28 new viruses found in China it have been in glaciers for 15,000 years
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોના તો કંઈ નથી! ચીનમાં મળ્યા નવા 28 વાયરસ, 15 હજાર વર્ષથી ગ્લેશિયરમાં હતા

કોરોના તો કંઈ નથી! ચીનમાં મળ્યા નવા 28 વાયરસ, 15 હજાર વર્ષથી ગ્લેશિયરમાં હતા

 | 3:40 pm IST
  • Share

આપણી આજુબાજુ કુદરતના કેટલાયે રહ્યો ધરબાયલા છે. જળ, જમીન, આકાશ અને વાયુ ચારેય બાજુ ઘણું એવું છે જ્યાં સુધી માનવી હજુ પહોંચી શક્યો નથી, પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બરફના મોટા પહાડોમાં હજારો વર્ષોના અનેક રહસ્યો છૂપાયેલા હોય છે. આવું જ કંઈ ચીનમાં તાજેતરમાં સામે આવ્યું છે. વૈજ્ઞાનિકોને અહીં એક ગ્લેશિયરમાં 33 વાયરસના જીનેટિક કોડ મળ્યા છે. આમાંથી ઓછામાં ઓછા 28 પહેલા ક્યારેય જોવા મળ્યા નથી.

માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ લગભગ 15 હજાર વર્ષ જૂના છે અને બરફના પહાડોમાં રહેવાના કારણે આજ સુધી બચીને રહ્યા છે. આ વાયરસ જીનેટિક કોડ મળવાના કારણે વૈજ્ઞાનિકોને આશા છે કે આવી જ શોધ બીજા પર્યાવરણમાં પણ કરવામાં આવી શકે છે. આગળ જઇને આ શોધથી મંગળ જેવા ગ્રહો પર જીવનની શોધમાં પણ મદદ મળી શકે છે. આ રિસર્ચના સહ-લેખક અને ઓહાયોના માઇક્રોબાયોમ સેન્ટરના નિર્દેશક મેથ્યૂ સલિવને જણાવ્યું છે કે આ વાયરસ અત્યંત મુશ્કેલ પર્યાવરણમાં જીવતા રહ્યા.

આમાં એવા જીન હોઈ શકે છે જે આવું કરવામાં મદદ કરે છે. આ જીન્સને શોધવા મુશ્કેલ હોય છે, કેમકે બરફથી નીકાળવાથી લઈને સ્ટડી કરવા સુધી અનેક સાવધાનીઓ રાખવી પડે છે. ચીનમાં તિબેટના ઉચ્ચ પ્રદેશોથી ગૂલિયા આઇસ કેમ્પ પર આઇસ કોર લઈને તેમનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. આમાં દર વર્ષે પર્યાવરણની પ્રોફાઇલ મળે છે. આની મદદથી રિસર્ચર્સ ક્લાઇમેટ ચેન્જથી લઈને સૂક્ષ્મજીવોના સબૂત પણ શોધે છે.

સ્ટડીના લીડ રિસર્ચર ઝી-પિંગ ઝોંગનું કહેવું છે કે, “આ ગ્લેશિયર ધીરેધીરે બન્યું હતું અને અહીં ધૂળ, ગેસ અને વાયરસ પણ એકઠો થઈ ગયો.” આ એવા વાયરસથી મેળ ખાય છે જે બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરે છે અને માટી અથવા છોડવાઓથી નીકળે છે. જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને અહીં વાયરસ શોધવામાં આવ્યા છે, તેવી જ ટેકનોલોજી મંગળ ગ્રહ જેવી જગ્યાઓ પર જીવન શોધવામાં મદદ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન