21st October Gujarati Top News Headlines Till 6 PM
  • Home
  • Featured
  • 6 PM Update: NCB ઑફિસ પહોંચી અનન્યા | કોંગ્રેસના ગઢમાં ગાબડું

6 PM Update: NCB ઑફિસ પહોંચી અનન્યા | કોંગ્રેસના ગઢમાં ગાબડું

 | 5:52 pm IST
  • Share

મહિસાગર જિલ્લાની લુણાવાડા નગર પાલિકામાં વર્ષો બાદ ભાજપના હાથમાં સત્તા આવી છે. ખાસ વાત એ છે કે, કોંગ્રેસના 4 સભ્યોએ ભાજપને મત આપતા લુણાવાડા નગર પાલિકામાં ભગવો લહેરાયો છે.

ભાજપના ભાવનાબેન મહેતાને લુણાવાડા નગર પાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. ભાજપના ભાવનાબેનને 16 મત અને કોંગ્રેસના મીનાબેનને 11 મત મળતા લુણાવાડા નગર પાલિકામાં ભાજપનો 5 મતે વિજય થયો છે.

એનસીબી દ્વારા સમન્સ પાઠવ્યા બાદ અનન્યા પાંડે એનસીબી ઓફિસ માટે ઘરેથી નીકળી ગઇ છે. અનન્યા સાથે તેના પિતા ચંકી પાંડે પણ હાજર છે. એનસીબી અનન્યાને આર્યન ખાન સાથે ડ્રગ ચેટ અંગે પૂછપરછ કરશે. એનસીબીએ અનન્યા પાંડેને બપોરે 3.30 વાગ્યે એજન્સી ઓફિસ પહોંચવાનો આદેશ આપ્યો છે. સહિત સાંજે 6 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર પર એક નજર

વધુ વાંચવા કરો ક્લિક-1 : કોંગ્રેસના ગઢમાં ગાબડું! લુણાવાડા નગર પાલિકા પર ભાજપનો કબજો

મહિસાગર જિલ્લાની લુણાવાડા નગર પાલિકામાં વર્ષો બાદ ભાજપના હાથમાં સત્તા આવી છે. ખાસ વાત એ છે કે, કોંગ્રેસના 4 સભ્યોએ ભાજપને મત આપતા લુણાવાડા નગર પાલિકામાં ભગવો લહેરાયો છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: ગાંધીનગરના 5માં મેયર બન્યા હિતેશ મકવાણા, સામાન્ય સભામાં લેવાયો નિર્ણય

ગાંધીનગર મહાનગરપાલિકાના પાંચમાં મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી કરવામાં આવી છે. હિતેશ મકવાણા વોર્ડ નંબર-8થી ભાજપની ટિકિટ પર ચૂંટાઈને મહાનગર પાલિકામાં પહોંચ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-3:   Sandesh Exclusive:રાજકોટના ક્રિકેટરે ડ્રગ્સની લતમાં ઘર છોડ્યું

હાલમાં NCBએ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે, ત્યારથી દેશમાં નશાના વેપારને લઈને અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે ગુજરાતના રાજકોટમાં નશાનો મોટો વેપાર ચાલી રહ્યો હોવાની વાત સામે આવી છે.

રાજકોટનો એક ક્રિકેટર નશાની લતમાં પોતાનું જીવન બરબાદ કરી રહ્યો છે. નશાની લતમાં આ ક્રિકેટર ઘર છોડીને ચાલ્યો ગયો હતો. આ મામલે ક્રિકેટરની માતાએ સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી. આ ક્રિકેટર દેશના જાણીતા ક્રિકેટરો સાથે પણ મેચ રમી ચૂક્યો છે. જે 2500 થી 3 હજાર રૂપિયામાં એમડી ડ્રગ્સ ખરીદતો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-4: ‘મસ્જિદોમાં શંકાસ્પદ શખ્સો છૂપાયા’- નનામા કૉલથી અમદાવાદ પોલીસ દોડતી થઈ

એક તરફ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે અને બીજી તરફ ગઈકાલે જ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તહેવાર સંદર્ભે મોલ અને મલ્ટીપ્લેક્સ થિયેટરો અને જાહેર ભીડભાડ વાળા સ્થળો પર ચેકિંગ વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. એવામાં આજે બપોરે 12 વાગ્યે શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આવેલા એક નનામા કોલના કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ચુલબુલી અનન્યાને NCBના આ અઘરા સવાલોનો કરવો પડશે સામનો

બોલિવૂડના પ્રખ્યાત કોમિક અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે એનસીબીના રડાર હેઠળ આવી ગઈ છે. એનસીબી દ્વારા આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે અનન્યા પાંડેને બોલાવવામાં આવ્યા છે. NCB ને આર્યન અને અનન્યાની ડ્રગ ચેટ મળી. જેમાં બંને વચ્ચે ડ્રગ્સ અંગે વાતચીત થઇ હતી.

વધુ વાંચવા કરો ક્લિક-6:  શું શાહરૂખ ખાનની કુંડલીમાં છે વાનખેડેનો દોષ?

બોલીવુડના કિંગ ખાન તરીકે જાણીતા અભિનેતા શાહરૂખ ખાન અને તેમનો પરિવાર આજકાલ ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થયા બાદ તે હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. તેના જામીન અરજી કોર્ટે ફગાવી દીધા છે, ત્યારે હાલ તો આર્યન જેલમાંથી બહાર આવે એવા કોઈ સંકેતો દેખાતા નથી.

વધુ વાંચવા કરો ક્લિક-7: પપ્પા ચંકી પાંડે સાથે NCB ઓફિસ પહોંચી અનન્યા પાંડે

મુંબઈ ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં ગુરુવારે નવો વળાંક આવ્યો. એનસીબીની ટીમ એક્શનમાં દેખાઈ હતી એનસીબીના અધિકારીઓ બપોરે શાહરૂખ ખાનના ઘરે મન્નત પહોંચ્યા હતા. અધિકારીઓ આર્યન ખાનને લગતી કાનૂની નોટિસ આપવા ત્યાં ગયા હતા. આ દરમિયાન એનસીબીની ટીમ બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પણ ગઈ હતી. અનન્યાને બોલાવી પૂછપરછ માટે બોલાવી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો