3 Death, 3 seriously injured in road accident in Kheda
  • Home
  • Featured
  • ખેડામાં માર્ગ અકસ્માતમાં 3ના મોત,3 ગંભીર રીતે ઘાયલ

ખેડામાં માર્ગ અકસ્માતમાં 3ના મોત,3 ગંભીર રીતે ઘાયલ

 | 11:24 am IST
  • Share

  • મંગળપુરા પાટીયા પાસે કાર પલટી જતા ભયંકર અકસ્માત
  • કારમાં સવાર 3 લોકો મોતને ભેટ્યા
  • તમામ લોકો મહીસાગરના સંતરામપુરથી આણંદ જિલ્લાના મલાતજ ગામ માતાજીના દર્શન કરવા જતા હતા

 

ખેડામાં આજે વહેલી સવારે મંગળપુરા પાટીયા પાસે કાર પલટી જતા ભયંકર અકસ્માત થયો હતો. મંગળપુરા પાટીયા પાસે કાર પલટી જતા કારમાં સવાર 3 લોકો મોતને ભેટ્યા હતા અકસ્માતમાં ગંભીર ઘાયલ 1 ને અમદાવાદ ખસેડાયો હતો. મહુધા પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે.

નડિયાદ મહુધા રોડ પર મંગળપુર પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત માં ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા અન્ય ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.

વહેલી સવારે ઇકો કાર પલ્ટી ખાતા સર્જાયો અકસ્માત. ગંભીર રૂપે ઘાયલ એક વ્યક્તિ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તમામ લોકો મહીસાગરના સંતરામપુરથી આણંદ જિલ્લાના મલાતજ ગામ માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે બની ઘટના.આજે પૂનમ હોવાથી વહેવી સવારે માતાજીના દર્શન કરવા ગયેલા ઇકો કાર માં સવાર 6 લોકોને નડ્યો અકસ્માત 3ના મોત થયા છે 3ને ગંભીર ઇજા પહોંચી છે.

અકસ્માતની જાણ થતાં 108ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મહુધા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો