3 big advantages for Team India due to Dhoni's presence
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીની હાજરીને કારણે ટીમ ઇન્ડિયાને મળશે 3 મોટા ફાયદા, 14 વર્ષ પછી વિરાટ સેના ચેમ્પિયન બનશે!

ધોનીની હાજરીને કારણે ટીમ ઇન્ડિયાને મળશે 3 મોટા ફાયદા, 14 વર્ષ પછી વિરાટ સેના ચેમ્પિયન બનશે!

 | 4:04 pm IST
  • Share

ICC T20 વર્લ્ડ કપ 2021 માટે MS ધોનીને ટીમ ઈન્ડિયાના માર્ગદર્શક બનાવવામાં આવ્યા છે, જેને લઈને ‘ધોની ફેન’ ના ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

BCCI ના સચિવ જય શાહે ખુદ એક વીડિયો સંદેશ દ્વારા મહેન્દ્ર સિંહ ધોનીની કેટલીક ખાસિયતો વિશે જણાવ્યું હતુ. તેમણે જણાવ્યું કે MS ધોનીના માર્ગદર્શક બનવું ટીમ ઇન્ડિયા માટે સારો નિર્ણય છે, તેમની હાજરીના 3 મોટા ફાયદા છે જેને જોતા લાગે છે કે વિરાટ કોહલીની ટીમ T20 વર્લ્ડ કપ 2021 માં ચેમ્પિયન બની શકે.

  1. અનુભવનો લાભ

MS ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ મર્યાદિત ઓવરોની ક્રિકેટની તમામ ત્રણ ICC ટ્રોફી જીતી છે, પરંતુ વિરાટ કોહલી અત્યાર સુધી આ કરવામાં નિષ્ફળ રહ્યો છે. માહીના અનુભવનો લાભ વિરાટ સહિત સમગ્ર ટીમ મેળવી શકે છે.

  1. પીચનો મૂડ વાંચવામાં નિપુણ

MS ધોની પીચનો મૂડ વાંચવામાં નિષ્ણાત છે, તે જાણે છે કે વિકેટ કેવી રીતે પડશે, તેથી તે જાણે છે કે ટોસ જીત્યા પછી બેટિંગ કરવી કે બોલિંગ કરવી.

  1. યોગ્ય ટીમ પસંદગી

MS ધોની જાણે છે કે કયા ખેલાડીઓને કઈ પરિસ્થિતિમાં તક આપવી અને કયા ક્રમમાં તેમને બેટિંગ અને બોલિંગ કરાવવી. યોગ્ય ટીમ પસંદગી વિજયનો માર્ગ ખોલે છે અને માહી આ વાત સારી રીતે જાણે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન