંદર અંદર એની ચમત્કારી ચર્ચા કરતા રહેતા હતા. રાજાના દરબારમાં પવિત્ર કાકાઓ બીજ ખૂબ જતન કરીને સાચવી રાખવામાં આવતાં હતાં. રાજા પોતે તેનું પીણું પીતા હતા, ક્યારેક દરબારના લોકોને પણ તેનો સ્વાદ આપવામાં આવતો હતો. ભયાનક યુદ્ધની શરૃઆત અગાઉ સૈનિકો, સેનાપતિઓ વગેરેને આ દિવ્ય પીણું પીવડાવવામાં આવતું. 

સ્પેનના રાજા ફ્લિીપ (ત્રીજા)ની પુત્રીનાં લગ્ન 1615માં ફ્રાન્સના રાજા લુઈસ(તેરમા) સાથે થયાં ત્યારે કરિયાવરમાં કાકાઓ ફ્ળ અને બીજ આપવામાં આવ્યાં. એ રીતે સ્પેનનું પીણું ફ્રાન્સ પહોંચ્યું. ફ્રાન્સ રંગીલું શહેર હતું. અહીં પીણાંની મહેફ્લિો થવા લાગી અને જોતજોતામાં આખા યુરોપમાં શાહી લોકો આ પીણું પીવાની મોજ માણવા લાગ્યા. ૧૮મી સદી સુધી એટલે કે 1710 સુધી કાકાઓનું પીણું રાજા-મહારાજાઓ અને ધનવાન, શક્તિમાન લોકોનું જ પીણું હતું.  

ફ્રાન્સના લોકોએ તેમાં પાણીને બદલે દૂધ નાંખી જોયું. પછી રાજવી સંબંધોની સાથે સાથે ચોકલેટ ઈટાલી અને અમેરિકા પહોંચી. અમેરિકા આવ્યા પછી તેનો વ્યાપાર કરવાનો વિચાર બ્રિટન, સ્વિટ્ઝર્લેન્ડ અને અમેરિકન ધનપતિઓના મનમાં આવ્યો. 1828માં ઔદ્યોગિક ક્રાંતિની શરૃઆત થઈ. માણસો કરતા હતા એ કામ મશીનોમાં થાય એવા અખતરા થયા. મશીનો શોધાયાં તો કામ સરળ બન્યાં. ત્યાર પછી બ્રિટનના જે. એસ. ફ્રાય, સ્વિટ્ઝર્લેન્ડના ડેનિયલ પીટર અને તેના અમેરિકન મિત્ર હેન્રી નેસ્લેને ચોકલેટ બનાવવાનો આઈડિયા આવ્યો. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો