26- th-november-2021-gujarati-top- news-headlines-till-03-pm
  • Home
  • Gujarat
  • 3 PM Update: શેરબજારમાં રોકાણકારો રોયા | અહીં મળશે 100 રૂ.નું પેટ્રોલ ફ્રી

3 PM Update: શેરબજારમાં રોકાણકારો રોયા | અહીં મળશે 100 રૂ.નું પેટ્રોલ ફ્રી

 | 3:00 pm IST
  • Share

આજે બજાર માટે બ્લેક ફ્રાઇડે સાબિત થયો છે. કોરોનાના નવા વેરિએન્ટથી બજાર ડરી ગયું છે. બીએસઇ ખાતે સેન્સેક્સ ધડામ કરતો પછડાયો છે. તારીખ 26 નવેમ્બર 2008: આ એ જ દિવસ હતો જ્યારે લશ્કર-એ-તૈયબાના માત્ર 10 આતંકવાદીઓએ કરોડોના ઘરવાળા મુંબઈને હચમચાવી નાખ્યું હતું. વડોદરામાં ટ્રાફિક ચેમ્પ અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેમાં ગૃહરાજ્યમંત્રીના હસ્તે અભિયાનનો પ્રારંભ થયો છે. તેમાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરનારને સર્ટિ મળશે.  રાજકોટમાં કોવિડથી મૃત્યુના કેસમાં સહાય ચૂકવણી શરૂ થઇ છે. જેમાં 200 પરિજનોની ડોક્યુમેન્ટ ચકાસણી બાદ આજે ચૂકવણી કરવામાં આવી રહી છે. વિક્કીની પિતરાઈ બહેને તેમના લગ્નને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેનું કહેવું છે કે હાલમાં બંને સેલિબ્રિટી લગ્ન નથી કરી રહ્યાં. રાજસ્થાન રોયલ્સ (RR)નો કેપ્ટન સંજુ સેમસન પ્રથમ ખેલાડી છે કે જેને IPL 2022 માટે રિટેન કરવામાં આવ્યો છે. 21મી નવેમ્બરથી બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થયો છે. જ્યારે સૂર્ય અને બુધ એક જ રાશિમાં રહે છે, ત્યારે તેમનું સંયોજન બુધાદિત્ય યોગ બનાવે છે.

 

વધુ  વાંચો –  કોરોનાના નવા વેરિએન્ટથી શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા!

આજે બજાર માટે બ્લેક ફ્રાઇડે સાબિત થયો છે. કોરોનાના નવા વેરિએન્ટથી બજાર ડરી ગયું છે. બીએસઇ ખાતે સેન્સેક્સ ધડામ કરતો પછડાયો છે. બપોરે 2.08 વાગ્યે સેન્સેક્સ 1510ના કડાકા સાથે 57284 પર ટ્રેડ થઇ રહ્યો છે. તો નિફ્ટી 420 અંકના કડાકા સાથે 17115 પર ટ્રેડ થઇ રહી છે. આટલા મોટા ઘટાડાનું કારણ કોરોના વાયરસનું એક નવું સ્વરૂપ છે જેના કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. તેના કારણે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને થોડા જ કલાકોમાં રોકાણકારોના લગભગ 6.55 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા. સેન્સેક્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.265.66 લાખ કરોડથી ઘટીને રૂ. 259.11 લાખ કરોડ થયું છે.

વધુ  વાંચો –  26/11ને થયા 13 વર્ષઃ 4 દિવસ ચાલ્યો આતંકી હુમલો, આ રીતે બચ્યું મુંબઈ

તારીખ 26 નવેમ્બર 2008: આ એ જ દિવસ હતો જ્યારે લશ્કર-એ-તૈયબાના માત્ર 10 આતંકવાદીઓએ કરોડોના ઘરવાળા મુંબઈને હચમચાવી નાખ્યું હતું. અજમલ કસાબ સહિત આતંકવાદીઓના આ જૂથે મુંબઈમાં છત્રપતિ મહારાજ ટર્મિનસ (CSMT), તાજમહેલ પેલેસ હોટેલ, હોટેલ ટ્રાઈડેન્ટ, નરીમાન હાઉસ, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ સહિત અનેક મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવ્યા હતા. આજે આ હુમલાને 13 વર્ષનો સમય થઈ ચૂક્યો છે અને સાથે જ આપણે આ સમયે બલિદાન આપનારા વીર જવાનોને યાદ કરવા રહ્યા.

 

વધુ  વાંચો –   ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરનારને મળશે રૂ.100નું ફ્રી પેટ્રોલ

વડોદરામાં ટ્રાફિક ચેમ્પ અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેમાં ગૃહરાજ્યમંત્રીના હસ્તે અભિયાનનો પ્રારંભ થયો છે. તેમાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરનારને સર્ટિ મળશે. તેમજ સૌથી અગત્યની વાત એ છે કે 100 રૂ.નું પેટ્રોલ અને રેસ્ટોરાની ડિસ્કાઉન્ટ કુપન અપાશે. તથા દરરોજ 50 લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ એક વર્ષ સુધી અભિયાન ચલાવામાં આવશે. જેમાં વાતાવરણને પ્રદુષિત થતું પણ અટકાવી શકાશે.

 

વધુ  વાંચો –   ગુજરાતના આ શહેરમાં કોવિડથી મૃત્યુના કેસમાં સહાય ચૂકવણી શરૂ

રાજકોટમાં કોવિડથી મૃત્યુના કેસમાં સહાય ચૂકવણી શરૂ થઇ છે. જેમાં 200 પરિજનોની ડોક્યુમેન્ટ ચકાસણી બાદ આજે ચૂકવણી કરવામાં આવી રહી છે. તેમાં મૃતકના પરિજનોના ખાતામાં રૂ.50 હજાર સહાય જમા થશે.

 

વધુ  વાંચો –  ડિસેમ્બરમાં 16 દિવસ બેન્કો રહેશે બંધ, પ્લાન કરી લો તમારા કામ

ચાર દિવસ બાદ આ વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર 2021 શરૂ થશે. જો તમે ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામ કરવા જઈ રહ્યા છો, તો પહેલા આરબીઆઈ દ્વારા રજૂ કરાયેલ રજાઓની યાદી ચોક્કસપણે ચકાસી લો. આ મહિને 16 દિવસ બેંકો બંધ રહેશે.

 

વધુ  વાંચો –   વિકી-કેટરિનાના નહીં થાય લગ્ન??? અભિનેતાની બહેને કર્યો ખુલાસો

શિયાળાની શરૂઆત સાથે જ બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં લગ્નની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી ઘણી જાણીતી હસ્તીઓ તેમના જીવન સાથી સાથે લગ્ન કરી ચુકી છે. ઘણા લોકો તેમના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. આ બધાની વચ્ચે એક્ટર વિકી કૌશલ અને એક્ટ્રેસ કેટરીના કૈફના લગ્નના સમાચાર પણ સોશિયલ મીડિયા પર જોર પકડે છે. જો કે, અત્યાર સુધી કપલે તેમના લગ્ન વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ આ દરમિયાન, વિક્કીની પિતરાઈ બહેને તેમના લગ્નને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેનું કહેવું છે કે હાલમાં બંને સેલિબ્રિટી લગ્ન નથી કરી રહ્યાં.

વધુ  વાંચો –  જાણો IPL 2022 માટે કઈ ટીમે લગાવ્યો કયા ખેલાડી પર દાવ

રાજસ્થાન રોયલ્સ (RR)નો કેપ્ટન સંજુ સેમસન પ્રથમ ખેલાડી છે કે જેને IPL 2022 માટે રિટેન કરવામાં આવ્યો છે. 27 વર્ષીય સેમસન પ્રતિ સિઝનમાં 14 કરોડ રૂપિયાના કરાર માટે સંમત થયા બાદ રાજસ્થાનના કેપ્ટન બની રહેશે. ESPN ક્રિકઇન્ફોના જણાવ્યા અનુસાર, 30 નવેમ્બરે રિટેન્શન વિન્ડો બંધ થાય તે પહેલાં RR જે ખેલાડીઓને રિટેન કરવા માંગતા હતા તેમાં સેમસન પ્રથમ હતો.

 

વધુ  વાંચો –  બુધ, સૂર્યની યુતિ બનાવી રહ્યો છે બુધાદિત્ય યોગ, કઇ રાશિને થશે લાભ

21મી નવેમ્બરથી બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થયો છે. જ્યારે સૂર્ય અને બુધ એક જ રાશિમાં રહે છે, ત્યારે તેમનું સંયોજન બુધાદિત્ય યોગ બનાવે છે. બુધ ધનનો કારક છે અને સૂર્ય સફળતાનો કારક છે. તદનુસાર, આ બંનેનું સંયોજન કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થાય છે. બુધાદિત્ય યોગ તેમને પ્રગતિ, પૈસા અને પ્રતિષ્ઠા લાવે છે. 10 ડિસેમ્બરે 06:03 મિનિટ સુધી બુધ વૃશ્ચિક રાશિમાં રહેશે. મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ મીન રાશિમાં નીચનો અને કન્યા રાશિમાં ઉચ્ચ રાશિ માનવામાં આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો