3 lost life due to road accident at mahesana highway
  • Home
  • Gujarat
  • પાટણ: ચાણસ્મા-મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત

પાટણ: ચાણસ્મા-મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત

 | 11:43 am IST
  • Share

પાટણ જિલ્લાના ચાણસ્મા-મહેસાણા હાઈવે પર સ્વિફ્ટ કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 3 જણાંના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ચાણસ્મા-મહેસાણા હાઈવે પર એક્ટિવા ચાલકને બચાવવા જતાં સ્વિફ્ટ કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર એક બાળકી સહિત કુલ 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે.

આ અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો